________________
૧૧૪
સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ
જિહાં ન ગીત નવિ ભાવવિલાસ, નહિ શૃંગાર કુતૂહલ હાસT તેહ મુગતિથી કહઈ કૃપાલ વનમાં જનમ્યો ભલો
શૃંગાલ || ૮૪ જિહાં ગીતગાન નહી, ભાવવિલાસ નહી, શૃંગારરસ નહી, કુતૂહલ કખ્યાલ નહી, હાસ કટ હાસ્યરસ નહી તે મુગતિમાંહિ ચું સુખ હુયઈ ? તે મુક્તિથી કૃપાલ ઋષિ કહઈ છઈ વનમાંહિ સીયાલજન્મ હોઈ તો ભલો !
વર વૃન્દાવને રમ્ય શૃંગાલ સ ઈહતે ! ન તુ વૈશેષિકીં મુક્તિ જૈમિનિર્ગતુમિચ્છતિ || ( ) ૮૪ ||
જ્યાં ગીત-ગાન નથી, ભાવોનો વિલાસ નથી, શૃંગારરસ નથી, જ્યાં વિનોદકીડા નથી, હાસ્યરસ નથી તે મુક્તિમાં શું સુખ હોય ? એના કરતાં તો વનમાં શિયાળ થવું વધુ સારું. કૃપાળુ જૈમિનિ ઋષિએ કહ્યું છે કે “જૈમિનિ વૈશેષિકોની મુક્તિને પામવા ઇચ્છતો નથી, એનાં કરતાં તો રમ્ય વૃંદાવનમાં શિયાળ થવાનું વધુ પસંદ કરે છે.”
૧. ધ્યાન ૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org