________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ
કિમ અનંત ઇક ઠામિ મિલે, પહિલો નહિ તો કુણસ્યું ભલે । પહિલાં ભવ કઇ પહિયાં મુક્તિ ? એ તો જોતાં ન મિલઇ યુક્તિ || ૮૩ | વલી મોક્ષમાં અનંત સિદ્ધ માનો તો ઇક ઠામઇ અનંતા કિમ મિલઇ ? પહલો અનાદિસિદ્ધ ન માનો તો બીજા સિદ્ધ થાઇ તે કુણમાંહિ ભિલઇ ? પહલો નહી તો કુણ સિદ્ધનઇ સર્વ સાધક નમઇ ? પહલાં સંસાર કઇ પહલાં મુક્તિ ? પ્રથમ પક્ષઇ મુક્તિ સાદિ થઈ, દ્વિતીય પક્ષઇ વદાઘાત, બંધ વિના મુક્તિ કિમ હોઇ ? યુક્તિ જોતાં મિલતી નથી || ૮૩ ||
મોક્ષમાં માનવા સામે બીજા પણ ઘણા પ્રશ્નો છે. સિદ્ધક્ષેત્રને તો તમે (જૈનો) પરિમિત જ માનો છો તો એક સ્થાને અનંત સિદ્ધ કેમ ભેગા થઈ શકે ? જો તમે એમ કહો કે પછી સિદ્ધ થનારા જીવો પહેલાં સિદ્ધ થયેલામાં ભળી જાય છે તેથી અનંત સિદ્ધોને ત્યાં રહેવામાં કોઈ આપત્તિ નથી, તો કહેવાનું કે કોઈ પણ જીવને તમે અનાદિસિદ્ધ તો માનતા નથી, તો પછી સિદ્ધ થતા જીવો કોનામાં ભળી જાય ? ઉપરાંત કોઈ અનાદિસિદ્ધ ન હોય તો બધા સાધકો મુક્તિ મેળવવા માટે કયા સિદ્ધને નમે – કયા સિદ્ધની ભક્તિ કરે ? વળી, પહેલો સંસાર કે પહેલી મુક્તિ ? પહેલો સંસાર માનો તો મુક્તિને સાદિ (જેને આદિ છે એવી) માનવાની આપત્તિ આવશે અને મુક્તિને પહેલી માનશો તો-તો એ વચન પોતાને જ ખોટું પાડશે, કેમકે પહેલાં સંસારબંધ ન હોય તો મુક્ત શામાંથી થવાનું હોય ? બધી રીતે વિચારતાં મોક્ષ છે એવી વાત બેસતી નથી..
Jain Education International
૧૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org: '