SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - * હું ૨૪ PIMPLES •વિધિ સહિત વાપરવી ન જોઈએ. મુહપત્તી સુતરાઉ કપડાની હોવી જોઈએ. ઉપકરણો બધાં સ્વચ્છ અને સારાં હોવાં જોઈએ. –મુહપત્તિી કે કટાસણું ઉપર ભરતકામ કરવાની કોઈ આવશ્યકતા નથી. ૪. ચાવલા ઘણાના ઘણાજ કાળાડુમ થઈ ગએલા, દેખવા ન ગમે એવા અને ગંધાતા હોય છે. દશીએ મેલી થઈ હોય તો તેને નિર્મલ કરવા ઉપયોગ રાખવો જોઈએ. સાવ ઘસાએલા, તૂટલી દશીઓ-ગુરછાવાળા અરવલા ન હોવા જોઈએ. સૂત્રો કેવી રીતે બોલવાં જોઈએ ? બે હાથ જોડી, મુહપત્તી મુખ આગળ રાખી, ચંચળતા છેડી, સ્થાપનાજી સન્મુખ નજર રાખી,સ્થિર ભાવે,શુદ્ધ ઉચ્ચારપૂર્વક, મધુર સ્વરથી, ધીમે ધીમે, ભાવપૂર્વક, અર્થ ચિન્તન સહ, ગાથાએ ગાથાએ જરાક અટકી અટકીને પ્રતિક્રમણનાં સૂત્રો બોલવાં જોઈએ. આડું અવળું જોઈને બોલવું, ફ્રન્ટીયર મેલની માફક સૂત્રોની ગાડી ગબડાવી દેવી, લપલપ કરી પૂરા કરવા, ઉપગ વિના મુખપાઠીની જેમ પાઠ બોલી જે, એ ક્રિયા પ્રત્યેને અનાદર ભાવ છે, વેઠ ઉતારવા જેવું છે. એથી તો આ ક્રિયા ગદ્દામજૂરી જેવી બની જાય છે. વિશેષ કોઈ લાભ થતો નથી. માટે બહુમાનપૂર્વક, શ્રદ્ધા-ભાવપૂર્વક અંતરના સાચા જેડાણપૂર્વક સૂત્રોચ્ચાર-વિધિ-ક્રિયા કરવાં જોઈએ. ખમાસમણ કેવું દેવું જોઈએ? ખમાસમણ અડધું ન દેવું પણ પંચાગ પ્રણિપાત કરવાનું હોવાથી શરીરના પાંચે અંગે જમીન સુધી અડવાં જોઈએ, માટે માથું ઠેઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001212
Book TitleSamvatsari Pratikramanni Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy