SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ભારતીય તત્ત્વજ્ઞાન અનુકંપાથી ઈશ્વર સૃષ્ટિ કરે છે એમ માનવું બારબર નથી. આ શંકાનું સમાધાન કરતાં જયંત કહે છે કે પ્રલયમાંય જીવો ધર્માધર્મસંસ્કારોથી અનુવિદ્ધ હોય છે. ધર્માધર્મની જંજીરમાં જકડાયેલા હોવાથી જીવો મોક્ષપુરમાં પ્રવેશી શકતા નથી. શું આ જીવો અનુકંપાને પાત્ર નથી? છે જ. જ્યાં સુધી કર્મોનાં ફળ ન ભોગવાય ત્યાં સુધી કર્મોનો ક્ષય અશક્ય છે. સર્ગ વિના કર્મોનાં ફળોનો ભોગ અશક્ય છે. તેથી ધર્મનાં શુભ ફળોના ભોગ માટે દયાળુ ઈશ્વર સ્વર્ગ વગેરે સર્જે છે અને અધર્મનાં અશુભ ફળોના ભોગ માટે ઈશ્વર નરક વગેરે સર્જે છે. કર્મોને ભોગવી થાકી ગયેલા જીવોના આરામ માટે ભુવનોનો સંહાર પણ ઈશ્વર કરે છે. આમ આ બધું ઈશ્વરની કૃપાનું પરિણામ છે.' ઈશ્વર જગતનાં બધાં કાર્યોનો સંહાર એક સાથે કરે એ તો ગળે ઊતરતું નથી, કારણ કે અવિનાશી (=નાશનહિ પામેલાં) કર્મોનાં ફળોના ઉપભોગમાં કોઈ પ્રતિબંધ સંભવતો નથી. આ શંકાના ઉત્તરમાં જયંત કહે છે કે ક્ષય નહિ પામેલાં કર્મોની વિપાકશક્તિ ઈશ્વરેચ્છાથી કુંઠિત થઈ જાય છે. તેની ઇચ્છાથી પ્રેરાયેલાં કર્મો જ ફળો આપે છે. તેની ઇચ્છાથી કુંઠિત થઈ ગયેલાં કમોં ફળો આપતાં અટકી જાય છે. આમ કેમ? એનું કારણ એ છે કે કર્મો અચેતન છે. એટલે, ચેતનથી પ્રેરાઈને જ કર્મો સ્વકાર્યમાં પ્રવૃત્ત થાય છે. ૨૯ જો સર્ગ-પ્રલય તેમ જ સૃષ્ટિની સ્થિતિદશામાં કાર્યો પણ ઈશ્વરેચ્છાથી થતાં હોય તો ઈશ્વરેચ્છાને જ માનો, કર્મો ( =ધર્માધર્મ) શા માટે માનો છો ?-આ પ્રશ્નના ઉત્તરમાં જયંત કહે છે કે કર્મ વિના જગતના વૈચિત્ર્યનો ખુલાસો થતો નથી એટલે કર્મ તો માનવાં જ જોઈએ. વધારામાં, તે જણાવે છે કે કર્મનિરપેક્ષ ઈશ્વરેચ્છાને જ સર્ગ આદિનું કારણ માનવામાં આવે તો ત્રણ દોષો આવે-(૧) ઈશ્વરમાં નિર્દયતાનો દોષ આવે. વિના કારણ દારુણ સર્ગ ઉત્પન્ન કરનારો ઈશ્વર નિર્દય જ ગણાય, (૨) વેદના વિધિનિષેધો નિરર્થક બની જવાનો દોષ આવે. ઈશ્વરની ઇચ્છાથી જ-કર્મ વિના-શુભાશુભ ફલજોગ સંભવતો હોય તો વેદના વિધિનિષેધો વ્યર્થ થઈ પડે, અને (૩) મુક્તોને પણ ઈશ્વરેચ્છાથી પુનઃ સંસારમાં પ્રવેશવું પડે, અર્થાત્ અનિર્મોક્ષદોષ આવે. એટલે જ ન્યાયવૈશેષિક કર્મસાપેક્ષ ઈશ્વરેચ્છાને સર્ગ આદિનું કારણ માને છે. ૩૦ વેદનો કર્તા ઈશ્વર છે. નિત્ય જ્ઞાન આદિ ધરાવનાર, નિત્યમુક્ત, જગત્કર્તા એક ઈશ્વર વેદનો કર્તા છે તેવો સ્પષ્ટ ઉલ્લેખ સૌપ્રથમ, જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી, જયંતની ન્યાયમંજરીમાં મળે છે. કણાદે તો એટલું જ કહ્યું છે કે વેદવાક્યોની રચના બુદ્ધિપૂર્વકની છે. ગૌતમ આપ્તવચનને શબ્દપ્રમાણ ગણે છે-આગમ ગણે છે અને તેનું પ્રામાણ્ય પણ આયુર્વેદ આદિ શાસ્ત્રોના પ્રામાણ્યની માફક જ નિર્ણત થાય છે એમ જણાવે છે.૧૩૫ પ્રશસ્તપાદે મહેશ્વરને વેકર્તા તરીકે વર્ણવ્યા નથી. વાત્સયાયન સ્પષ્ટપણે સાક્ષાત્કૃતધર્મા ઋષિઓને જ વેદના દ્રષ્ટાઓ અને પ્રવક્તાઓ ગણે છે. દ્રષ્ટાઓ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001201
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year1998
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy