SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય તત્વજ્ઞાન તેનું કારણ ચંદનનો અગ્નિ જ છે-તૃણપર્ણનો અગ્નિ નથી. તેવી જ રીતે, અપરિમિત અનન્ત પ્રાણીઓનાં વિચિત્ર સુખદુઃખનાં સાધનરૂપ ભુવન વગેરે અનન્ત કાર્યો અતિશયરહિત પુરુષ કરી શકે નહિ, તેથી તેમનો અતિશયવાળો વિશિષ્ટ કર્તા જ હોવો જોઈએ એવું આપણે અનુમાનથી જાણી શકીએ છીએ.” ત્રણેય લોકના નિરવધિ પ્રાણીઓનાં સુખદુઃખનાં સાધનોને કેવી રીતે ઉત્પન્ન કરવાં, તેમાંના પ્રત્યેક સાધનનું પ્રયોજન શું છે, તે બધાં સાધનોનો નાશ કેમ કરવો-આ બધું જાણનારો જ તે બધાં કાર્યોને ઉત્પન્ન કરી શકે તેવી પુરવાર થાય છે કે ઈશ્વર સર્વજ્ઞ છે. જેવી રીતે નિયતવિષયને ગ્રહણ કરનારી ઇન્દ્રિયોની અપેક્ષાએ ઇન્દ્રિયોનો પ્રેરક જીવ સર્વજ્ઞ છે તેવી રીતે જીવોનાં કર્મોને અનુરૂપ ફળ સાથે જોડવા શક્તિમાન ઈશ્વર તેમ કરવાને અશક્ત જીવોની અપેક્ષાએ સર્વજ્ઞ છે.૫૪ અસર્વજ્ઞતાનું કારણ રાગ આદિ દોષો છે. તે દોષો ઈશ્વરમાં નથી, તેથી તે સર્વજ્ઞ છે. ૧૫ ઈશ્વરનું જ્ઞાન નિત્ય છે. સૃષ્ટિની સ્થિતિ દરમ્યાન જો એક ક્ષણ પણ તે જ્ઞાનરહિત બની જાય તો કર્માધીન વિવિધ પ્રકારનો વ્યવહાર જ જગતમાં અટકી જાય કારણ કે કર્મો ઈશ્વરપ્રેરણાથી જ કાર્યમાં પ્રવૃત્ત થાય છે. આ તો ઇષ્ટ નથી. એટલે સૃષ્ટિની સ્થિતિ દરમ્યાન તો તેનો વિનાશ નથી, તે નિત્ય છે. પ્રલય વખતે તેના નાશનું કોઈ કારણ ન હોઈ તેનો નાશ થતો નથી. સર્ગકાળે તેની ઉત્પત્તિનું કોઈ કારણ નહોઈ તેનો ઉત્પાદ થતો નથી. આમ તે નિત્ય છે. ૧૬ તેનું જ્ઞાન એક જ છે. તેના જ્ઞાનમાં કોઈ ફેરફાર-ભેદ-આવતો નથી કારણ કે તેનું જ્ઞાન અતીત, અનાગત, સૂક્ષ્મ, વ્યવહિત બધી વસ્તુઓને જાણે છે. તે બધાં યોને-વિષયોને યુગપÉ જાણે છે એટલે તેના જ્ઞાનમાં ભેદ પડતો નથી. જો કહો કે તે બધા વિષયોને ક્રમથી જાણે છે એટલે તેના જ્ઞાનમાં ભેદ પડવો સંભવે છે તો તે બરાબર નથી, કારણ કે અનન્ત વિષયોને કમથી જાણી શકાય જ નહિ. તેથી આક્રમથી જાણવાનો મત સ્વીકારતાં તો તેનામાં અજ્ઞાતૃત્વ આવે અને પરિણામે કર્મફલદાનરૂપ વ્યવહારનો લોપ થાય.' ઈશ્વરનું જ્ઞાન પ્રત્યક્ષ જેવું હોઈ પ્રત્યક્ષ કહેવાય છે. તે પ્રત્યક્ષની જેમ ઈન્દ્રિયસન્નિકર્ષથી ઉત્પન્ન થતું નથી. અર્થો ઈશ્વરજ્ઞાનને ઉત્પન્ન કરતા નથી. * જેટલા આત્મગુણો ઈશ્વરમાં છે તે બધા નિત્ય જ છે, કારણ કે તે ગુણો મનઃસંયોગથી ઉત્પાદ્ય નથી; તેમને મનઃસંયોગની અપેક્ષા નથી. દુઃખ અને દ્વેષ તેને છે જ નહિ. સંસ્કાર = ભાવના)નું પણ તેને કોઈ પ્રયોજન નથી, કારણ કે તે સર્વદા સર્વાર્થદર્શી હોઈ તેને સ્મૃતિ જ નથી. તેને આનુમાનિક યા પરોક્ષ જ્ઞાન છે જ નહિ. તે , ભૂતાનુગ્રહવાળો હોવાથી તેનામાં ધર્મ સ્વાભાવિક જ છે, જન્ય નથી. તે ધર્મનું ફળ પરાર્થ જગન્નિર્માણ છે. તેનામાં નિત્ય સુખ છે, કારણ કે આગમમાં તેનું તેવું વર્ણન છે. જે સુખી ન હોય તે આવાં કાર્યો કરવાની યોગ્યતા ન ધરાવી શકે. ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001201
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year1998
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy