________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર
૫૯ ચિત્સામાન્ય જ ઈશ્વર છે; સાંખ્યમાં ઈશ્વરની માન્યતાના અભાવને કારણે “કારણબ્રહ્મરૂપ નિર્ગુણ પુરુષ સામાન્ય જ સ્વીકારવામાં આવે છે; અહીં ‘કારણબ્રહ્મ શબ્દમાંના ‘કારણ શબ્દનો અર્થ છે ‘પોતાની શક્તિભૂત પ્રકૃતિની ઉપાધિવાળું અથવા ‘નિમિત્તકારણ રૂ૫. આ પુરુષ સામાન્ય સ્વશક્તિભૂતપ્રકૃતિરૂપ ઉપાધિને ધારણ કરી જગતનું નિમિત્તકારણ બને છે. આ ચિત્સામાન્ય નિત્ય છે. એનાથી વિશ્વના રૂપમાં સત્ત્વ વગેરે શક્તિઓ વિકસે છે. અંશરૂપ જીવ પણ ચિતિસામાન્યનો અંશ હોવાને કારણે ચિતિસામાન્યની શક્તિ છે અને પ્રકૃતિ પણ ચિતિસામાન્યની શક્તિ છે. આ બંને પ્રકારની શક્તિઓના વિકાસનું નિમિત્તકારણ ઈશ્વરસ્થાનીય સામાન્યચિતિ જ છે." આમ ભિક્ષુએ સાંખ્યમાં વેદાન્ત પરંપરામાં પ્રાપ્ત ઈશ્વરની વિભાવનાનો પ્રવેશ કરાવવા યત્ન ર્યો છે. પરંતુ સાંખ્યદર્શન પુરુષોથી અને પ્રકૃતિથી ઉપર એક પરમ તત્ત્વ બ્રહ્મ માનતું નથી. ચિતિસામાન્યના રૂપમાં બ્રહ્મ જ છે. સાંખ્ય તેને કેવળ કલ્પના કહેશે.
આપણે જોયું તેમ, સાંખ્યદર્શન સિદ્ધપુરૂષોને ઈશ્વર ગણે છે પરંતુ તે અનિત્ય ઈશ્વર છે. તેઓ ઈશ્વર છે કારણ તેમનામાં સર્વજ્ઞત્વ આદિ એશ્વર્યા છે. જો સિદ્ધપુરુષોને ઈશ્વર તરીકે સ્વીકારાતા હોય તો જીવન્મુક્ત ઉપદેષ્ટાને સુતરાં ઈશ્વર તરીકે સ્થાપવામાં સાંખ્યને કોઈ વિરોધ ન હોય. જીવન્મુક્ત ઉપદેખાને પણ અનિત્ય ઈશ્વર ગણાય કારણ કે તે પણ સાધના દ્વારા જીવન્મુક્ત બન્યો છે, પહેલાં બદ્ધ હતો હવે મુક્ત બન્યો છે; એ અર્થમાં પહેલાં ઈશ્વરન હતો, હવેઈશ્વર બન્યો છે. જીવન્મુક્ત ઉપદેણાસર્વજ્ઞત્વ આદિઐશ્વર્યથીયુક્ત છે, તેમને હવે પુનર્જન્મ નથી, તેમનોભવાનથયો છે, તેમોક્ષમાર્ગના પ્રદર્શક બનીભૂતાનુગ્રહ કરે છે. આમ જીવન્મુક્ત ઉપદેષ્ટાને ઈશ્વર તરીકે સ્વીકારવામાં સાંખ્યને કોઈ વાંધો ન હોઈ શકે. સિદ્ધપુરુષ કરતાં જીવન્મુક્ત ઉપદેષ્ટા અનેક રીતે અનેક ગણા ચડિયાતા છે. જો સિદ્ધપુરુષોને ઈશ્વરો કહેવાય તો જીવન્મુક્ત ઉપદેષ્ટાઓનેતો પરમેશ્વરો કહેવા જોઈએ. જીવન્મુક્ત ઉપદેષ્ટા જગકર્તા નિયમુક્ત નથી. જગત્કર્તા નિત્યમુક્ત ઈશ્વરના અસ્તિત્વનો સાંખ્યધરમૂળથી પ્રતિષેધ કરે છે. જીવન્મુક્ત ઉપદેખાને જ યોગસૂત્રકાર પતંજલિ ઈશ્વર ગણે છે એ અમે નીચે દર્શાવીશું. યોગદર્શનમાં ઈશ્વર
પતંજલિના યોગસૂત્રમાં ઈશ્વર વિશે ત્રણ સૂત્રો છે. તેમને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ઉત્તરકાલીન ટીકાકારોએ તેમના કાળના વિચારપ્રભાવથી પ્રેરાઈ તેમની આપેલી સમજૂતીને બાજુએ રાખી પતંજલિએ પોતે જ રજૂ કરેલી વિભાવનાઓનો જ ઉપયોગ કરીને તેમને સમજવા પ્રયત્ન કરીશું. તે સુત્રોને એક પછી એક લઈએ.
(૧) ક્લેિશ-કર્મ-વિપરિરીકૃષ્ટ પુષવિશેષઃ ફંથી ૨.૨૪ કુલેશ, કર્મ, વિપાક અને આશયથી અસ્પષ્ટ વિશિષ્ટ પુરુષ ઈશ્વર છે.
પતંજલિના અન્ય સૂત્રોમાં પ્રાપ્ત વિભાવનાઓને આધારે અમે આ સૂત્રને સમજાવીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org