SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ 'કર્મ અને પુનર્જન્મ - સૂત્ર ૪.૧.૨૦ જણાવે છે કે ના, ઈશ્વર ફળનું કારણ નથી કારણ કે પુરુષ કર્મ ન કરે તો ફળ મળતું નથી." આ સૂત્ર અનુસાર ઉપરના સૂત્રમાં નિરૂપવામાં આવેલો સિદ્ધાંત ખોટો છે, કારણ કે ખરેખર કર્મફળનું કારણ કર્મનહિ પણ ઈશ્વર હોય તો કર્મ ન કરવા છતાં આપણને ઈચ્છિત ફળ મળવું જોઈએ, પરંતુ ક્યાંય કર્મ કર્યા વિના ફળ મળતું જણાતું નથી. - સૂત્ર ૪.૧.૨૧ જણાવે છે કે કર્મ (તેમ જ ફળ) ઈશ્વરકારિત હોવાથી ઉપરના બેય સિદ્ધાંત તર્કહીન છે. આ સૂત્રમાં ગૌતમ પોતાનો સિદ્ધાંત રજૂ કરે છે. તે નીચે પ્રમાણે છે. ઉપરના બન્ને સિદ્ધાંત ખોટા છે. એક કર્મફળના નિયત સંબંધને અવગણે છે, બીજો ઈશ્વરને અવગણે છે. ખરેખર તો કર્મ અને ફળ વચ્ચે નિયત સંબંધ છે જ. અમુક કર્મ કરો એટલે તે પોતાનું ફળ આપે છે. કૃત કર્મને ફળવા માટે ઈશ્વરની જરૂર નથી એ વાત સાચી. પરંતુ ઇચ્છિત ફળ મેળવવા ક્યું કર્મ કરવું તે જાણવું જોઈએ. આ જ્ઞાન લૌકિક બાબતોમાં તો તે તે વિષયના જાણકાર આપે છે. પરંતુ રાગ આદિ દોષોથી મુક્ત થવા કઈ કક્ષાએ કેવું કર્મ કરવું, શી સાધના કરવી તેનું જ્ઞાન તો રાગ આદિથી મુક્ત થયેલ ઈશ્વર જ કરાવી શકે. આમ કર્મ અને તેના ફળ વચ્ચે નિયત સંબંધ છે, પરંતુ તે નિયત સંબંધને જાણવા ઈશ્વરની આપણને જરૂર છે. ઈશ્વર કેવળ ઉપદેષ્ટા, માર્ગદર્શક, કર્મ-ફળના નિયત સંબંધનું જ્ઞાન કરાવનાર છે. આ અર્થમાં જ તે કર્મકારયિતા છે. તે બળજબરીથી કોઈની પાસે કર્મ કરાવતો નથી. વૈદ્ય કેવળદવા બતાવે છે તેમ છતાં આપણે કહીએ છીએ કે વૈદ્ય રોગ મટાડ્યો. તેવી જ રીતે, ઈશ્વર પણ રાગ આદિ રોગનો ઈલાજ બતાવે છે તેમ છતાં આપણે કહીએ છીએ કે ઈશ્વરે એ રોગ મટાડ્યો-ઈશ્વરે ફળ આપ્યું-ઈશ્વરે અનુગ્રહ કર્યો. આ અર્થમાં જ ઈશ્વર ફળકારયિતા યા ફળસંપાદયિતા છે. આમ સંભવ છે કે ગૌતમને મતે દોષમાંથી મુક્ત થયેલાને, જીવન્મુક્ત ઉપદેશાને ઈશ્વર -- ગણવામાં આવેલ છે અને તે જ કર્મફળના નિયત સંબંધનું જ્ઞાન જીવોને કરાવે છે. ઉત્તરકાલીન ન્યાય-વૈશેષિકોએ સદામુક્ત સૃષ્ટિકર્તા ઈશ્વરને સ્વીકારેલ છે. આ ઈશ્વર જીવોને તેમનાં કર્મ અનુસાર ફળો આપે છે. એથી એના ઈશ્વરપણાને કે એની સ્વાધીનતાને કંઈ બાધ આવતો નથી. ઊલટું, તે તેનું ઈશ્વરપણું પુરવાર કરે છે. શેઠ તેના સેવકોની યોગ્યતાને લક્ષમાં લઈ અનુરૂપ ફળ આપે તો શેઠ શેઠ મટી જતો નથી. ઈશ્વર પ્રત્યેક જીવની સમક્ષ તેના કર્મને અનુરૂપ ભોગસામગ્રી ઉપસ્થિત કરે છે, તેના કર્મના વિપાકકાળે તે કર્મનું યોગ્ય ફળ ઉત્પન્ન કરી જીવ સમક્ષ ઉપસ્થિત કરે છે. (કન્ડલી પૃ. ૧૩૩). | મીમાંસાદર્શનમાં કર્મ અને પુનર્જન્મ મીમાંસાદર્શન પણ આત્માને નિત્ય માને છે. એટલે તે પણ પૂર્વજન્મ અને પુનર્જન્મને સ્વીકારે છે. વેદપ્રતિપાઘ કર્મ ચાર પ્રકારનાં છે–(૧) કામ્ય કર્મ તેને કહેવામાં આવે છે જે કોઈ કામનાવિશેષની સિદ્ધિને માટે કરવામાં આવે છે. (૨) પ્રતિષિદ્ધ કર્મ તે છે જે અનર્થોત્પાદક હોવાથી નિષિદ્ધ છે. (૩) નિત્ય કર્મ તે છે જે ફલાકાંક્ષા વિના કરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001201
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year1998
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy