________________
ભારતીય તત્તવજ્ઞાન અનેક જાતના છે અને તેઓ ખાસ પ્રકારના સંસ્કારોને જ જાગૃત કરે છે. આ ઉદ્દબોધકોમાં એક ઉબોધક જાતિ (જન્મ) છે. જે પ્રકારનો જન્મ જીવ પ્રાપ્ત કરે છે તેને અનુરૂપ સંસ્કારોનો ઉદ્દબોધક તે જન્મ (જાતિ) છે. આ વસ્તુ આપણે જોઈ ગયા છીએ. જાતિ ઉપરાંત ધર્મ પણ અમુક પ્રકારના સંસ્કારોનો ઉદ્દબોધક છે. પૂર્વજન્મના જાતિવિષયક સંસ્કારોનો ઉદ્દબોધક ધર્મ છે. અહીં એ નોંધવું રસપ્રદ થશે કે મનુસ્મૃતિમાં મનુ પૂર્વજન્મના જાતિવિષયક સંસ્કારોના ઉદ્દબોધક તરીકે વેદાભ્યાસ, શૌચ, તપ અને અહિંસાને ગણાવે છે. તેથી પૂર્વજન્મના જાતિવિષયક સંસ્કારોનું ઉદ્દબોધક કારણ જે પ્રાપ્ત કરે છે તેને જ પૂર્વજન્મમાં પોતે કોણ હતો, કેવો હતો, ક્યાં હતો, વગેરેનું સ્મરણ થાય છે. પૂર્વજન્મમાં પોતે કોણ હતો, ક્યાં હતો, કેવો હતો, વગેરેના સ્મરણને જાતિસ્મરણ કહેવામાં આવે છે. આવું જાતિસ્મરણશાન છે જ, પરંતુ તે કોઈકને જ થાય છે કારણ કે તેના સંસ્કારનો ઉબોધક ધર્મ કોઈક જ પામે છે. (ન્યાયભાગ ૩.૨.૪૧).૫૫
આત્માનો પૂર્વજન્મ સિદ્ધ થતાં તેનો પુનર્જન્મ આપોઆપ સિદ્ધ થઈ જાય છે. શરીરની ઉત્પત્તિ સાથે આત્મા ઉત્પન્ન થતો નથી તેમ જ શરીરના નારા સાથે આત્મા નાશ પામતો નથી. આત્મા તો એક શરીરને છોડી નવું શરીર ધારણ કરે છે. પૂર્વશરીરનો ત્યાગ મૃત્યુ છે અને નૂતન શરીરનું ધારણ કરવું એ જન્મ છે. જો શરીરના નારા સાથે આત્માનો નાશ અને નૂતન શરીરની ઉત્પત્તિ સાથે નૂતન આત્માની ઉત્પત્તિ સ્વીકારવામાં આવે તો કૃતહાન અને અકૃતાભ્યાગમ દોષો આવે. શરીરના નારા સાથે આત્માનો નાશ થઈ જતો હોય તો તેણે કરેલાં કર્મોનું ફળ તેને ભોગવવા નહિ મળે. શરીરની ઉત્પત્તિ સાથે આત્મા પણ ઉત્પન્ન થતો હોય તો તે જે ભોગવશે તે તેનાં પોતાના કર્મનું ફળ નહિ ગણાય. આમ શરીરના નારા સાથે આત્માનો ઉચ્છેદ અને શરીરની ઉત્પત્તિ સાથે આત્માની ઉત્પત્તિ માનતાં કર્મસિદ્ધાંત ઠાલો ઠરે અને સાધના ફોગટ કરે. આ દર્શાવે છે કે પૂર્વજન્મો અને પુનર્જન્મો છે જ. (ન્યાયભાષ્ય ૪.૧.૧૦)
જન્મ કેમ થાય છે ? અર્થાત્ દેહોત્પત્તિનું કારણ શું છે ? આ પ્રશ્નના ઉત્તરમાં ન્યાય-વૈશેષિક દાર્શનિકો જણાવે છે કે પૂર્વ શરીરમાં કરેલાં કર્મોનું ફળ ધર્મધર્મ – જે આત્મામાં સમવાયસંબંધથી રહેલું હોય છે તે – જન્મનું કારણ છે, દેહોત્પત્તિનું કારણ છે. ધર્માધર્મરૂપ અદષ્ટથી પ્રેરિત ભૂતોમાંથી દેહ ઉત્પન્ન થાય છે, ભૂતો સ્વતઃ દેહને ઉત્પન્ન કરતા નથી. (ન્યાયસૂત્ર ૩.૨.૬૦) ૦
અહીં ભૌતિકવાદી કહી શકે કે કેવળ પૃથ્વી, જળ વગેરે ભૂતોના સંયોગથી જ શરીર બની જાય છે, તો પછી શરીરોત્પત્તિના નિમિત્તકારણ તરીકે પૂર્વકર્મ માનવાની શી જરૂર છે? જેમ પુરુષાર્થ કરી વ્યક્તિ ભૂતોમાંથી ઘટ વગેરે બનાવે છે તેમ પુરુષાર્થ કરી સ્ત્રીપુરુષનું જોડું ભૂતોમાંથી દેહને પેદા કરે છે. સ્ત્રી-પુરુષના યુગલના પુરુષાર્થથી શુક્ર અને શોણિતનો સંયોગ થાય છે અને પરિણામે તેમાંથી દેહ ઉત્પન્ન થાય છે. એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org