________________
ભારતીય તત્વજ્ઞાન વિપાકકાળ અનિયત છે પરંતુ વિપાક નિયત છે તે કર્મ. જે કર્મ પોતાનું ચોક્કસ ફળ આપવાનું જ છે પરંતુ જ્યારે તે પોતાનું ફળ આપશે એ નિયત નથી તે કર્મ. (૨) અનિયતવિપાક અર્થાત્ જે કર્મ પોતાનું ફળ આપશે જ એવું નિયત નથી તે કર્મ. આ કર્મના ફળનું ઉલ્લંઘન થઈ શકે છે. (જુઓ બૌદ્ધધર્મદર્શન, નરેન્દ્રદેવ, પૃ. ૨૬૭ તથા અભિધર્મકોશભાષ્ય ૪.પ૦) - બીજની જેમ કર્મ પોતાના સામર્થ્યથી જ પોતાનું ફળ ઉત્પન્ન કરે છે. પરંતુ બૌદ્ધ ધર્મ અમુક કર્મોનાં ફળનું ઉલ્લંઘન શક્ય છે એમ સ્વીકારે છે. બૌદ્ધ ધર્મ અનુસાર કર્મની પુણ્યતા-અપુણ્યતાનો આધાર આશય ઉપર છે. કર્મના ફળની કટુતા-માધુરતાની માત્રાનો આધાર અનેક બાબતો પર આધાર રાખે છે. કર્મ પોતાનું ફળ કેવી રીતે આપે છે અને તે ફળનાં નિર્ણાયક બળો ક્યાં છે તે જાણવું મુશ્કેલ છે. કર્મવિપાક કુર્વિય છે.
જ્યારે કાળ પાકે છે અને કારણસામગ્રી ઉપસ્થિત હોય છે ત્યારે કર્મનો વિપાક થાય છે. કર્મ બીજતુલ્ય છે. તે પોતાની જાતિ પ્રમાણે, વહેલા કે મોડા, અલ્પ યા મહાન ફળ આપે છે. ઈશ્વરવાદી કહે છે કે બીજને ફળદ્રુપ જમીનમાં વાવ્યું હોય પરંતુ વર્ષા વિના તેમાંથી અંકુર ફુટતું નથી; જેમવર્ષાના સામર્થ્યથી બીજમાંથી અંકુર ફુટે છે તેમ ઈશ્વરના સામર્થ્યથી કર્મમાંથી તેનું ફળ જન્મે છે, કર્મને વિપાકપ્રધાનનું સામર્થ્ય ઈશ્વર આપે છે. બૌદ્ધો આનો પ્રતિષેધ કરે છે. તેઓ કહે છે કે તૃષ્ણાથી પ્રેરાઈને કરેલાં કર્મમાં વિપાકપ્રદાનનું સામર્થ્ય હોય છે, તૃષ્ણા જ કર્મને વિપાકપ્રદાનનું સામર્થ્ય આપે છે. જે તૃષ્ણારહિત બની કર્મ કરે છે તે કર્મથી લિપ્ત થતો નથી, તેને કર્મોનાં ફળ ભોગવવા પડતાં નથી. (જુઓ બૌદ્ધધર્મદર્શન, નરેન્દ્રદેવ, પૃ. ૨૭૨-૨૭૩)
બૌદ્ધ ધર્મ અપરિવર્તિષ્ણુ નિત્ય આત્માનેન માનતો હોવા છતાં કર્મ અને પુનર્જન્મને માને છે. તેના અનુસાર જે ચિત્તસંતાન કર્મ કરે છે તે ચિત્તસંતાન જ તેનું ફળ ભોગવે છે. અને તેનો જ પુનર્જન્મ થાય છે. (જુઓ તત્ત્વસંગ્રહગત કર્મફલસંબંધ પરીક્ષા.)
ઈશ્વરવાદી દર્શનોમાં જે સ્થાન ઈશ્વરનું છે તે સ્થાન બૌદ્ધ ધર્મમાં કર્મનું છે. પોતાનાં કર્મને અનુરૂપ સુખ-દુઃખ પ્રાણી ભોગવે છે. જે જેવું કરે છે તે તેવું પામે છે. કોઈ કોઈને સુખ કે દુઃખ દેતું નથી. આમ કર્મસિદ્ધાન્ત દ્વેષનો નારાક છે અને પુરુષાર્થ તેમ જ સ્વતંત્ર સંકલ્પશક્તિનો પોષક છે. કર્મનું ફળ ભોગવતી વખતે સમતા ધારણ કરવી કે વિક્ષિત થવું એ બાબતે પણ મનુષ્ય સ્વતંત્ર છે. શુભ સંકલ્પ કરવા કે અશુભ એ બાબતે પણ મનુષ્ય સ્વતંત્ર છે. મનુષ્ય અત્યારે જેવો છે તેની સંપૂર્ણ જવાબદારી તેની પોતાની છે અને ભવિષ્યમાં તે જેવો થવા ઇચ્છે તે થવાનો સંપૂર્ણ આધાર પણ તેના ઉપર છે.
પ્રાણીઓના કર્મોથી જંગતની જડ વસ્તુઓમાં પણ અનુરૂપ પરિવર્તન થાય છે, કારણ કે તે જડ જગત પ્રાણીઓના ભોગનો વિષય છે. પ્રાણીઓનાં કર્મોનો પ્રભાવ પ્રાણીઓના ભોગ્ય જડ જગત પર પણ અવશ્ય પડે છે. પ્રાણીઓનાં પાપકર્મોથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org