________________
ભારતીય દર્શનોમાં મોક્ષવિચાર
૧૧ (૧) લેશોનો ઉછેદ શક્ય છે એ સુષુપ્તિના દષ્ટાન્તથી સમજાય છે. લેશોપશાન્તિની અવસ્થા સુષુમિ એ ફ્લેશક્ષયની અવસ્થાની સંભવિતતા સૂચવે છે. " ક્લેશો સ્વાભાવિક નથી પણ તેમનું કારણ છે. તેમનું કારણ અજ્ઞાન છે. રાગ વગેરેનો નાશ તેમની પ્રતિપક્ષ મૈત્રી આદિ ભાવનાઓથી થઈ શકે છે.*
(૨) ક્લેશરહિત વ્યક્તિની પ્રવૃત્તિ કર્મબંધનું કારણ નથી.” (૩) વિક્ષેપો સમાધિનો ભંગ ન કરી શકે તે માટેનો ઉપાય છે અભ્યાસ.* *
(૪) મોક્ષ શક્ય હોવા છતાં સંસારોચ્છેદ થવાનો નથી કારણ કે સંસારી જીવો અનંત છે. માટે આત્યંતિક દુઃખમુક્તિ શક્ય છે એ નિઃશંક છે.”
મોક્ષ જૈનોને મતે મોક્ષ
અનાદિ કાળથી ફ્લેશયુક્ત (ષાયયુક્ત) પ્રવૃત્તિઓને કારણે ચિત્તને લાગતાં રહેલાં કર્મોનાં આવરણો, લેશોનો સંપૂર્ણ ક્ષય થતાં જ્યારે સંપૂર્ણપણે દૂર થાય છે ત્યારે જીવનો મોક્ષ થયો કહેવાય છે. જેનોને મતે ચિત્ત જ આત્મા છે, તે પરિણામી છે. મોક્ષમાં . પણ તે પરિણામી જ રહે છે અને શુદ્ધ પરિણામોનો પ્રવાહ ચાલ્યા કરે છે. શુદ્ધ ચિત્ત અનંત જ્ઞાન અને અનંત દર્શને ધરાવે છે કારણ કે જ્ઞાનાવરણીય કર્મો અને દર્શનાવરણીય કર્મોનો ક્ષય થઈ ગયો હોય છે. સુખ અને દુઃખના કારણભૂત વેદનીકર્મનો ક્ષય થઈ ગયો હોઈ સુખદુ:ખથી પર તે બની જાય છે. આને પરમ આનન્દની અવસ્યાં ગણવામાં આવે છે. દર્શનમોહનીય કર્મનો ક્ષય થયો હોઈ ચિત્તને ક્ષાયિક સમ્યફ દર્શન હોય છે. ચારિત્ર્યમોહનીય કર્મનો ક્ષય થયો હોઈ ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાયોનો આવિર્ભાવ પણ તેમાં શક્ય નથી. અન્તરાય કર્મના ક્ષયના કારણે આત્મા મોક્ષમાં પૂર્ણ વીર્ય ધરાવે છે. નામકર્મના, ગોત્રર્મના અને આયુકર્મના ક્ષયને કારણે વ્યક્તિત્વનો, ઊંચ-નીચ ગોત્રનો અને આયુષ્યનો અભાવ હોય છે, અર્થાત્ મોક્ષની સ્થિતિમાં તે અશરીરી હોય છે.
મોક્ષ થતાં જીવ ક્યાં જાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં જેનો જણાવે છે કે કર્મો દૂર થતાં જીવ ઊર્ધ્વગતિ કરે છે અને સીધો એક ક્ષણમાં તે લોકના અગ્રભાગે પહોંચી ત્યાં આવેલ સિદ્ધશિલા ઉપર સ્થિર થાય છે.”
જો શુદ્ધ ચિત્તો બધાં જ અનન્તજ્ઞાની, અનંતદર્શી, અનંતચારિત્રી અને અનંતવીર્યવાનું હોય તો તેમની વચ્ચે ભેદ શો? કંઈ જ નહિ. બધાં એકસરખાં હોય છે. પરંતુ જૈનોએ અહીં મોક્ષમાં પણ દરેકનું જુદું વ્યક્તિત્વ સ્થાપવા પ્રયત્ન કર્યો છે અને જણાવ્યું છે કે અંતિમ જન્મમાં દેહપાત વખતે જે શરીરાકાર હોય તેવો આકાર મોક્ષાવસ્થામાં પણ તેનો હોય છે. આ જેને માન્યતા કંઈક વિચિત્ર લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org