________________
૧૮૧
ભારતીય તાર્કિકોની પ્રત્યક્ષવિષયક ચર્ચા સવિકલ્પક પ્રત્યક્ષને લાગુ પડતાં ન હોઈને પ્રત્યક્ષ પ્રમાણમાં એ નિર્દોષ લક્ષણો ન બની શકે. આ રીતે અકલંક આદિ જૈન તાર્કિકોએ ‘ફુટ અથવા વિશદ જ્ઞાન ને પ્રત્યક્ષના લક્ષણરૂપે આપ્યું તેમાંય બૌદ્ધ પરંપરાનો પ્રભાવ છે; પરંતુ ઇન્ડિયાનુભૂતિને જ પ્રમાણ માનનાર એમ કહી શકે કે પ્રત્યક્ષ (= નિર્વિકલ્પક) જ્ઞાન સ્કુટ અથવા વિશદ કોટિનું અને પ્રત્યક્ષેતર (=સવિકલ્પક) જ્ઞાન અખુટ અથવા અવિશદ કોટિનું હોય છે, જ્યારે પ્રત્યક્ષ તથા પ્રત્યક્ષેતર બન્નેય પ્રકારના જ્ઞાન(પ્રમાણભૂત જ્ઞાન)ને સવિકલ્પક માનનાર અકલંક વગેરે જેન તાર્કિકો એમના કહી શકે કે પ્રત્યક્ષ જ્ઞાન સ્કુટ અથવા વિશદ કોટિનું હોય છે અને પ્રત્યક્ષેત્ર જ્ઞાન અખુટ અથવા અવિશદ કોટિનું. આ કારણે જ સ્કુટ અથવા વિશદ જ્ઞાન ને પ્રત્યક્ષના લક્ષણરૂપે પ્રસ્તુત કર્યા પછી જેન તાર્કિકોની સમક્ષ જુટતા અથવા વિશદતા’નું લક્ષણ કરવાની સમસ્યા ઊભી થાય છે; ઉદાહરણાર્થ, હેમચંદ્ર દ્વારા ઉપસ્થાપિત ઉપર્યુક્ત બે પ્રત્યક્ષ લક્ષણો વસ્તુતઃ વૈશદ્ય’નાં લક્ષણ છે, જ્યારે પ્રત્યક્ષનું લક્ષણ તો હેમચંદ્ર “વિશદ જ્ઞાન જ ક્યું છે.
અહીં એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે બૌદ્ધ તાર્કિકોએ અર્થવિષયક નિર્વિકલ્પક પ્રત્યક્ષને એ અર્થના સમસ્ત ધર્મોનું સાક્ષાત્ જ્ઞાન કરાવનારું કેમ જાહેર કર્યું ?-ભલેને એનો અર્થ ગમે તે કેમ ન હોય. આ પ્રશ્નનો નિર્વિવાદ ઉત્તર આપવો મુકેલ છે. એમ લાગે છે કે એ તાર્કિકોએ કોઈ પણ સવિકલ્પક પ્રમાણમાં એવી યોગ્યતા ન જોઈ - અને બરાબર રીતે જ -- જે અર્થવિશેષના સમસ્ત ધર્મોનું જ્ઞાન કરાવી શકે (જોકે એમણે અનુમાન તથા પ્રામાણિક પુરુષવચનમાં એવી યોગ્યતા અવશ્ય જોઈ કે જેને લઈને તે અર્થવિશેષના અધિકાધિક ધર્મોનું જ્ઞાન કરાવતું રહે. અને આ તેમની વાત ઠીક પણ છે); પરંતુ સાથે સાથે એ તાર્કિકોએ એમ વિચાર્યું - અને ખોટી રીતે – કે એવું કોઈ પ્રમાણ અવશ્ય હોવું જોઈએ જે એક અર્થવિશેષના સમસ્ત ધર્મોનું જ્ઞાન કરાવી શકે. બીજી બાજુ, જૈન તથા ન્યાયવૈશેષિક તાર્કિકોની જેમ એ બૌદ્ધ તાર્કિકોને એવો પણ વિશ્વાસ હતો કે યોગિજ્ઞાન દ્વારા અર્થવિશેષના એવા ધર્મોની અવગતિય સંભવે છે, જે ઇન્દ્રિયાતીત જ નહિ અનુમાનાતીત પણ છે. એટલું જ નહિ, પોતે મહાયાની બૌદ્ધ હોઈને એ તાર્કિકોને એવો પણ વિશ્વાસ રહ્યો હશે કે યોગિજ્ઞાન દ્વારા અને યોગિજ્ઞાન દ્વારા જ પરમાર્થસની અવગતિ સંભવે છે, જેનો અર્થ પ્રમાણશાસ્ત્રોપયોગી ભાષામાં એમ થાય કે યોગિજ્ઞાન દ્વારા- તથા યોગિજ્ઞાન દ્વારા જ - સઘળા અર્થોના સઘળા ધર્મોની અવગતિ સંભવે છે. કદાચ આ સમસ્ત પૃષ્ઠભૂમિમાં બૌદ્ધ તાર્કિકોએ ઘોષણા કરી કે અર્થવિષયક ઇન્દ્રિયજ નિર્વિકલ્પક જ્ઞાન તે અર્થના સઘળા ધર્મોનું જ્ઞાપક છે, જેવી રીતે યોગશક્તિજન્ય નિર્વિકલ્પક જ્ઞાન સઘળા અર્થોના સઘળા ધર્મોનું જ્ઞાપક છે. આપણા સુખદુઃખાદિ મનોભાવોનું ભાન આપણને અનાયાસે પરંતુ અસંદિગ્ધપણે થઈ જાય છે એ હકીકતે પણ બૌદ્ધ તાર્કિકોને એમ વિચારવા પ્રેર્યા હશે કે અર્થવિષયક ઇન્દ્રિયજ નિર્વિકલ્પક જ્ઞાન તે અર્થના સ્વરૂપ(સમગ્ર સ્વરૂપ)નું નિઃ સંદિગ્ધભાવે જ્ઞાપક છે, જેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org