SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય તાર્કિકોની પ્રત્યક્ષવિષયક ચર્ચા ૧૭૫ પ્રકારવિશેષ માનીને ચાલ્યા છીએ, કારણ કે ઈશ્વરજ્ઞાનની કલ્પના પણ યોગિજ્ઞાનની જેમ ઈન્દ્રિયાજન્ય, નિર્વિકલ્પક તથા અવ્યભિચારીના રૂપમાં કરવામાં આવી છે.) કંઈક આવી જાતની સમસ્યા – જોકે તદ્દન ભિન્ન કારણોને લઈને - જેન દાર્શનિકોની સમક્ષ પણ ઉપસ્થિત થઈ. જેનોની આગમિક માન્યતા અનુસાર તે જ જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય જેને પ્રાપ્ત કરવામાં આત્માને કોઈ પણ ઉપકરણની જરૂર ન પડે. અનુમાન, ઉપમાન, તથા શબ્દ જેવાં સવિકલ્પ જ્ઞાનોના વિષયમાં કહેવાયું છે કે તેમને પ્રાપ્ત કરવા આત્માને મનની સહાયતાની આવશ્યકતા રહે છે, તથા ઇન્દ્રિયપ્રત્યક્ષને વિશે કહ્યું છે કે 'તેને અર્જિત કરવા આત્માને ઇન્દ્રિયોની મદદ લેવી પડે છે. આ રીતે જૈન દાર્શનિકોને મતે અવધિ, મન:પર્યાય અને કેવલ આ ત્રણ પ્રકારનાં જ્ઞાન જ (જેમને સરળતા ખાતર અમે યોગિજ્ઞાનના ત્રણ પ્રકાર માનીને ચાલીએ છીએ) પ્રત્યક્ષ કહેવાવાને અધિકારી છે. પરંતુ ઇન્દ્રિયાર્થસગ્નિકર્ષજન્ય જ્ઞાનને પ્રત્યક્ષાન્તર્ભત ન માનવું એ કંઈ સરળ કામ ન હતું. એટલે જેને દાર્શનિકોની સામે પણ સમસ્યા આવી કે પ્રત્યક્ષનું એક એવું લક્ષણ બનાવવું જે યોગિજ્ઞાન તથા ઇન્દ્રિયપ્રત્યક્ષ બન્નેયને લાગુ પાડી શકે. આમ આપણે જોઈએ છીએ કે નૈયાયિક (અને એમના સમાનતત્રીય વૈશેષિક) દાર્શનિકો સામે તેમ જ જૈન દાર્શનિકો સામે ભલે જુદાં જુદાં કારણોને લઈને હો પણ એક જ સમસ્યા આવીને ખડી થઈ અને તે એ કે પ્રત્યક્ષનું એક એવું લક્ષણ બનાવવું જે યોગિજ્ઞાન તથા ઇન્દ્રિયપ્રત્યક્ષ બન્નેને લાગુ પડે. મીમાંસા દાર્શનિકોની સમક્ષ આ સમસ્યા એટલા માટે ઉપસ્થિત ન થઈ કેમ કે તેમને યોગિજ્ઞાનની સંભાવનામાં જ વિશ્વાસ ન હતો (અને ઈશ્વરના અસ્તિત્વમાંય ન હતો). ન્યાય-વૈશેષિક તથા જેન તાર્કિકોએ પ્રત્યક્ષલક્ષણપ્રણયનની સમસ્યાનો ઉકેલ લાવવા અનેક રીતે પ્રયાસ કર્યો છે. કેટલાક તાર્કિકોએ તો પ્રત્યક્ષના પર્યાયવાચી કોઈ શબ્દવિશેષને જ પ્રત્યક્ષનું લક્ષણ ગણી લીધું. ઉદાહરણાર્થ, સિદ્ધસેન દિવાકરે તેમ જ ભાસર્વશે “અપરોક્ષ જ્ઞાનને અને ઉદયનાચાર્યે “સાક્ષાત્કારિ જ્ઞાન ને પ્રત્યક્ષના લક્ષણરૂપે પ્રસ્તુત કર્યું. કેટલાક જૈન તાર્કિકોએ (ઉદાહરણ તરીકે અકલંક, હેમચંદ્ર અને યશોવિજયજીએ) વિશદ અથવા સ્કુટ જ્ઞાનને પ્રત્યક્ષના લક્ષણરૂપે આપ્યું, પરંતુ આ કંઈ સમસ્યાનું સમાધાન ન હતું કારણ કે ત્યારે પ્રશ્ન ઊઠે છે કે “વિશદતા અથવા ફુટતાની શાસ્ત્રીય પરિભાષા શી હોઈ શકે? અકલેકે ‘અનુમાનાદિની અપેક્ષાએ એક વિશિષ્ટ કોટિની અર્થપ્રતીતિ’ને વિશદતાનું લક્ષણ ગયું, પરંતુ આ માનવું ‘અપરોક્ષ જ્ઞાન’ને પ્રત્યક્ષનું લક્ષણ માનીએ એના જેવું જ છે. ગંગેશે “જ્ઞાનાકરણક જ્ઞાનને તથા હેમચંદ્ર પ્રમાણાન્તરનિરપેક્ષ જ્ઞાન ને પ્રત્યક્ષના લક્ષણરૂપે આપ્યું છે, આ બન્ને લક્ષણ તત્ત્વતઃ સમાન છે પરંતુ એમને સવિકલ્પ પ્રત્યક્ષ પર લાગુ પાડવામાં મુશ્કેલી પડે છે. (જો કે ગંગેશ અને હેમચંદ્ર બન્નેય સવિકલ્પકોટિના પ્રત્યક્ષની સંભાવના સ્વીકારે છે). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001201
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year1998
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy