________________
• જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ?
૧૬૭ કરો છો પણ તેના પ્રામાણ્યને ગ્રહણ કરતા નથી કે પછી પ્રમાણજ્ઞાનને પોતાને જ ગ્રહણ કરવામાં તમે નિષ્ફળ જાવ છો? જે પ્રથમ પક્ષ સ્વીકારો તો તમે કેવી રીતે કહી શકો કે જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ જ ગૃહીત થઈ જાય છે ? કારણ કે અહીં જ્ઞાનનું પ્રામાણ્ય હોવાની લાગણી થતી હોવા છતાં તમે પ્રામાણ્યને ગ્રહણ તો કરતા નથી (નિશ્ચિતપણે જાણતા નથી). જે બીજો પક્ષ સ્વીકારો તો શંકા થાય જ કેવી રીતે ? કારણ કે તમે જેના વિશે શંકા ઊભી થવાની વાત કરો છો એ વિષયને પોતાને જ તમે ગ્રહણ કર્યો નથી. તમે કદાચ કહેશો કે ઝટ થતી પ્રચુરતર સમર્થ (સફળ) પ્રવૃત્તિનો ખુલાસો અન્યથા થઈ શકતો ન હોવાથી અમે માનીએ છીએ કે જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ છે. આની સામે અમારું કહેવું છે કે એવું નથી, ઝટ થતી પ્રચુરતર સફળપ્રવૃત્તિનો ખુલાસો બીજી રીતે પણ થઈ શકે છે. ઝટ પ્રવૃત્તિ થાય છે કારણ કે તે પ્રવૃત્તિનું કારણ ઝટ ઉપસ્થિત થાય છે, અને પ્રચુર પ્રવૃત્તિ થવાનું કારણ છે તેના કારણનું પ્રાચુર્ય. પ્રવૃત્તિનું કારણ છે ઇચ્છા, ઇચ્છાનું કારણ એ જ્ઞાને છે કે ઇચ્છિત વસ્તુ અમુક પ્રયોજન સાધવાનું સાધન છે, આ (અનુમિતિરૂપ) જ્ઞાનનું કારણ છે “પહેલાં અનુભવેલ અને પ્રસ્તુત પ્રયોજન સાધવાનું સાધન જણાયેલી કોઈ વસ્તુના જેવા જ આકારની આ વસ્તુ હોવાથી” એવા હેતુનું દર્શન, આ હેતુદર્શનનું કારણ છે ઈન્દ્રિય અને વસ્તુનો સંયોગ; આ બધાંમાં ક્યાંય આપણને પ્રસ્તુત જ્ઞાનના) પ્રામાણ્યના જ્ઞાનનો કોઈ જ ઉપયોગ નથી. અને માની લો કે પ્રામાણ્યના જ્ઞાનનો કોઈ ઉપયોગ છે તો પણ તે જ્ઞાનને સ્વતઃ શા માટે માનવું? પ્રચુરતર સફળપ્રવૃત્તિ પ્રચુરતર પ્રામાણ્યને કારણે કે પ્રચુરતર પ્રામાણ્યજ્ઞાનને કારણે છે એમ માનતાં આપણે વધારામાં એ સ્વીકારવાની કોઈ જરૂર નથી કે પ્રામાણ્યનું જ્ઞાન સ્વતઃ થાય છે. પાણીને અનુલક્ષી તરસ્યા માણસની પ્રવૃત્તિ ઝટ થાય છે અને તે પ્રચુરતર સફળપ્રવૃત્તિ હોય છે એ હકીકતમાંથી એ ફલિત ન થાય કે જે પ્રત્યક્ષનો વિષય પાણી છે તે જ પ્રત્યક્ષનો વિષય પાણીની તરસ મટાડવાની શક્તિ પણ છે." - ઉદયનનો મુદ્દો સ્પષ્ટ છે. જેમ પાણી તરસ મટાડે છે કે નહિ એ તમે માત્ર પાણીને જાણીને જ કદી ન જાણી શકો પરંતુ પાણીને પીધા પછી અને એ તરસ મટાડે છે એ અનુભવ્યા પછી જ તમે જાણી શકો કે પાણી તરસ મટાડે છે તેમ જ્ઞાન પ્રમાણ છે કે અપ્રમાણ એ તમે માત્ર જ્ઞાનને જાણીને જ ન જાણી શકો (સ્વતઃ ન જાણી શકો) પરંતુ પ્રવૃત્તિનો આશરો લીધા પછી જ અને પ્રવૃત્તિના રિપોર્ટ ઉપરથી યોગ્ય અનુમાન કરીને પછી જ જાણી શકો કે તે જ્ઞાન પ્રમાણ છે કે અપ્રમાણ. જ્ઞાનને પ્રવૃત્તિમાં મૂક્યા પહેલાં તમારે તમારું એ જ્ઞાન પ્રમાણ છે એ જાણવાની જરૂર નથી. જ્ઞાનને આધારે થતી ઉત્તરવર્તી પ્રવૃત્તિ જ પુરવાર કરશે કે તમારું એ જ્ઞાન પ્રમાણ છે કે અપ્રમાણ. (ઉપરની ચર્ચામાં જ્ઞાનનું અપ્રામાણ્ય સફળ પ્રવૃત્તિ ઉત્પન્ન કરવાની તેની નિષ્ફળતા ઉપરથી અનુમતિ થાય છે એવો મત આપણે ભાદૃ મીમાંસકોનો ગયો છે. એક રીતે આ તેમના તરફ કંઈક ઉદારતા બતાવી ગણાય, કારણ કે સાચું કહીએ તો તેઓ જ્ઞાનને દૂષિત કરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org