________________
૧૫૮
ભારતીય તત્ત્વજ્ઞાન મીમાંસકના ઉપર ઠસાવે છે કે જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ નથી પણ પ્રવૃત્તિને આધારે તેની કસોટી કરવી પડે છે. અને ન્યાયવશેષિક વિરુદ્ધ મીમાંસકના સ્વતઃ પ્રામાણ્ય પરતઃ પ્રામાણ્યના વિવાદ સંબંધમાં બૌદ્ધ તાર્કિક દેખીતી રીતે નિર્લેપ રહે છે.
૬. આમ ન્યાયવૈશેષિક તાર્કિક અને બૌદ્ધ તાર્કિકો અનુસાર જે જ્ઞાન સફળ પ્રવૃત્તિ ભણી લઈ જાય તે પ્રમાણ પુરવાર થાય અને જે જ્ઞાન સફળ પ્રવૃત્તિ ભણી લઈ જવામાં નિષ્ફળ જાય તે અપ્રમાણ પુરવાર થાય. અને આ મત મીમાંસકો સામે તકાયેલો છે જેઓ પ્રતિપાદન કરે છે કે જ્યાં સુધી જ્ઞાન અપ્રમાણ પુરવાર ન થાય ત્યાં સુધી પ્રમાણ જ છે. સંસ્કૃતમાં કહેવાની રીતનો ઉપયોગ કરી કહીએ તો ભાદ્ર મીમાંસકો માને છે કે જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ છે પણ એનું અપ્રામાણ્ય પરતઃ છે,
જ્યારે ન્યાયવૈશેષિક તાર્કિકો અને બૌદ્ધ તાર્કિકો પ્રામાણ્ય અને અપ્રામાણ્ય બંનેને પરતઃ માને છે. તેથી આપણે ન છૂટકે એ નિર્ણય ઉપર આવવું પડે છે કે જ્યારે સર્વદર્શનસંગ્રહકાર માધવાચાર્ય એ મતલબનો શ્લોક ટકે છે કે મીમાંસક અનુસાર પ્રામાણ્ય સ્વતઃ છે અને અપ્રામાણ્ય પરત છે, બૌદ્ધ તાર્કિક અનુસાર અપ્રામાણ્ય સ્વતઃ છે અને પ્રામાણ્ય પરતઃ છે, અને ન્યાયવૈશેષિક અનુસાર પ્રામાણ્ય અને અપ્રામાણ્ય બંને પરતઃ છે ત્યારે તેઓ (જ્યાં સુધી બોદ્ધ તાર્કિકને લાગે વળગે છે ત્યાં સુધી) અપ્રમાણભૂત વચનને સાચું માનીને ચાલે છે. હકીકતમાં, જેનું એક માત્ર કામ પ્રમાણનાં સ્વરૂપ, કારણો અને સાધનોની વિચારણા કરવાનું છે તે તાર્કિક માટે બધાં જ જ્ઞાનો સ્વતઃ અપ્રમાણ છે એ મત સ્વીકારવો શક્ય નથી. આ મત ખરેખર તો મર્મીઓએ અને જગતમિથ્યાવાદીઓએ પ્રવર્તાવ્યો છે અને બૌદ્ધ પરંપરામાં પણ મર્મીઓ અને જગતમિથ્યાવાદીઓ અવશ્ય હતા જ, પરંતુ તેમને તર્કશાસ્ત્રનું પ્રતિનિધિત્વ કરનાર બૌદ્ધ તાર્કિકો ન ગણી શકાય (જ્યારે માધવાચાર્યનો સંદર્ભ માધવાચાર્યને બૌદ્ધ તાર્કિકનો નિર્દેશ કરવાનું દબાણ કરે છે). એ હકીકત છે કે સ્વતઃ પ્રામાણ્ય પરતઃ પ્રામાણ્યનો વિવાદ મોટે ભાગે મીમાંસા અને ન્યાયવૈશેષિક વર્તુળોમાં સીમિત હતો જેથી બીજા તત્ત્વચિંતકો તેમાં પક્ષકાર બનવાની પોતાની ફરજ છે એમ માનતા ન હતા, અને માધવાચાર્યની શરતચૂક માટે કે પોતે ટકલ વચનને સાચું માની લેવાની ભૂલ માટે કંઈક અંશે આ હકીકત જવાબદાર છે. (હકીકતમાં, વર્ણવેલ પરિસ્થિતિને પરિણામે માધવાચાર્યે ટકેલ વચન બૌદ્ધ મતની કેવળ કલ્પના કરે છે. સાંખ્ય અનુસાર પ્રામાણ્ય અને અપ્રામાણ્ય બંને સ્વતઃ છે એવા વિધાનથી આ વાતને સમર્થન મળે છે. સાંખ્ય ઉપર ચઢાવાયેલો મત સાવ અશક્ય નહિ તો પણ વિચિત્ર છે અને કોઈ સાંખ્ય ગ્રંથમાં જોવા મળતો નથી.) અલબત્ત, આ પ્રશ્નને સ્પર્શ કરતા બૌદ્ધ ગ્રંથો સાવ જ નથી એવું નથી, અને તે ગ્રંથોમાંથી સ્પષ્ટ થાય છે કે ન્યાયશેષિક તાર્કિકોની જેમ જ બૌદ્ધ તાર્કિકો પણ સ્વીકારે છે કે જ્ઞાનનું પ્રામાણ્ય કે અપ્રામાણ્ય તે જ્ઞાન સફળ પ્રવૃત્તિમાં પરિણમે છે કે નહિ તેના ઉપર આધાર રાખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org