________________
૧૫૨
ભારતીય તત્ત્વજ્ઞાન જ્ઞાન વડે પ્રસ્તુત જ્ઞાન બાધિત થયું છે એ દર્શાવીને. ઉદાહરણાર્થ, ઇન્દ્રિય આંખને ઝાંખપ છે, સ્થળ અપૂરતા ઉજાસવાળું છે, વગેરે દર્શાવીને કે જોયેલ પદાર્થને એકાએક હાથમાં લેતાં કરડતો નથી એ દર્શાવીને દોરડામાં સાપનું જ્ઞાન ભ્રાન્ત છે એ પુરવાર કરાય છે. પરંતુ આપણે ભાદ્રોને ધારદાર પ્રશ્ન પૂછવો જોઈએ : શું દોરડામાં સાપનું આપણને થતું જ્ઞાન જ્યાં સુધી ભ્રાન્ત પુરવાર ન થાય ત્યાં સુધી સાચે જ પ્રમાણ છે કે આપણને પ્રમાણ લાગે છે? જો તે સાચે જ પ્રમાણ હોય તો પછીની કોઈ ઘટના તેને અપ્રમાણ યા બ્રાન્ડ બનાવી ન શકે. અને જો તે માત્ર પ્રમાણ લાગતું હોય તો તેને ‘પ્રમાણ” કહેવાનો કે “હંગામી પ્રમાણ” કહેવાનો કોઈ અર્થ નથી. આ સંદર્ભમાં હંગામી પ્રમાણ કેવળ વાવ્યભિચાર છે.
૪. એ સભાગ્ય છે કે કોઈ ભારતીય તાર્કિક મીમાંસકોની - કુમારિલ જેવાની - તચાતુરીથી દોરવાયો નહિ. વળી, પ્રભાકરને વળોટીને કુમારિલ જે ચાલ ચાલ્યા તે સાચી દિશામાં હતી. જો પ્રયુક્ત ઇન્દ્રિય દોષવાળી છે એ દર્શાવવામાં આવે કે પ્રસ્તુત જ્ઞાન પછીના જ્ઞાનથી બાધ પામે છે એ દર્શાવવામાં આવે તો ભ્રાન્ત યા અપ્રમાણ જ્ઞાન તેવું (અર્થાત્ બ્રાન, અપ્રમાણ) પુરવાર થાય છે – આ મત ભાટ્ટોના ઉપર જણાવેલા મતનું જરાક પરિવર્તિત રૂપ છે. ભાદ્રોને ભય હતો કે પછીના પ્રમાણ જ્ઞાન વડે બાધિત થવાનો ભય જેને ન હોય તે જ જ્ઞાનને પ્રમાણ ગણવામાં આવે તો પ્રમાણ જ્ઞાનની પ્રાપ્તિ અસંભવ બની જાય, કારણ કે તેમણે વિચાર્યું કે એવી કોઈ ખાતરી ન હોઈ શકે કે પછી થનારું જ્ઞાન વર્તમાનમાં થયેલ આપણા કોઈ પણ જ્ઞાનને બાધિત કરશે નહિ. તેથી તેમને બતાવી આપવું જોઈએ કે કેટલાંક જ્ઞાનો એવાં છે જેમને બોધિત થવાનો ભય નથી જ. ટૂંકમાં, તેમને ઠસાવવું જોઈએ કે જાગતા સામાન્ય માણસની વિષયને અનુલક્ષી થતી પ્રવૃત્તિ જ તે વિષયના જ્ઞાનના પ્રમાણ્યની અંતિમ કસોટી છે. આ જ વસ્તુ ન્યાયવૈશેષિક તાર્કિકોએ મીમાંસકને તત્ત્વતઃ કહી છે. ન્યાયવૈશેષિક તાર્કિકો સર્વ જ્ઞાનો સ્વતઃ પ્રમાણ છે એ મીમાંસક મતની વિરુદ્ધ છે. આથી જયંત ભટ્ટ દલીલ કરે છે : ‘તમે અમને તૈયાયિકોને પૂછો છો કે સફળ પ્રવૃત્તિના જ્ઞાનની મૂળ પહેલા જ્ઞાનથી (અમારા નિયાયિકોના મતે જે જ્ઞાનના પ્રામાણ્યની પરીક્ષા સફળ પ્રવૃત્તિના જ્ઞાન દ્વારા કરવામાં આવી છે તે જ્ઞાનથી) શી વિશેષતા છે? અને તમારી મીમાંસકોની દલીલ છે કે સફળ પ્રવૃત્તિના જ્ઞાનના પ્રામાણ્યના નિશ્ચય માટે બીજા જ્ઞાનની અપેક્ષા માનતાં તો અનવસ્થા થાય જ. અમારો નૈયાયિકોનાં • ઉત્તર છે કે આ તમારી મીમાંસકોની વાત કેવળ અસંબદ્ધ પ્રલાપ છે કારણ કે તે સકળ પ્રાણીઓના અનુભવની સાક્ષીએ ચાલતા વ્યવહારની વિરોધી છે. એનું કારણ એ છે કે સફળ પ્રવૃત્તિના જ્ઞાનના પ્રામાણ્યની પરીક્ષાની આવશ્યક્તા જરા પણ નથી.. અથવા તો અમે મૈયાયિકો એ પણ સ્વીકારી લઈએ છીએ કે સફળ પ્રવૃત્તિના જ્ઞાનમાં વિશેષતાનું દર્શન થવાથી તેના પ્રામાણ્યનો નિશ્ચય થાય છે. મીમાંસક અમને પૂછશે કે આ વળી કઈ વિશેષતા છે? અમારો નૈયાયિકોનો જવાબ છે કે જળ વિશેની સફળ પ્રવૃત્તિના જ્ઞાનમાં જે વિશેષતા છે તે છે શરીરશોચ, આચમન, નિમજ્જન, દેવ-પિતૃતર્પણ, વસ્ત્રપ્રક્ષાલન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org