SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ભારતીય તત્વજ્ઞાન અન્ય કેટલીક મહત્વની સમસ્યાઓ ઇન્દ્રિયજન્ય ફાનમાં ઇન્દ્રિયાર્થસન્નિકર્ષથી શરૂ થઈ નિશ્ચયાત્મક જ્ઞાન સુધીની ભૂમિકાઓ આવે છે. તેમાં મુખ્યત્વે જ્ઞાનની બૅભૂમિકાઓ છે. પ્રથમ ભૂમિકા એ છે કે જેમાં પૂર્વાપરાનુસંધાન, સ્મૃતિ, વિચાર(વિકલ્પ, thought)નો સ્પર્શ પણ નથી. એટલું જ નહિ, તેનામાં શબ્દસંસર્ગની યોગ્યતા પણ નથી. આને નિર્વિકલ્પક જ્ઞાન કહેવામાં આવે છે. બીજી ભૂમિકા એ છે કે જેમાં પૂર્વાપરાનુસંધાન, સ્મૃતિ અને વિચારનો પ્રવેશ છે. તેથી તે શબ્દસંસૃષ્ટ છે યા શબ્દસંસર્ગની યોગ્યતા ધરાવે છે. આને સવિકલ્પક જ્ઞાન કહેવામાં આવે છે. બૌદ્ધ તાર્કિકો નિર્વિકલ્પક જ્ઞાનને જ પ્રત્યક્ષપ્રમા તરીકે સ્વીકારે છે, સવિકલ્પક જ્ઞાનને પ્રત્યક્ષપ્રમા તરીકે સ્વીકારતા જ નથી. એથી ઊલટું જેને તાર્કિકો સવિકલ્પક જ્ઞાનને જ પ્રત્યક્ષપ્રમા તરીકે સ્વીકારે છે, નિર્વિકલ્પક જ્ઞાનને પ્રત્યક્ષપ્રમા તરીકે સ્વીકારતા નથી. બાકીના ન્યાયવૈશેષિક વગેરે દર્શનોની છેવટે સ્થિર થયેલી માન્યતા અનુસાર નિર્વિકલ્પક અને સવિકલ્પક બંને જ્ઞાનો પ્રત્યક્ષપ્રમા છે. આ ત્રણ વર્ગોએ પોતાના મતના સમર્થનમાં અને અન્ય પક્ષોના ખંડનમાં કરેલી દલીલો રસપ્રદ છે. વળી, નિર્વિકલ્પક જ્ઞાનની બાબતમાં પ્રામાણ્ય-અપ્રામાણ્યનો પ્રશ્ન ઊઠી શકે ખરો? બીજા શબ્દોમાં, નિર્વિકલ્પક જ્ઞાનમાં ભ્રાન્તિ સંભવે ? આ પ્રશ્નની ચર્ચા પણ ભારતીય દાર્શનિકોએ કરી છે. અહીં એ નોંધવું રસપ્રદ થશે કે કેવળ નિર્વિકલ્પક જ્ઞાનને જ પ્રત્યક્ષપ્રમા તરીકે સ્વીકારનાર દિગ્રાગે પોતે આપેલ પ્રત્યક્ષલક્ષણમાં ‘અભ્રાન્ત’પદને સ્થાન આપ્યું ન હતું, પરંતુ ઉત્તરકાળે બૌદ્ધ તાર્કિક ધમકીર્તિએ તેને પ્રત્યક્ષલક્ષણમાં દાખલ કર્યું અને પ્રત્યક્ષબ્રાન્તિઓનાં દૃષ્ટાન્તો પણ આપ્યાં. ભારતીય તાર્કિકોએ અનુમાનવિચારણામાં વ્યાતિગ્રહણની સમસ્યાનો વિસ્તારથી વિચાર કર્યો છે. કેટલાંક સ્થાને અને કેટલાક કાળે અમુક વસ્તુનું અમુક વસ્તુ સાથેનું સાહચર્ય જોઈ સર્વ સ્થળે અને સર્વ કાળે તે વસ્તુનું તે વસ્તુ સાથે નિયત સાહચર્ય છે એવું જ્ઞાન આપણને કેવી રીતે થાય છે ? વ્યાતિગ્રહણની સમસ્યા એ જ આગમન(induction)ની સમસ્યા છે. આ સમસ્યાની ચર્ચા દરેક ભારતીય દર્શનમાં ઊંડાણથી થયેલી છે. ૧૧ શબ્દની બાબતમાં અનેક સમસ્યાઓનો વિચાર કરવામાં આવ્યો છે-શબ્દ નિત્ય છે કે અનિત્ય, શબ્દનો અર્થ શું છે, સામાન્ય સતુ છે કે અસતુ, શબ્દ અને અર્થનો સંબંધ નિત્ય (સ્વાભાવિક છે કે સતકૃત, શબ્દના અક્ષરો (ધ્વનિઓ) ક્ષણિક હોઈ આખા શબ્દનું જ્ઞાન કેવી રીતે થાય છે, વાક્ય સામાન્યતઃ અનેક પદોનું બનેલું હોઈ વાક્યગત પદો વાક્યર્થનું જ્ઞાન કરાવે છે કે તે પદોના અર્થો વાક્યર્થનું જ્ઞાન કરાવે છે, ઈત્યાદિ. કુમારિલનો મત છે કે પદના અર્થો વાષાર્થનું જ્ઞાન કરાવે છે. નૈયાયિકો કહે છે કે પદો જ વાક્યર્થનું જ્ઞાન કરાવે છે કારણ કે પદોમાં અભિધાશક્તિ ઉપરાંત તાત્પર્યશક્તિ પણ છે. વાક્ય અને વાક્યર્થ વચ્ચે શો સંબંધ છે એ બાબતે પ્રભાકર જણાવે છે કે અભિધાતુ-અભિધેય (denoter-denoted) સંબંધ આખા વાક્ય અને વાક્યર્થ વચ્ચે છે. આ અવિતાભિધાનવાદનું સ્વારસ્ય છે. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001201
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year1998
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy