________________
',
જ્ઞાનવિષયક સમસ્યાઓ
૧૪૫
આ ચાર સાથે પાંચમું અર્થપત્તિપ્રમાણ સ્વીકારે છે. ભાટ્ટ મીમાંસકો અને વેદાન્તીઓ આ પાંચ ઉપરાંત છઠ્ઠું અભાવપ્રમાણ (અનુપલબ્ધિપ્રમાણ) માને છે. પૌરાણિકો આ છ પ્રમાણોમાં સંભવપ્રમાણ (probability) અને ઐતિહ્મપ્રમાણ (tradition) એ બે ઉમેરે છે.”॰ મણિમેખલાઈમાં કહ્યું છે કે વેદવ્યાસ, મૃતકોટિ અને જૈમિનિ અનુસાર કુલ દસ પ્રમાણો છે. અહીં આપણને બે નવાં પ્રમાણોનાં નામ મળે છે-સ્વાભાવપ્રમાણ અને પરિશેષપ્રમાણ. આ ગ્રંથકારોએ સ્વીકારેલાં બે નવાં પ્રમાણો એ બીજાઓએ સ્વીકારેલા બે અનુમાનપ્રકારો છે-સ્વભાવાનુમાન અને રોષવત્ અનુમાન. શેરખાવ્સ્કી નોધે છે કે ચરકના અનુયાયીઓ પ્રમાણસંખ્યા અગીઆર સુધી વધારે છે. જૈન તાર્કિકો એ જ પ્રમાણો સ્વીકારે છે-પ્રત્યક્ષ અને પરોક્ષ. ૩
ક
..
પ્રમાણોની સંખ્યાનું નિયામક
*
અહીં એ પ્રશ્ન સ્વાભાવિકપણે ઉપસ્થિત થાય છે કે પ્રમાણોની ભિન્ન ભિન્ન સંખ્યાના નિયામક ભિન્ન ભિન્ન નિયમો ક્યા છે ? બીજા શબ્દોમાં, અમુક દર્શન પ્રમાણોની અમુક જ સંખ્યા માનવા માટે શું કારણ આપે છે. દિગ્વાગ, ધર્મકીર્તિ અને તેમના અનુયાયી બૌદ્ધ તાર્કિકો કહે છે કે જેટલા પ્રમેયોના પ્રકારો છે તેટલા જ પ્રમાણોના પ્રકારો છે. બૌદ્ધ મતે પ્રમેયો બે જ પ્રકારનાં છે - સજાતીયવિજાતીયવ્યાવૃત્ત વિરોષ (સ્વલક્ષણ) અને અતઠ્યાવૃત્તિરૂપ સામાન્ય (સામાન્યલક્ષણ). સ્વલક્ષણગ્રાહી પ્રત્યક્ષ છે. જ્યારે સામાન્યલક્ષણગ્રાહી અનુમાન છે. મીમાંસકો પ્રમેયપ્રકારભેદ ઉપરાંત કારણસામગ્રીપ્રકારભેદને પણ પ્રમાણસંખ્યાનું નિયામક કારણ ગણે છે.નૈયાયિકો પ્રેમયપ્રકારભેદ અને . કારણસામગ્રીપ્રકારભેદ ઉપરાંત ફળપ્રકારભેદને પણ પ્રમાણપ્રકારભેઠનું કારણ માને છે. જૈન તાર્કિકો જણાવે છે કે પ્રમાાનપ્રકારભેદ (અર્થાત્ ફળપ્રકારભેદ) જ પ્રમાણપ્રકારભેઠનું નિયામક કારણ છે. પ્રમાજ્ઞાનને બે સ્વભાવોમાંથી કોઈ એક સ્વભાવ હોય છે-વૈશઘસ્વભાવ યા વૈશઘસ્વભાવ. તેથી પ્રમાજ્ઞાનના સાધકતમ કારણરૂપ પ્રમાણો પણ બે જ છે-પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષપ્રમારૂપ જ્ઞાન વિશદ છે અને તેનું જનક પ્રમાણ પ્રત્યક્ષપ્રમાણ છે, જ્યારે પરોક્ષપ્રમારૂપ જ્ઞાન અવિશદ છે અને તેનું જનક પ્રમાણ પરોક્ષપ્રમાણ છે.” પ્રમાણાન્તર્ભાવ
જેઓ બીજાઓએ સ્વીકારેલાં પ્રમાણો કરતાં ઓછાં પ્રમાણો સ્વીકારે છે તેઓને એ પ્રશ્નોનો જવાબ આપવો પડે છે-(૧) શું તેઓએ ન સ્વીકારેલાં પ્રમાણો પ્રમાણો જ નથી ? (૨) જો તેઓ પ્રમાણ હોવા છતાં સ્વતંત્ર પ્રમાણો ન હોય તો તેમનો અન્તર્ભાવ તેઓ સ્વીકૃત ક્યા પ્રમાણમાં કરે છે ? ચાર્વાકોને મતે પ્રત્યક્ષ એક જ પ્રમાણ છે, બીજાઓએ સ્વીકારેલાં અન્ય પ્રમાણો પ્રમાણો જ નથી. બૌદ્ધો શબ્દપ્રમાણનો સમાવેશ અનુમાનપ્રમાણમાં કરે છે. ઉપમાનને તેઓ સ્મૃતિરૂપ જ માને છે અને સ્મૃતિ તેમને મતે અપ્રમાણ હોઈ ઉપમાનને તેઓ પ્રમાણ જ માનતા નથી.૮ ઉપરાંત, અર્થા૫ત્તિને અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org