________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર
૧૦૯ અસ્કૃષ્ટ રહે છે. ઘણીવાર રામાનુજે ઈશ્વરને અંશી અને ચિત-અચિત્ને તેના અંશો કહ્યા છે. પરંતુ અંશોના દોષોથી અંશી અસ્પષ્ટ કેવી રીતે રહી શકે ? એવો પ્રશ્ન રામાનુજને કરવામાં આવતાં તેમાં રહેલી મુશ્કેલીઓનો ખ્યાલ આવવાથી રામાનુજ કેટલીક વાર આ અંશ-અંશીના દષ્ટાન્તને આપવાનું ટાળ્યું છે. આમ ચિટૂ-અચિત્ નિત્ય તથા સ્વતન્ત પદાર્થ હોવા છતાં ઈશ્વરથી પૃથક તેમનું અસ્તિત્વ સિદ્ધ નથી. તેથી તેમના ઈશ્વર સાથેના સંબંધનું નામ “અમૃથસિદ્ધિ છે. પરમ તત્ત્વ તો એક જ છે અને તે છે ચિ-અચિરૂપ શરીરવાળો ઈશ્વર. ઈશ્વર એક જ છે. તેના જેવો બીજો કોઈ ઈશ્વર નથી અને તેનાથી અતિરિક્ત કોઈ વસ્તુ યા તત્ત્વ નથી. તેથી તેની બાબતમાં સજાતીયથી તેનો ભેદ કે વિજાતીયથી તેનો ભેદ સંભવતો નથી. પરંતુ તેનામાં સ્વગત ભેદ છે, કારણ કે તેની અંદર સમાવિષ્ટ છે એકબીજાથી ભિન્ન એવા તેના બે અંશો ચિત્ અને અચિત્. - ઈશ્વરનો અચિત્ અંશ પ્રકૃતિ છે. પ્રકૃતિ ભૌતિક યા જડ પદાર્થોનું મૂળ ઉપાઠાનકારણ છે. ઈશ્વર તેનો નિયામક છે, અન્તર્યામી છે. પ્રલય દરમ્યાન પ્રકૃતિ સૂક્ષ્મ અને અવિભક્ત રૂપમાં હોય છે. ઈશ્વર જીવોનાં પૂર્વ સર્ગમાં કરેલાં કર્મોને લક્ષમાં રાખીને સૂક્ષ્મ અને અવિભક્ત પ્રકૃતિમાંથી ચિત્રવિચિત્ર પદાર્થોવાળું જગત સરજે છે. આમ જગત ઈશ્વરપ્રેરિત ઈશ્વરભૂત સૂક્ષ્મ પ્રકૃતિનો વાસ્તવિક પરિણામ છે. પરંતુ વાસ્તવિક જગતના વાસ્તવિક પદાર્થોની સ્થિતિ ઈશ્વરથી પૃથફ નથી, કારણ કે જો જગતના પદાર્થોનું મૂળ કારણ પ્રકૃતિ, જે ઈશ્વરનો અચિત્ અંશ છે તે, ઈશ્વરથી પૃથફ અસ્તિત્વ ધરાવતી ન હોય તો તે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા જગતના પદાર્થો કેવી રીતે ઈશ્વરથી પૃથફ અસ્તિત્વ ધરાવી શકે ?
ચિત્ (જીવ) અને અચિત્ (જડ તત્ત્વયા પ્રકૃતિ) બંને નિત્ય પદાર્થ છે. તેથી સૃષ્ટિ અને પ્રલયનો અર્થ અનુક્રમે થશે ચૂળરૂપ ધારણ કરવું તે અને સૂક્ષ્મ રૂપ ધારણ કરવું તે. પ્રલયકાળ દરમ્યાન ચિત્ અને અચિત્ સૂક્ષ્મ રૂપમાં હોય છે. એટલે તે વખતે ઈશ્વર સૂક્ષ્મચિઅચિવિશિષ્ટ હોય છે, જેને કારણાવસ્થ બ્રહ્મ' કહે છે. સૃષ્ટિ દરમ્યાન ચિત્ અને અચિત્ સ્થૂળ રૂપમાં હોય છે. એટલે તે વખતે ઈશ્વર પૂલચિઅચિવિશિષ્ટ હોય છે, જેને કાર્યાવસ્થ બ્રહ્મ કહે છે. આમ એવો કોઈ પણ કાળ નથી જ્યારે બ્રહ્મ ચિઅચિવિશિષ્ટ ન હોય. બ્રહ્મ એક જ છે, બ્રહ્મનું અદ્વૈત છે, પરંતુ તે અદ્વૈત
સઠાતન ચિઅચિવિશિષ્ટ બ્રહ્મનું છે. માટે, આ મતને વિશિષ્ટાદ્વૈત’ નામ મળ્યું છે. આ ચિતઅચિવિશિષ્ટ બ્રહ્મ જ ઈશ્વર છે.૧૯૪
- | રામાનુજ સ્વીકારે છે કે ઈશ્વર માયાનો ધારક (માયિન) છે. પરંતુ અહીં માયા શબ્દનો અર્થ છે વાસ્તવિક વિચિત્ર પદાર્થોને સર્જવાની ઈશ્વરની અગમ્ય શક્તિ, અથવા અચિત્ તત્ત્વ પ્રકૃતિ, અથવા તો આ પ્રકૃતિની અદ્ભુત સર્જનશક્તિ.૧૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org