________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર ઇચ્છાનો મહત્ત્વનો અતિશય કેમ ન ગણવો? આવી ઇચ્છા માનતાં સર્વવિષયક નિત્ય જ્ઞાનની કોઈ જરૂર રહેતી નથી. એટલે ઈશ્વરમાં કેવળ ઇચ્છા માનનારનો મત પણ ઘટી શકે છે. પ્રશસ્તપાદ મહેશ્વરમાં કેવળ સંકલ્પ જ માને છે, મહેશ્વરના સંકલ્પને જ્ઞાનની કોઈ જાતની અપેક્ષા નથી.
ઉત્તરકાલીન ન્યાયવૈશેષિક ઈશ્વસ્વાદનું જૈન અને બૌદ્ધ ચિંતકોએ ખંડન કર્યું છે. ધર્મકીર્તિએ પ્રમાણવાર્તિકમાં, શાન્તરક્ષિતે તત્ત્વસંગ્રહમાં, કલ્યાણરક્ષિતે ઈશ્વરભંગકારિકામાં અને જ્ઞાનશ્રીમિત્રે ઈશ્વરસંક્ષેપદૂષણમાં આ ઈશ્વરવાદનું ખંડન કર્યું છે. આ બધા બૌદ્ધ ચિંતકો છે. હરિભદ્ર પદનસમુચ્ચયમાં અને શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં, હેમચંદ્ર અન્યયોગવ્યવચ્છેદઢાત્રિશિકામાં, ગુણરત્નસૂરિએ પદર્શનસમુચ્ચયટીકા તરહસ્યદીપિકામાં અને મલ્લિષેણસૂરિએ સ્યાદ્વાદમંજરીમાં આ વાતનું ખંડન કર્યું છે. આ જન આચાર્યો છે, આ સિવાય પણ અનેક જૈન-બૌદ્ધ ગ્રંથોમાં આ વાદનું ખંડન મળી શકે છે. તદ્ગત મુખ્ય તર્કોનું નિરૂપણ હવે કરીએ છીએ.
(૧) વિના વાવ્ય ઊગી નીકળનાર તૃણ, જંગલી વૃક્ષ, પહાડી છોડ વગેરે અવયવવાળા હોવાથી કાર્ય તો અવશ્ય છે પરંતુ એમને કોઈ બુદ્ધિમાન બનાવ્યા નથી. તેથી કાર્ય–હેતુ અનેકાતિક છે. જગતમાં બે પ્રકારનાં કાર્યો હોય છે-કેટલાંક તો બુદ્ધિમાન વડે બનાવાય છે જેમકે ઘટ વગેરે, પરંતુ કેટલાંક એવાં પણ હોય છે જેમને બુદ્ધિમાને ઉત્પન્ન કર્યા હોતા નથી પણ તેઓ આપોઆપ કુદરતી રીતે જ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે જેમકે વિના વાગ્યે ઉગનાર જંગલી ઘાસ વગેરે. આ જંગલી ઘાસ વગેરેનો પણ પક્ષમાં સમાવેશ કરવો અર્થાત્ એમને પણ ઈશ્વરનિર્મિત કહેવાં ઉચિત નથી; કારણ કે જે વસ્તુથી હેતુનો વ્યભિચાર બતાવવામાં આવ્યો હોય તે જ વસ્તુને પક્ષમાં દાખલ કરી દેવાનો રસ્તો અપનાવવામાં આવે તો કોઈ પણ હેતુ વ્યભિચારી નહીં બની શકે. તેથી જે પદાર્થથી વ્યભિચાર દેવામાં આવે તેને પક્ષમાં દાખલ કરી દેવાની પરીપાટી કોઈ પણ રીતે ઉચિત નથી. ૫૮.
(૨) જેમ અગ્નિને શીત સિદ્ધ કરવા આપવામાં આવેલ દ્રવ્યત્વહેતુ અગ્નિને ગરમ જાણનારા પ્રત્યક્ષથી બાધિત છે તેમ જંગલી ઘાસ વગેરેને બુદ્ધિમત્કર્તક સિદ્ધ કરવા આપવામાં આવેલ કાર્ય–હેતુ જંગલી ઘાસ વગેરેમાં બુદ્ધિમાન કર્તાનો અભાવ જાણનાર પ્રત્યક્ષથી બાધિત છે. જંગલી ઘાસ વગેરેમાં કર્તા અદશ્ય હોવાને કારણે તેની અનુપલબ્ધિ માનવી તો બિલકુલ કપોલકલ્પના જ છે, કારણ કે ત્યાં અદશ્ય કર્તાનો સદ્ભાવ પુરવાર કરવો જ મુશ્કેલ છે. તમે જ બતાવો કે જંગલી ઘાસમાં અદશ્ય કર્તા આ અનુમાનથી સિદ્ધ થાય છે કે બીજા કોઈ પ્રમાણથી? જો આ કાર્યત્વહેતુવાળા અનુમાનથી કર્તાની સિદ્ધિનો પ્રયત્ન કરશો તો ચકદોષ આવશે. જ્યાં ત્રણ કે ત્રણથી અધિક પદાર્થોની સિદ્ધિ એકબીજીને અધીન થઈ જાય છે ત્યાં ચકદોષ આવે છે. જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org