________________
72
જ વાત તેના વર્ણપટ દ્વારા સમજાવી શકાય છે.
પ્રકાશના વેગ કરતાં વધુ વેગવાળા પદાર્થોમાં બ્લૅક હોલ્સ આવે છે. આમાં જેમ તે પદાર્થનો વેગ વધુ તેમ બ્લેક હોલ્સનું દૃશ્યમાન સ્વરૂપ નાનું હોય છે અને વેગ જેમ ઓછો તેમ બ્લેક હોલ્સનું દૃશ્યમાન સ્વરૂપ મોટું હોય છે. આ એક મારી પોતાની અંગત માન્યતા છે. અવકાશી પદાર્થોમાંથી નીકળતાં વિકિરણો અથવા પ્રકાશને ઝીલી લઈ, તેના વર્ણપટની તસ્વીરો મેળવી તેના વિશ્લેષણ-પૃથક્કરણ દ્વારા દૃશ્ય-અદૃશ્ય અવકાશી પદાર્થોનો વેગ જાણી શકાય છે.
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો
જો અવકાશી પદાર્થ પૃથ્વીથી/આપણાથી દૂર જતો હોય તો વર્ણ-પટ (spectrum) માં ઊભી ઘેરી રેખાઓ જમણી ત૨ફ ખસેલી જણાય છે. જેને રેડ શિફ્ટ (red shift) કહે છે અને જો તે પદાર્થ પૃથ્વીની નજીક આવતો હોય તો વર્ણપટમાં ઊભી ઘેરી રેખાઓ ડાબી તરફ ખસેલી જણાય છે. જેને બ્લ્યૂ શિફ્ટ (blue shift) કહે છે. આ બંને પ્રકારની ઘટનાને ભૌતિકશાસ્ત્રમાં ડોપ્લર ઇફેક્ટ (Doppler effect) અથવા ધ ડોપ્લર શિફ્ટ (The Doppler shift) કહે છે.43
બ્લેક હોલ્સ, વ્હાઇટ ડ્વાર્ફ અને ન્યૂટ્રોન સ્ટાર માટે પણ આવા જ વિભિન્ન વર્ણપટો મળે છે. વિજ્ઞાનીઓ તેના અભ્યાસ દ્વારા તે પદાર્થોનો વેગ નક્કી કરે છે. દૂરના અવકાશી પદાર્થોમાંથી, તેમાંય ખાસ કરીને બ્લૅક હોલ્સમાંથી આવતા સંકેતો જે રેડિયો ટેલિસ્કોપ દ્વારા ઝીલવામાં આવે છે, તેમાં એક જ પદાર્થમાંથી આવતા બે સંકેતો વચ્ચે થોડો સમયગાળો હોય છે. આવા પ્રકાશ કરતાં વધુ વેગવાળા પદાર્થોનો વેગ જેમ વધુ તેમ, બે સંકેતો વચ્ચેનો સમયગાળો વધુ હોય છે. અને વેગ જેમ ઓછો તેમ બે સંકેતો વચ્ચેનો સમયગાળો ઓછો હોય છે કેટલાક પલ્સાર્સ, જે શ્યામગર્તમાં રૂપાંતર પામેલા દેખાય છે. તેમાંથી પ્રાપ્ત થતા બે સંકેતો વચ્ચેનો સમયગાળો 0.3 સેકંડથી લઈને 1.5 સેકંડ સુધીનો હોય છે. “ મારી ગણતરી પ્રમાણે આ શ્યામગો પ્રકાશ કરતાં વધુ વેગથી પૃથ્વીથી દૂર જાય છે. 0.3 સેકંડના સમયગાળાવાળા શ્યામગર્તનો વેગ 3,90,000 કિમી/સેકંડ હોઈ શકે છે. જ્યારે 1.5 સેકંડના સમયગાળાવાળા શ્યામગર્તનો વેગ 7,50,000 કિમી/સેકંડ હોઈ શકે છે. આ સાથે તેના દ્વારા મળતા વર્ણપટમાં પણ રેડ શિફ્ટ વધતી-ઓછી હોઈ શકે છે.
ખ-ભૌતિકશાસ્ત્રના આ અતિગહન અને ગાણિતિક વિષયમાં અત્યારે તો મેં માત્ર જૈનદર્શનના સિદ્ધાંતો અનુસાર ફક્ત મારા ખ્યાલોને જ વર્ણનાત્મક સ્વરૂપે રજૂ કર્યા છે. ભવિષ્યમાં આ જ વિષયમાં ગાણિતિક રીતે વધુ સંશોધન કરવામાં ભૌતિકશાસ્ત્રના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org