________________
29114 oid (Black Holes):
સ્વરૂપ કલ્પના અને સમસ્યાઓ અફાટ બ્રહ્માંડમાં આપણી વર્તમાન પૃથ્વી માત્ર એક બિંદુથી વિશેષ કાંઈ જ નથી. આમ છતાં આ પૃથ્વી ઉપર રહેનાર/વસનાર માટે આ પૃથ્વી જ સર્વસ્વ છે અને મનુષ્યની જિજ્ઞાસાવૃત્તિ એટલી પ્રબળ છે કે આ પૃથ્વી અને તેનું સમગ્ર બ્રહ્માંડના સંદર્ભમાં શું સ્થાન અને મહત્ત્વ છે, તે જાણવા સેંકડો વર્ષોથી પ્રયત્નશીલ છે. વિજ્ઞાનમાં જેમ જેમ નવી શોધો થતી જાય છે, તેમ તેમ નવા નવા અનેક જાતના પ્રશ્નો પણ પેદા થાય છે અને કયારેક તો બ્રહ્માંડના સ્વરૂપને વધુ સરળ બનાવવાને બદલે જટિલ બનાવે છે અને વધુ ગૂંચવણો પેદા કરે છે. '
આધુનિક ભૌતિક વિજ્ઞાનમાં થયેલી પ્રગતિ દ્વારા, તેનાં આધુનિક સાધનો, રેડિયો ટેલિસ્કોપ (જેનું કાર્ય અફાટ અવકાશમાં ભ્રમણ કરતા અપરિચિત અવકાશી પદાર્થોની ભાળ મેળવી તેનું સ્વરૂપ જણાવવાનું છે.) દ્વારા ખ-ભૌતિકશાસ્ત્ર (astrophysics)ની મર્યાદાઓ વિસ્તરતી જાય છે. આ વિસ્તારની સાથે - આઈન્સ્ટાઇનના જૂના ખ્યાલોને પણ તિલાંજલિ/રૂખસદ આપવાનો સમય આવી પહોંચ્યો છે.
આ અફાટ બ્રહ્માંડમાં આધુનિક ભૌતિકશાસ્ત્ર પ્રમાણે મુખ્ય ત્રણ પદાર્થ છેઃ 1. અવકાશ (space) 2. સમય (ime) અને 3. પુદ્ગલ (matter) અને ભૌતિકશાસ્ત્રમાં સર્વત્ર તેનો જ વિચાર કરવામાં આવે છે. અલબત્ત, આ વિચાર કરનાર વ્યક્તિ પોતે પણ આ બ્રહ્માંડનું જ એક અગત્યનું ઘટક દ્રવ્ય/પાત્ર છે જેને જૈન પરિભાષામાં જીવતત્ત્વ living element - soul) કહેવામાં આવે છે, પરંતુ એ વિશે ભૌતિકશાસ્ત્રમાં કોઈ વિચાર કરવામાં આવતો નથી કારણ કે તે દ્રવ્ય અપગલિક (non-materialistic) છે અને ભૌતિકશાસ્ત્ર તેના વિશે આજ સુધી કોઈપણ પ્રકારનું નિશ્ચયાત્મક વર્ણન કે સંશોધન કરવામાં સફળ થયું નથી. તેથી તેને બાજુ ઉપર રાખી અફાટ બ્રહ્માંડમાં પુદ્ગલ(matter)ની શોધ કરવામાં આવી રહી છે.
લગભગ ઈ.સ. 1971 થી 1980ના દાયકામાં બ્રહ્માંડના દૂરના/ઊંડાણના પ્રદેશમાં રેડિયો દૂરબીન-ટેલિસ્કોપ દ્વારા શ્યામ ગતિ (Black holes) હોવાનું એક અનુમાન બાંધવામાં આવ્યું હતું કારણ કે તે દિશામાંથી, રેડિયો ટેલિસ્કોપમાં કેટલાક વિશિષ્ટ પ્રકારના સંકેતો પ્રાપ્ત થયા હતા અને તેમ છતાં ચાલુ શક્તિશાળી દૂરબીનો દ્વારા એ પ્રદેશમાં એક કાળા બિંદુ સિવાય કોઈ ચીજ જોઈ શકાતી નહોતી એટલે રેડિયો ટેલિસ્કોપમાં પ્રાપ્ત થતા સંકેતોના ઉદ્ગમ સ્થાન સ્વરૂપ એ કાળા બિંદુને Black Hole નામ આપી એના સ્વરૂપ (structure) અંગે વિજ્ઞાનીઓએ કલ્પના કરવી શરૂ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org