SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ પાણી સચિત્ત અને અચિત્તઃ સ્વરૂપ, સમસ્યા અને સમાધાન 281 એ બધા જીવોની ઉત્પત્તિ નિરંતર ચાલુ જ રહે છે, જે પાણી ઉકાળ્યા પછી બંધ થઈ જાય છે, માટે આપણે પાણી ઉકાળીને પીવું જોઈએ.” અહીં એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે “જૈન દર્શન અનુસાર કોઈપણ પ્રાણી અથવા વ્યક્તિને વંશવૃદ્ધિ કરવા માટે અથવા વંશવૃદ્ધિ બંધ કરવા માટે પ્રેરણા કરવી ઉચિત નથી કારણ કે તેમાં પણ સંપૂર્ણપણે અનેક દોષોની સંભાવના છે. આપણે તો કેવલ દ્રષ્ટા બનીને નિરપેક્ષપણે ઔદાસીન્યભાવે બધું જોવું જોઈએ. આત્માને કોઈ પણ પ્રવૃત્તિ સાથે જોડવો ઉચિત નથી, તો પછી કોઈપણ જીવની વંશવૃદ્ધિ રોકવાનો આપણને શો અધિકાર છે ?” આ પ્રશ્નનો જવાબ આપવો, આપણા સૌ માટે મુશ્કેલ છે. અર્થાત્ પાણી ઉકાળવું, તે પણ આપણા માટે તો હિંસક પ્રવૃત્તિ જ છે, પછી ભલે ને તે આપણા પોતાના માટે ઉકાળીએ કે બીજા માટે. ટૂંકમાં “પાણી ઉકાળીને જ શા માટે પીવું જોઈએ?” એ પ્રશ્ન યથાવત્ જ રહે છે. આ પ્રશ્નનો ઉત્તર વૈજ્ઞાનિક સંશોધનોના આધારે આ પ્રમાણે આપી શકાય. વિજ્ઞાનના સિદ્ધાંત પ્રમાણે પ્રત્યેક પ્રવાહીમાં ધનવિધુભારવાળા અણુઓ (Positively charged particles called cations) 2477 2231 [adSULRALULL BUELL Negatively changed particles called anions) હોય છે અને કુવા, તળાવ, નદી, વરસાદ વગેરેના પાણીમાં ક્ષાર હોય છે અને સાથે સાથે તેમાં ઋણવિદ્યુતભારવાળા અણુઓ વધુ પ્રમાણમાં હોય છે. આ ઋણવિદ્યુતભારવાળા અણુવાળું પાણી પીવાથી શરીરમાં ખૂબ જ તાઝગી | સ્કૂર્તિનો અનુભવ થાય છે. આવું પાણી ક્યારેક વિકાર પણ પેદા કરે છે, પરંતુ જ્યારે પાણીને ગરમ કરવામાં આવે છે, ત્યારે તે પાણી અચિત્ત તો થઈ જ જાય છે પણ સાથે સાથે તેમાં રહેલ ઋણ વિધુભારવાળા અણુઓ તટસ્થ અર્થાત્ વીજભાર રહિત થઈ જાય છે, પરિણામે ગરમ કરવામાં આવેલ પાણી શારીરિક અને માનસિક વિકૃતિઓ પેદા કરી શક્યું નથી. માટે જ સાધુ-સાધ્વી તથા તપસ્વી ગૃહસ્થ-શ્રાવકોએ ગરમ કરેલ અચિત્ત પાણી જ પીવું યોગ્ય છે. આ વાતની વૈજ્ઞાનિક સાબિતીના સ્વરૂપમાં જણાવવાનું કે અમેરિકા જેવા વિકસિત દેશોમાં હમણાં થોડાંક વરસોથી વાતાનુકુલિત | એરકન્ડિશન્ડ (Airconditioned) કચેરી વગેરેમાં વાતાવરણને ધન વીજભારહિત અણુવાળું અથવા ત્રણવીજભારવાળા અણુવાળું બનાવવા અર્થાત્ આયોનાઇઝડ કરવા માટેના વિશિષ્ટ સાધનો બજારમાં ઉપલબ્ધ છે, જે ઘણી સંખ્યામાં વેચાયાં છે. એનું મુખ્ય કારણ એ છે કે વાતાનુકૂલિત સ્થાનોમાં જ્યાં હવા ઠંડી કરવામાં આવે છે, ત્યાં સહેજ પણ ગરમી લાગતી નથી, તો પણ ત્યાં બેઠેલ કર્મચારીવર્ગને કામ કરવાનું મન થતું નથી અને શારીરિક-માનસિક જડતા અર્થાત્ ચુસ્તી આવી જાય છે. આ રીતે જોઈએ તેવું અને જોઈએ તેટલું કામ થતું નથી. આ અંગે સંશોધન કરતાં જાણવા મળ્યું કે વાતાનુકૂલિત વાતાવરણમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy