SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ 25 વિગઈ અને મહાવિગઈ હિમણાં જ મારી પાસે Bombay Hospital of Medical Science' દ્વારા પ્રકાશિત 'Role of Vegetarian Diet in Health and Disease' પુસ્તક આવ્યું છે. તેમાં અનુક્રમણિકા પૂર્વે Our contributors' વિભાગ છે. તેમાં તે પુસ્તકમાં જેઓના લેખ છે, તેઓની (લેખકો, ડોકટરોની) છબી આપવામાં આવી છે. આ પુસ્તકની સૌથી મોટી વિશેષતા એ છે કે એક પણ લેખકડિૉક્ટર જૈન નથી અને બધા જ પોત પોતાના વિષયના પ્રકાંડ વિદ્વાન છે. તેઓએ વૈજ્ઞાનિક સંશોધનોના આધારે શાકાહારની ઉપયોગિતા બતાવી છે. “વિગઈ અને મહાવિગઈ' નામના આ લેખમાં ઉપર્યુક્ત પુસ્તકનો આધાર લેવામાં આવ્યો છે. - લેખક. 'जैन धर्म का दार्शनिक पक्ष युक्तियुक्त है, अतः अकाट्य है । उसके आगे पीछे कोई प्रश्नचिह्न नहीं है किन्तु जहाँ तक भूगोल-खगोल, खाद्य-अखाद्य आदि का प्रश्न है, विभिन्न युगों में तरह तरह के दबाव उन पर आये हैं, अतः उन्हें लेकर कुछ शंकाएँ सामने आती है तो इसमें आश्चर्यजनक कुछ भी नहीं हैं । છેલ્લા ચાર- પાંચ દશકામાં વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે. આજે પ્રત્યેક મનુષ્ય વિજ્ઞાનની આ સિદ્ધિઓથી પ્રાય: અભિભૂત છે. માટે જ તે ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને આચારશાસ્ત્રના પ્રત્યેક સિદ્ધાંત | નિયમ અંગે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચારે દે બાઘઅખાદ્યના વિષયમાં પણ સમયે સમયે ઘણા વધુ પડતા નહિ પરંતુ ખૂબ જ થોડા થોડા પ્રમાણમાં પરિવર્તન થતું રહ્યું છે માટે એ પરિવર્તન સહિતના ખાદ્ય-અખાદ્ય સંબંધિત વિચારોની તટસ્થતાપૂર્વક પુનર્વિચારણા કરવી અતિ આવશ્યક છે. આ વિષય સંબંધી એક આખું પુસ્તક લખી શકાય તેટલી સામગ્રી ઉપલબ્ધ છે, પરંતુ અહીં શબ્દોની મર્યાદાના કારણે કેવલ “વિગઈ અને મહાવિગઈ અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. વિગઈ અથવા વિગય શબ્દ ખરેખર પ્રાકૃત શબ્દ છે. તેનું સંસ્કૃત રૂપાંતર છે - વિકૃતિ. જે પદાર્થ આત્મતથા મનની અસલ પ્રકૃતિ/સ્વભાવ સ્વરૂપમાં પરિવર્તન લાવી, તેને વિકૃત કરવામાં સમર્થ હોય એવા પદાર્થોને જૈન પરિભાષામાં “વિકૃતિ” કહેવામાં આવે છે. જે પદાર્થોમાં આ પ્રકારની વિકૃતિ લાવવાની ક્ષમતા ઘણી બધી હોય તેવા પદાર્થોને “મહાવિકૃતિ' કહેવામાં આવે છે. જૈન ધર્મશાસ્ત્રો પ્રમાણે વિકૃતિ છ પ્રકારની છે. 1. દૂધ, 2. દહીં, 3. ઘી, 4. તેલ, 5. ગોળ અને સાકર તથા 6. તળેલા પદાર્થ - પક્વાન મહાવિગઈના ચાર પ્રકાર છે. 1. માખણ, 2. મધ, 3. મદ્ય | દારૂ અને 4. ઈડાં માંસ-મચ્છી*. જૈન શ્રાવકો, જેમનો આત્મા સાચા શ્રાવકત્વથી યુક્ત હોય છે, તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy