SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ 259 તપથી થતા લાભો અને તેનું રહસ્યઃ વૈજ્ઞાનિક દૃષ્ટિએ પાણીમાંથી શક્તિ મેળવવા પ્રયત્ન કરે છે. પરંતુ તે તો સદંતર બંધ હોવાથી શરીર અશક્તિ, ભૂખ વગેરે સ્વરૂપે નવીન પરિસ્થિતિનો પ્રતિકાર કરે છે. આના જવાબમાં આપણું મનોબળ મજબૂત ન હોય તો આપણે પારણું કરી લઈએ છીએ; અને જો આપણે પારણું ના કરીએ અને ઉપવાસ વગેરે તપશ્ચર્યા ચાલુ જ રાખીએ તો આપણું શરીર બહારથી ગરમી અને શક્તિ મેળવવાને બદલે શરીરમાં રહેલ ચરબી અને ગ્સકોઝ વગેરેમાંથી પોતાને આવશ્યક ગરમી અને શક્તિ મેળવતું થઈ જાય છે. આ પરિસ્થિતિનું નિર્માણ થતાં લગભગ ત્રણ દિવસ લાગે છે. જેઓ ભારતમાંથી અમેરિકા અથવા તો અમેરિકામાંથી ભારતમાં આવે છે તેઓના શરીરની જૈવિક ઘડિયાળ(biological clock)ને નવા પ્રદેશને અનુકૂળ થતા પણ ત્રણ દિવસ લાગે છે, જેને મેડિકલ પરિભાષામાં “જેટલેગ' કહે છે. એ ત્રણ દિવસ દરમ્યાન તેઓને પહેલાના સમય પ્રમાણે દિવસે ઊંઘ આવે અને રાત્રે જાગે, દિવસે ભૂખ ના લાગે પણ રાત્રે ભૂખ લાગે છે. મગજ પણ થોડો વખત અપસેટ - અવ્યવસ્થિત રહે છે. તેથી વિદેશમાં જતા એલચી-રાજદૂતોને પોતે જે તે દેશમાં ગયા પછી ત્રણ દિવસ સુધી કોઈ નવા નીતિવિષયક નિર્ણયો કે અગત્યની મંત્રણા નહિ કરવાનો આદેશ હોય છે. માટે લાંબી તપશ્ચર્યા દરમ્યાન પ્રથમ ત્રણ દિવસ પછી ભૂખ કે અશક્તિ વગેરે નહિ લાગવાનું કારણ આ જ છે. ત્રણ દિવસ દરમ્યાન શરીર પોતે પોતાને આવશ્યક ગરમી અને શક્તિ મેળવવાની વૈકલ્પિક વ્યવસ્થા કરી લે છે. ટૂંકમાં, જૈનધર્મમાં જણાવેલ નવકારશી, ચઉવિહાર, બિયાસણા, એકાસણા, આયંબિલ, ઉપવાસ વગેરે તપ આરોગ્યવિજ્ઞાન (મેડિકલ સાયન્સ) અને શરીરવિજ્ઞાન(physiology)ની દૃષ્ટિએ સંપૂર્ણ વૈજ્ઞાનિક છે અને તેનાથી આધ્યાત્મિક લાભની સાથે સાથે શારીરિક તંદુરસ્તીમાં ઘણા ઘણા ફાયદા થાય છે, જે નજરઅંદાજ કરવા ન જોઈએ. છેવટે ધર્મ કે ધાર્મિક શબ્દની કદાચ એલર્જી હોય તો, વિજ્ઞાન અને આરોગ્યના નામે પણ ઉપર્યુક્ત તપ અને નિયમોનું પાલન કરવું જોઈએ. (પ.પૂ. તપસ્વી આ. શ્રી વિજય કુમુદચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy