SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ 252, જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો અને માનસિક બંને પ્રકારે બ્રહ્મચર્યપાલન કરવાનું આજના કાળમાં પણ શક્ય બને છે. એમ કહેવાય છે કે ભોળા ભગવાન શંકરે, પોતાનું ત્રીજું નેત્ર ખોલીને, એમાંથી વસતી અગ્નિ જ્વાળાઓ વડે કામદેવને ભસ્મીભૂત કરી નાખ્યો હતો. આ અંગે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચારતાં એમ લાગે છે કે આપણા મસ્તિષ્કમાં, બ્રહ્મરશ્વની નીચે આવેલ સહસ્ત્રાર ચક્રની જગ્યાએ અર્થાત્ કપાળમાં વચ્ચે જ્યાં શંકરના તૃતીય લોચનની જગ્યા બતાવવામાં આવી છે, તેની સમપંક્તિમાં અને બ્રહ્મરશ્વની નીચેના ભાગમાં આવેલ મગજનાં પ્રવૃત્તિશીલ કેન્દ્રો દ્વારા આપણી અંતઃસ્ત્રાવિ ગ્રંથિઓનું નિયમન થાય છે. આ કેન્દ્રોને સાધક પોતાની સાધના દ્વારા, ઇચ્છાશક્તિ દ્વારા નિષ્ક્રિય બનાવી દે તો કામેચ્છાનો સમૂળગો નાશ થઈ જાય છે. એ અર્થમાં કોઈ પણ સાધક અત્યારે પણ ઉપર્યુક્ત ત્રીજા નેત્ર દ્વારા કામદેવનો/કામેચ્છાનો સંપૂર્ણનાશ કરી શકે છે. વળી મેં એવો પણ અનુભવ કર્યો છે કે નૈષ્ઠિક બ્રહ્મચર્યવાળા સંત પુરુષોના સાંનિધ્યમાં અને નજીકના ભૂતકાળમાં થઈ ગયેલ તેવા જ મહાપુરુષોના નામસ્મરણથી પણ નૈષ્ટિક બ્રહ્મચર્ય પાળવાનું અસીમ બળ મળે છે. મને લખતાં ગૌરવ થાય છે કે નજીકના ભૂતકાળમાં જ થઈ ગયેલ, મહુવા(સૌરાષ્ટ્ર)માં જન્મેલા અને ત્યાં જ દેવલોક પામેલ અમારા સૌના પરમ ઉપકારી, ગુરુદેવ પરમપૂજ્ય શાસનસમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ આવા જ નૈષ્ઠિક બ્રહ્મચર્યના તેજપુંજ હતા અને તેઓનું નિત્ય સ્મરણ અમારામાં પણ એવું બળ પૂરે છે અને જોગાનુજોગ આ લેખ પણ તેઓશ્રીના મૃત્યુ સ્થળે બનાવાયેલ ઉપાશ્રયમાં, તેઓની મહાપ્રભાવશાળી ચરણ પાદુકાના સાંનિધ્યમાં જ પૂર્ણતાને પામે છે. અંતમાં, આશા રાખું છું કે આ લેખ વાંચી લોકોની બ્રહ્મચર્ય અંગેની ગેરસમજો દૂર થશે અને સૌ યોગ્ય રીતે, શક્તિ પ્રમાણે બ્રહ્મચર્યનું પાલન કરી પોતાના જીવનને ઉન્નત બનાવવા પ્રયત્ન કરશે. 1. Truth is generally belived to be absolute. However, in the domain of science results of scientific investigation do not always fit into this expectation. Grinnal says that the reality described by science is not complete or absolute since changes occur with alterations in the scientific altitude. (Everyman's Science, Calcutta, 1993 P. 131, Published by ISCA,) 2. આ અંગે સાધુ-ધર્મની મર્યાદાના કારણે વધુ વિશ્લેષણ ન કરતાં, અન્ય વૈજ્ઞાનિક પાસાંઓ માટે, તા. 17, ફેબ્રુઆરી, 1993, બુધવારના “ગુજરાત સમાચાર'ની “શતદલ' પૂર્તિમાં “જ્ઞાનગઠરિયાં” કૉલમમાં શ્રી કાન્તિ ભટ્ટનો લેખ “બ્રહ્મચર્યના ફાયદા” (લેખાંક 2) જોવાનું સૂચન કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy