SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ શું પ્રકાશ સજીવ છે ? 235 સ્પષ્ટરૂપે આચાર્ય શ્રીસેનસૂરીશ્વરજી મહારાજ જણાવે છે. તેનો અર્થ એ કે તે વખતે પ્રાપ્ત આગમિક સાહિત્ય કે તપાગચ્છીય કોઈ પણ સાહિત્યમાં આ વિશે કોઈ જ ઉલ્લેખ નહિ હોય. બીજી વાત ચંદ્રના પ્રકાશમાં દીવા વગેરેની ઉજેઈ લાગે કે નહિ તેનો જવાબ તેઓએ આગમિક સાહિત્યમાંથી કે તપાગચ્છીય પરંપરાના સાહિત્યમાંથી આપવાને બદલે તેમનાથી 200–250 વર્ષ પૂર્વેની ખરતરગચ્છીય ‘સંદેહ દોલાવલી'માં આ પ્રમાણે જણાવ્યું છે, તેમ કહ્યું તે બતાવે છે કે ખરતરગચ્છમાંથી આ પરંપરા તપાગચ્છમાં આવેલ છે. પરંતુ તપાગચ્છની આવી કોઈ પરંપરા નહિ હોય. ત્રીજીવાત એ કે પ્રતિક્રમણ વગેરે ક્રિયામાં દીવા કે વીજળીનો પ્રકાશ ક્રિયા કરનાર ઉપર પડે તો તેની ક્રિયા અતિચાર વાળી બને છે, એનું કારણ એ છે કે રાત્રિના અંધકારમાં, ક્રિયા કરતી વખતે કંઈ જ દેખાતું ન હોય, તેવા સમયે જો ક્યાંકથી પ્રકાશ આવી જાય તો, સૌપ્રથમ ધ્યાન ભંગ થાય, ચિત્ત ચલાયમાન થઈ જાય. બીજું એ કે પ્રકાશના કારણે બધી જ વસ્તુઓ સ્પષ્ટ દેખાય છે, તેથી ક્રિયા કરવામાં સુગમતાસરળતા પડે છે, તેથી ક્રિયા કરનાર પ્રકાશની ઇચ્છા રાખ્યા કરે અથવા દીવાનો કે વીજળીનો પ્રકાશ થયો તે સારું થયું એવો ભાવ મનમાં આવી જાય છે. મતલબ કે પ્રકાશ કરવાની ક્રિયાનું, દીવો પેટાવવાની ક્રિયાનું અપ્રગટ પણ અનુમોદન આવી જાય છે. જ્યારે ક્રિયા કરનાર સાધુ-સાધ્વી માટે ક૨વું, કરાવવું અને અનુમોદવું એ ત્રણેનો નિષેધ હોવાથી અનુમોદન પણ કરવું યોગ્ય નથી. આ પરિસ્થિતિમાં, દીવો પેટાવવાની ક્રિયાને અનુમાોદન મળતું હોવાથી, દીવા આદિના પ્રકાશના કારણે સાધુસાધ્વી આદિની ક્રિયા અતિચારવાળી બને છે તેમ જગદ્ગુરુ આચાર્ય શ્રીહીરસૂરીશ્વરજી મ.સા. એ કહ્યું હશે, એમ અનુમાન કરી શકાય. આધુનિક ભૌતિક વિજ્ઞાનની પરિભાષામાં તો પ્રકાશ પણ એક પ્રકા૨ના વીજચુંબકીય તરંગ માત્ર જ છે; અને અત્યારે આપણા વાતાવરણમાં અબજો પ્રકારના વીજ-ચુંબકીય તરંગો પથરાયેલા જ છે. તે દરેકની ઝડપ પણ પ્રકાશની ઝડપ જેટલી જ મતલબ કે 3,00,000 કિમી/સેકંડ છે. માત્ર તેની કંપસંખ્યા કાં તો ઘણી વધુ છે તેથી અથવા કાં તો ઘણી ઓછી છે તેથી આપણે જોઈ શક્તા નથી. આ રીતે જોવા જઈએ તો - આ વર્તમાન પૃથ્વી ઉપર જીવતી પ્રત્યેક વ્યક્તિ ઉપર અબજો પ્રકારના વીજચુંબકીય તરંગો અથડાય છે. જો આ બધાને આપણે સજીવ માની લઇએ તો પૃથ્વી ઉપર જીવવું મુશ્કેલ થઈ પડે. બીજી વાત એ કે દરેક સજીવ પદાર્થ પોતાની શારીરિક અને ભૌતિક ક્ષમતા પ્રમાણે, પોતાની આધ્યાત્મિક ઉન્નત્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy