SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ 215 પરમત્યાગી, કેવળજ્ઞાની તીર્થંકર પરમાત્માનો વિહાર.. જાણી શકે છે. મનુષ્યોના આભામંડળની બાબતમાં નિષ્ણાતોનો એવો અભિપ્રાય છે કે કોઈપણ રોગ શરીરમાં પ્રવેશે, તેના ત્રણ મહિના પૂર્વેથી આભામંડળમાં રોગની અસર આવવા લાગે છે. એટલે કિલિયન ફોટોગ્રાફી દ્વારા લેવાયેલ આભામંડળના ફોટોગ્રાફસના પરીક્ષણ દ્વારા રોગને જાણી તેના ઉપચાર કરી રોગને શરીરમાં પ્રવેશતો અટકાવી શકાય છે અને નીરોગી બની શકાય છે. અલબત્ત, ત્યારે પણ રોગ સૂક્ષ્મ સ્વરૂપે તો શરીરમાં પ્રવેશી ગયો હોય છે. માત્ર સ્થૂલ સ્વરૂપે તેનો આવિર્ભાવ થયો હોતો નથી. ટૂંકમાં, જૈવિક વીજચુંબકીય શક્તિ વિજ્ઞાન-સિદ્ધ હકીક્ત છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ શક્તિ ઉત્સર્જન દરેક સજીવ પદાર્થમાંથી થાય છે. એ ખરું, પરંતુ તેના પ્રકાર અને જથ્થાનો આધાર તે તે સજીવ પદાર્થની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉત્ક્રાંતિ ઉપર છે. સાથે સાથે તે તે સજીવ પદાર્થના આત્માને લાગેલા શુભ કે અશુભ કર્મો તથા આત્માની શક્તિને આવરણ કરનારા કર્મો કેટલા પ્રમાણમાં દૂર થયાં છે? તેના ઉપર પણ તેનો આધાર છે. આ બધા જ ઘટકો કેવળજ્ઞાની તીર્થંકર પરમાત્મામાં સૌથી વધુ પ્રમાણમાં હોય છે, તેથી તેઓની જૈવિક વીજચુંબકીય શક્તિ ઉતમોત્તમ પ્રકારની તથા ઉચ્ચતમ જથ્થામાં હોય છે. તેને ગાણિતિક પરિભાષામાં નીચે પ્રમાણે દર્શાવી શકાય. 1. BEME a (PS) (MS) 2. BEME (Ss) (AKFAK) 3. BEME O (IKFAK )(FGK) જયાં BEME = જૈવિક વીજચુંબકીય શકિત, PS = શારીરિક સ્થિતિ, MS = માનસિક સ્થિતિ, SS = આધ્યાત્મિક સ્થિતિ, AKFAK = ચાર અઘાતી કર્મો સંબંધી શુભકર્મ 1KFAK = ચાર અઘાતી કર્મો સંબંધી અશુભ કર્મો અને FGK = ચાર ઘાતી કર્મો છે. અહીં આપેલ સમીકરણોમાં ચલન(variable)ની નિશાની નિષ્કારણ મૂકી નથી. કોઈપણ આત્માની જૈવિક વીજચુંબકીય શક્તિ (BEME) કોઈપણ સંજોગોમાં ક્યારેય શૂન્ય થતી નથી તે જણાવવા માટે જ અહીં ચલન(variable)ની નિશાનીનો પ્રયોગ કર્યો છે. જૈન દાર્શનિક પરંપરા પ્રમાણે કોઈપણ જીવને મન, વચન, અને કાયા એ ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy