SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ 200 જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો ચિંતન/ધ્યાન કરતાં મનુષ્યનાં માત્રના અશુભ કર્મોનો ક્ષય થાય છે અને આત્મિક - આધ્યાત્મિક સંપત્તિની સાથે સાથે ઐહિક અને પારલૌકિક સુખ-સંપત્તિ તથા મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. ભારતીય પરંપરા અને જૈન પરંપરામાં સેંકડો જાતના ભિન્ન ભિન્ન દેવી-દેવતાની આરાધના/સાધનાને અનુલક્ષીને મંત્રો પ્રાચીન સાહિત્યમાં બતાવવામાં આવ્યા છે. પૂર્વે બતાવ્યું તેમ જો ટોનોસ્કોપ અથવા ઇલેક્ટ્રોનિક વાઈબ્રેશન ફિલ્ડવાળું આધુનિક વૈજ્ઞાનિક ઉપકરણ અને તેનું સંચાલન કરનાર/પ્રયોગકર્તા/યોગ્ય સંશોધક મળી જાય તો તે દરેક મંત્રોનાં યંત્રોનું સાચું સ્વરૂપ પ્રાપ્ત કરી શકાય અને તે રીતે મંત્રવિજ્ઞાન ઉપરના સંશોધનની એક નવી જ દિશા ખુલી જાય. આમ, યંત્ર-મંત્ર-તંત્ર આપણી પ્રાચીન વિદ્યાનો અપૂર્વ વારસો છે, એટલું જ નહિ પણ આધુનિક વિજ્ઞાનની દૃષ્ટિએ પણ મનુષ્ય અને સજીવ સૃષ્ટિ જ નહિ બલ્ક જડ એવા પુદ્ગલ ઉપર પણ તેની અપૂર્વ અથવા વિશિષ્ટ કહી શકાય તેવી અસરો થાય છે. - માટે બુદ્ધિમાન સંશોધકો-વિજ્ઞાનીઓ આ ક્ષેત્રમાં વધુ નક્કર, પ્રાયોગિક સંશોધન કરી, જગત સમક્ષ તેનાં વધુ રહસ્યો ખુલ્લાં કરે એ જ અભિલાષા અને શુભેચ્છા. તા. 3-11-96, ભાવનગર. 1. જુઓ, “કર્મપ્રકૃતિ' ગ્રંથમાં સંક્રમણકરણ 2. “ત્રવિદ્યા સે. રીલાન કિયા, પ્રસ્તાવના, પૃ. 20. 3. “અચિત્ય ચિંતામણિ ભગવતી પદ્માવતી દેવી' સંપાદક: નંદલાલ દેવલુક, અરિહંત પ્રકાશન, ભાવનગર, પૃ. 361 થી 386 4. જૈનદર્શન : વૈજ્ઞાનિક દૃષ્ટિએ (લે. મુનિ નંદીઘોષવિજય પ્રકા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય મુંબઈ - 400 036)માં શ્રી અશોક કુમાર દત્તનો લેખ “રંગીન શક્તિ કણોનો શરીર તથા મન ઉપર પડતો પ્રભાવ' પૃ. 45 5. “વર્ણમાળા અને મંત્રોચ્ચારણનું રહસ્ય' લે. શ્રી અશોકકુમાર દત્ત ફાર્બસ ત્રૈમાસિક, અંક - 4, ઓક્ટો. - ડિસે. 1992, પૃ. 279 The mantra are also intimately associated with the theory of eternal word Sphotavada expounded by the philosopher of Sanskrit grammar, who traced the gem of speach or words back to divine source (an inperishable unit of speach: sphot also known as vak or Pranava or Sabda Brahman). (Yantra' P. 44) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy