SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ 14 ભારતીય શાસ્ત્રીય સંગીત અને તેનું વૈજ્ઞાનિક રહસ્ય લગભગ 400 વર્ષ પૂર્વેની વાત છે. સંગીતની સાધનામાં આજ પર્યંત જેઓનું અજોડ - અદ્વિતીય સ્થાન રહ્યું છે, તેવા સંગીતસમ્રાટ બૈજુ બાવરા અને અકબરના દરબારી સંગીતકાર તાનસેનના સુમધુર મિલનનો અદ્ભુત અને રોમાંચક આ પ્રસંગ છે. તાનસેન સંગીત દિગ્વિજયના બહાને પોતાના વડીલ ગુરુભાઈ બૈજુ બાવરાની શોધ કરવા બાગાગઢ(રાજસ્થાન)થી નીકળી પડ્યો અને વિવિધ રાજ દરબારોમાં ફરી ત્યાંના સંગીતકારોને પરાજિત કર્યા પરંતુ ક્યાંય બૈજુ બાવરાના દર્શન થયા નહિ. છેવટે તાનસેન આગ્રા પહોંચી દિલ્હીના મોગલ સમ્રાટ અકબરના દરબારી સંગીતકારોને સ્પર્ધા કરવાનું કહેણ મોકલ્યું, પરંતુ તાનસેનની પ્રતિભા અને સંગીતના ગુણ, માધુર્ય વગેરે પાસે દિલ્હીના દરબારી ગાયકોમાં સ્પર્ધા કરવાની હિંમત જ નહોતી. સમ્રાટ અકબરે પોતાના ગાયકોની નિર્બળતાનો એકરાર કરી મુક્ત હૃદયથી તાનસેનની શ્રેષ્ઠતાનો સ્વીકાર કરી, તેને પોતાનો દરબારી સંગીતકાર બનાવી દીધો. આમ છતાં, તાનસેન બેચેન હતો કારણ કે તે જે હેતુથી સંગીત-દિગ્વિજય કરવા નીકળ્યો હતો, તે હેતુ હજુ સુધી સિદ્ધ થયો નહોતો. પરંતુ જ્યારે બૈજુને તાનસેનની સંગીત દિગ્વિજયની ઘેલછાની જાણ થઈ ત્યારે તેની કલાત્મક ભાવનાઓને ભારે ઠેસ પહોંચી અને તાનસેનનું અભિમાન ઉતારવા એણે તાનસેન સાથે સ્પર્ધામાં ઊતરવાનું કહેણ મોકલ્યું અને સમ્રાટ અકબરની આજ્ઞા અનુસાર આગ્રા શહેરની નજીકના ઉપવનમાં તેઓ બે વચ્ચેની અલૌકિક સંગીતસ્પર્ધાનું આયોજન થયું. પ્રાતઃકાળનો મનને આનંદથી ભરી દેતો સુંદર સમય હતો. ઉપવનનું વાતાવરણ પણ કુદરતી સૌંદર્યથી ભરપૂર હતું. પક્ષીઓનો મીઠો-મધુર કલરવ વાતાવરણને ભરી દેતો હતો. આવા મંત્રમુગ્ધ વાતાવરણમાં સંગીતસ્પર્ધા શરૂ થવાની હતી. શહેનશાહ અકબર, તેની બેગમો, અકબરના દરબારના નવરત્નો, દરબારીઓ અને નગરના સંગીતરસિક મુગ્ધ શ્રોતાજનો સૌ ઉપવનમાં આવી ગયાં હતાં. આ સમયે ફાટેલા-તૂટેલાં જૂનાપુરાણાં વસ્ત્રોમાં લપેટાયેલ એક ફક્ત તાનપુરાથી સજ્જ કોઈ એક સંગીતકાર ત્યાં ઉપસ્થિત થયો. દરબારી સંગીતકાર તાનસેન પણ તેના આવા વિચિત્ર દીદાર જોઈ આશ્ચર્યચક્તિ થઈ ગયો. આ જ બૈજ હતો પરંતુ પૂર્વપરિચય ન હોવાથી બંને ગુરુભાઈ એકબીજાને ઓળખતા ન હતા. આમ છતાં તાનસેનને તેના પ્રત્યે અનેરું આકર્ષણ થવા લાગ્યું અને મનમાં આદર તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy