________________
સજીવ સૃષ્ટિનું આદિબિંદુ છે ?
157 શોધવામાં ધાર્મિક નેતાઓ, ધર્મના આદ્ય સંસ્થાપકો, ધર્મનો ઉદ્ધાર કરનારા કે ધર્મની પુનઃસ્થાપના કરનાર મહાપુરુષોએ પણ પોતપોતાનો, યથાશક્તિ નોંધપાત્ર પ્રયત્નો કરી, ફાળો આપ્યો છે. આ બધામાં ભગવાન મહાવીરે પણ પોતાની અદ્વિતીય થીઅરી રજૂ કરી, બ્રહ્માંડ સંબંધી અનેક પ્રશ્નોનું નિરાકરણ કર્યું. લગભગ મોટા ભાગના ધર્મનેતાઓ આ પૃથ્વી અને સકળવિશ્વ અર્થાત્ બ્રહ્માંડને અનાદિ અનંત માને છે પરંતુ વિજ્ઞાનીઓને તે માન્ય નથી. તેઓ આ પૃથ્વીની આદિ અને અંત બંને માને છે અને પૃથ્વીની ઉત્પત્તિ પછી કરોડો વર્ષો પછી સજીવસૃષ્ટિ ઉત્પન્ન થઈ અને તે ધીરે ધીરે વિકાસ પામવા લાગી, એવું વિજ્ઞાનીઓ આજ સુધી માનતા આવ્યા છે અને માને છે. પરંતુ જૈનધર્મ પ્રમાણે સજીવસૃષ્ટિની ઉત્પત્તિ થતી નથી. આ પૃથ્વી ઉપર સજીવસૃષ્ટિ અનાદિ કાળથી છે અને અનન્તકાળ સુધી રહેવાની છે. તેની નવી ઉત્પત્તિ પણ થતી નથી કે વિનાશ પણ થતો નથી. પરંતુ તેઓની ચડતી-પડતી થયા કરે છે. જૈનધર્મની પરિભાષામાં તે ચડતી અને પડતીના સમયને અનુક્રમે ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ કહે છે. અત્યારે અવસર્પિણી કાળ ચાલી રહ્યો છે. સુપ્રસિદ્ધ ઉત્ક્રાંતિવાદના પ્રરૂપક ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદને સિદ્ધ કરનારા ભૂસ્તરશાસ્ત્રીય અશ્મિઓ વગેરે જૈનધર્મના અવસર્પિણી કાળને સિદ્ધ કરી શકે તેમ છે. એટલે તેની ઉત્ક્રાંતિવાદની સાબિતીઓ જૈન અવક્રાંતિવાદની સાબિતીઓ બની જઈ શકે છે અને ઉત્ક્રાંતિવાદને અસત્ય ઠેરવી શકે છે કારણ કે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ પણ છેવટે તો અનુમાનો પર રચાયેલો છે, નહિ કે પ્રત્યક્ષ પ્રમાણોના આધારે. ટૂંકમાં સજીવસૃષ્ટિની ઉત્પત્તિ કે વિનાશ થતો નથી.
જૈનધર્મ પ્રમાણે સજીવસૃષ્ટિનું મૂળ વિચારતાં પહેલાં જુદા જુદા વિજ્ઞાનીઓની જુદી જુદી માન્યતાઓ (થીઅરીઓ) અને એ માન્યતાઓને સત્ય સિદ્ધ કરવા માટે તેઓએ કરેલા પ્રયોગો અને તેનાં પરિણામો તથા તે પ્રયોગોનાં તેવાં પરિણામો આવવાનાં જૈનધર્મનો સિદ્ધાંતાનુસાર કારણો દર્શાવવામાં આવે છે.
સજીવસૃષ્ટિની ઉત્પત્તિ અંગેનો સવાલ ઘણી સદીઓથી વિજ્ઞાનીઓ અને તત્ત્વચિંતકો માટે માથાના દુખાવા સમાન થઈ પડ્યો છે. શરૂઆતના તત્ત્વચિંતકો એમ માનતા હતા કે દરેક જાતનાં પ્રાણીઓ અને જંતુઓ વગેરેને ઉત્પન્ન કરનાર કોઈ એક વ્યક્તિ છે, જેને તેઓ (creator) એટલે કે સર્જક તરીકે ઓળખતા હતા પરંતુ વિજ્ઞાનીઓને આ સ્પેશિયલ ક્રિએશન(special creation)ની થીઅરી માન્ય નથી અને સાથે સાથે જૈનધર્મને પણ એ થીઅરી માન્ય નથી કારણ કે એમાં મોટો એક જ વાંધો આવે છે કે એ સર્જક બધાને બનાવે છે તો એ સર્જન્ને ય બનાવનાર કોઈક તો હોવો જોઈએ. તો એ સર્જકને કોણે બનાવ્યો? તેનો કોઈ સ્પષ્ટ જવાબ કોઈની પાસે નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org