SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શન અને આધુનિક ભૌતિકશાસ્ત્રમાં.. 115 સાચી વાસ્તવિકતા અભિવ્યક્ત થઈ શકતી નથી જ. તેથી આઈન્સ્ટાઈન જેવા પ્રખર ભૌતિકશાસ્ત્રીએ પણ કહેવું પડ્યું કે જો આપણે ગણિતના સિદ્ધાંતો/નિયમોનો વાસ્તવિકતાના સંદર્ભમાં વિચાર કરીએ તો તે નિયમો ચોક્કસ અર્થાત્ સંપૂર્ણ સત્ય નથી અને જો આપણે એ ગાણિતિક સિદ્ધાંતોનો સંપૂર્ણ સત્ય તરીકે સ્વીકારીએ તો વાસ્તવિકતા સાથે તે બંધ બેસતા થતા નથી અર્થાત્ વાસ્તવિક જગતમાં તેની બધી જ જગ્યાએ ઉપયોગ કરી શકાતો નથી. ટૂંકમાં, આપણા આ ભૌતિક જગતની કેટલીય ઘટનાઓ એવી છે કે ગણિતના સિદ્ધાંતોમાં નિરૂપિત ભૌતિકશાસ્ત્રના નિયમોનું તે છડેચોક ઉલ્લંઘન કરે છે. આ સાથે આધિભૌતિક અને આધ્યાત્મિક ઘટનાઓ પણ ભૌતિકશાસ્ત્રના તથાકથિત નિયમોથી પર (Beyond the laws of physics interpreted through the mathematics) છે. તેથી સર્વ ભૌતિક, આધિભૌતિક અને આધ્યાત્મિક ઘટનાઓને કોઈક વિશિષ્ટ પ્રકારના એક જ ગાણિતિક સિદ્ધાંત દ્વારા રજૂ કરવાની આપણે ક્ષમતા પ્રાપ્ત કરીએ કે જે સિદ્ધાંતો સમય, અવકાશ, સ્થળ અને પુદ્ગલની મર્યાદાઓથી પર (Beyond the limit of time, space and matter) હોય, એ જ એક શુભેચ્છા . 2-12-1997 પારૂલનગર, અમદાવાદ - 62. Mathematics in History, Culture, Philosophy and Science by Sarju Tiwari, Forward by J.B. Ganguly, Vice-chancellor, Tripura Uni. P. VIII (Mittal publication, New Delhi, 1992) એજન. P 13 એજન P 49 એજન P 98 એજન P 97 એજન P 99. એજન P 108 એજન P 104 એજન P 103 એજન P 104 એજન P 105 એજન P 106 એજન P 107 10. 11-12. 13. 14-15 16. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy