SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્ણજ્ઞાનગત તારતમ્ય અને તેની નિવૃત્તિનું કારણ દ્વારા ચેતનયા આત્માના આવૃત-અનાવૃત હોવાનો એવો સ્પષ્ટ અને વિસ્તૃત વિચાર નથી જેવો વેદાન્ત પ્રક્રિયામાં છે. આ કારણે ઉપાધ્યાયજીએ જૈન પ્રક્રિયાનું સમર્થન ર્યા પછી તેની સાથે ઘણા અંશોમાં સામ્ય ધરાવતી વેદાન્ત પ્રક્રિયાનું ખંડન ક્યું છે પરંતુ દર્શનાન્તરીય પ્રક્રિયાના ખંડનનો પ્રયત્નર્યો નથી. ઉપાધ્યાયજીએ વેદાન્ત મતનો નિરાસ કરતી વખતે તેના બે પક્ષોનો પૂર્વપક્ષરૂપે ઉલ્લેખ કર્યો છે. તેમણે પહેલો પક્ષ વિવરણાચાર્યનો [5] અને બીજો પક્ષ વાચસ્પતિ મિશ્રનો [6] સૂચિત કર્યો છે. વસ્તુતઃ વેદાન્ત દર્શનમાં તે બન્ને પક્ષો બહુ પહેલેથી પ્રચલિત છે. બ્રહ્મને જ અજ્ઞાનનો આશ્રય અને વિષય માનનારો પ્રથમ પક્ષ સુરેશ્વરાચાર્યની વૈષ્કર્મેસિદ્ધિ અને તેમના શિષ્ય સર્વજ્ઞાત્મમુનિના સંક્ષેપશારીરકવાર્તિક'માં સવિસ્તર વર્ણવાયેલો છે. જીવને અજ્ઞાનનો આશ્રય અને બ્રહ્મને તેનો વિષય માનનારો બીજો પક્ષ મંડન મિશ્રનો કહેવાયો છે. આવું હોવા છતાં પણ ઉપાધ્યાયજીએ પહેલા પક્ષને વિવરણાચાર્યનો અર્થાત્ પ્રકાશાત્મ યતિનો સૂચવ્યો છે અને બીજા પક્ષને વાચસ્પતિ મિશ્રનો સૂચવ્યો છે. આનું કારણ ખુદ વેદાન્ત દર્શનની તેવી પ્રસિદ્ધિ છે. વિવરણાચાર્યે સુરેશ્વરના મતનું સમર્થન કર્યું અને વાચસ્પતિ મિશ્ર મંડન મિશ્રના મતનું. તેથી તે બંને પક્ષો ક્રમશઃ વિવરણાચાર્ય અને વાચસ્પતિ મિશ્રના પ્રસ્થાનરૂપે પ્રસિદ્ધ થયા. ઉપાધ્યાયજીએ આ પ્રસિદ્ધિ અનુસાર ઉલ્લેખ કર્યો છે. સમાલોચનાના પ્રસ્તુત મુદ્દા અંગે ઉપાધ્યાયજીનું કહેવું એટલું જ છે કે જો વેદાન્ત દર્શન બ્રહ્મને સર્વથા નિરંશ અને કૂટસ્થ સ્વપ્રકાશ માને છે તો તે તેમાં અજ્ઞાન દ્વારા કોઈ પણ રીતે ‘આવૃતાનાવૃતત્વ ઘટાડી શકે જ નહિ, જેવી રીતે જૈન દર્શન ઘટાવી રાખે છે તેમ. (6) અપૂર્ણજ્ઞાનગત તારતમ્ય અને તેની નિવૃત્તિનું કારણ [7] જૈનદષ્ટિ અનુસાર એક જ ચેતનામાં 'આવૃતાનાવૃતત્વની ઉપપત્તિર્યા પછી પણ ઉપાધ્યાયજીની સામે એક વિચારણીય પ્રશ્ન ઊભો થયો. તે એ કે કેવલજ્ઞાનાવરણ ચેતનાના પૂર્ણપ્રકાશને આવૃત કરવાની સાથે જ જો અપૂર્ણપ્રકાશને પેદા કરતું હોય તો તે અપૂર્ણપ્રકાશ એકમાત્ર કેવલજ્ઞાનાવરણરૂપકારણથી જન્ય હોવાના કારણે એક જ પ્રકારનો સંભવીરાકે કેમ કે કારણવિધ્ય વિના કાર્યવૈવિધ્ય સંભવે નહિ, પરંતુ જૈન શાસ્ત્ર અને અનુભવ તો કહે છે કે અપૂર્ણ જ્ઞાન અવશ્ય તારતમ્યયુક્ત જ હોય છે. પૂર્ણતામાં એકરૂપતાનું હોવું સંગત છે પરંતુ અપૂર્ણતામાં તો એકરૂપતા અસંગત છે. આવી દશામાં અપૂર્ણ જ્ઞાનના તારતમ્યનો ખુલાસો શું છે તે આપ જણાવો. આનો જવાબ આપતાં ઉપાધ્યાયજીએ અસલ રહસ્ય એ જ દર્શાવ્યું છે કે અપૂર્ણ જ્ઞાન કેવલજ્ઞાનાવરણજનિત હોવાથી સામાન્યપણે એકરૂપ જ છે, તેમ છતાં પણ તેમનાં અવાન્તર તારતમ્યનુંકારણ અન્યાવરણ સંબંધી ક્ષયોપશમોનું વૈવિધ્ય છે. ઘનમેઘાવૃત સૂર્યનો અપૂર્ણ અર્થાત્ મન્દ પ્રકાશ પણ વસ્ત્ર, કદ, ભીંત આદિ ઉપાધિભેદના કારણે અનેકરૂપ દેખાય જ છે. તેથી જ મતિજ્ઞાનાવરણ આદિ અન્ય આવરણોના વિવિધ ક્ષયોપશમોથી અર્થાત્ વિરલતાઓથી મન્દ પ્રકારનું તારતમ્ય સંગત છે. જ્યારે એકરૂપ મન્દ પ્રકાશ પણ 8. જુઓ જ્ઞાનબિન્દુનું ટિપ્પણ પૃ. 55 પંક્તિ 25થી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy