________________
૭૪
જ્ઞાનબિન્દુનું પરિશીલન
આધાર એક નથી, કેમકે પુરુષ અને બ્રહ્મને જ તેમાં ચેતન માનવામાં આવેલ છે જ્યારે પુરુષ અને બ્રહ્મથી અતિરિક્ત અન્તઃકરણને જ તેમાં જ્ઞાનનો આધાર માનવામાં આવેલ છે. આમ પ્રથમ ધારા અનુસાર ચેતના અને જ્ઞાન બન્ને ભિન્ન ભિન્ન આધારગત છે. બીજી ધારા ચૈતન્ય અને જ્ઞાનના આધાર ભિન્ન ભિન્ન ન માનીને તે બન્નેને એક આધારગત એટલે કે કારણકાર્યરૂપ માને છે. બૌદ્ધદર્શન ચિત્તમાં, જેને તે નામ કહે છે તેમાં, ચૈતન્ય અને જ્ઞાનનું અસ્તિત્વ માને છે જ્યારે ન્યાયદર્શન ક્ષણિક ચિત્તને બદલે સ્થિર આત્મામાં જ ચૈતન્ય અને જ્ઞાનનું અસ્તિત્વ માને છે. જૈનદર્શન બીજી વિચારધારાનું અવલંબી છે કેમ કે એક જ આત્મતત્ત્વમાં કારણરૂપે ચેતનાને અને કાર્યરૂપે તેના જ્ઞાનપર્યાયને માને છે. ઉપાધ્યાયજીએ તે જ ભાવને જ્ઞાનને આત્મગુણ યા આત્મધર્મ કહીને પ્રકટ કર્યો છે.
(2) જ્ઞાનની પૂર્ણ-અપૂર્ણ અવસ્થાઓ તથા તે અવસ્થાઓનાં કારણો અને પ્રતિબન્ધ કર્મોનું વિશ્લેષણ :
ઉપાધ્યાયજીએ પછી દર્શાવ્યું છે કે જ્ઞાન પૂર્ણ પણ હોય છે અને અપૂર્ણ પણ. અહીં એ પ્રશ્ન સ્વાભાવિક છે કે જ્યારે આત્મા ચેતનસ્વભાવ છે ત્યારે તેમાં જ્ઞાનની ક્યારેક અપૂર્ણતા અને ક્યારેક પૂર્ણતા કેમ ? આ પ્રશ્નનો ઉત્તર આપતી વખતે ઉપાધ્યાયજીએ કર્મસ્વભાવનું વિશ્લેષણ કર્યું છે. તેમણે કહ્યું છે કે [2] આત્મા ઉપર એક એવું આવરણ છે જે ચેતનારાક્તિને પૂર્ણપણે કાર્ય કરવા દેતું નથી. આ જ આવરણ પૂર્ણ જ્ઞાનનું પ્રતિબન્ધક હોવાથી કેવલજ્ઞાનાવરણ કહેવાય છે. આ આવરણ જેમ પૂર્ણજ્ઞાનનો પ્રતિબન્ધ કરે છે તેમ જ અપૂર્ણ જ્ઞાનનું જનક પણ બને છે. એક જ કેવલજ્ઞાનાવરણને પૂર્ણ જ્ઞાનનું તો પ્રતિબન્ધક અને તે જ વખતે અપૂર્ણ જ્ઞાનનું જનક પણ માનવું જોઈએ.
અપૂર્ણ જ્ઞાનના મતિ, શ્રુત આદિ ચાર પ્રકાર છે અને તેમનાં મતિજ્ઞાનાવરણ આદિ ચાર આવરણ પણ પૃથક્ પૃથક્ મનાયાં છે. તે ચાર આવરણોના ક્ષયોપરામથી જ મતિ આદિ ચાર અપૂર્ણ જ્ઞાનોની ઉત્પત્તિ મનાય છે. તો અહીં આ અપૂર્ણ જ્ઞાનોની ઉત્પત્તિકેવલજ્ઞાનાવરણથી શા માટે માનવી એવો પ્રશ્ન સહજ થાય. તેનો ઉત્તર ઉપાધ્યાયજીએ શાસ્ત્રસમ્મત [3] કહીને જ આપ્યો છે, તેમ છતાં આ ઉત્તર તેમની સ્પષ્ટ સૂઝનું પરિણામ છે, કેમ કે આ ઉત્તર દ્વારા ઉપાધ્યાયજીએ જૈન શાસ્ત્રમાં ચિર પ્રચલિત એક પક્ષાન્તરનો સયુક્તિક નિરાસ કરી દીધો છે. આ પક્ષાન્તર એમ કહે છે કે જ્યારે કેવલજ્ઞાનાવરણના ક્ષયથી મુક્ત આત્મામાં કેવળજ્ઞાન પ્રકટ થાય છે ત્યારે મતિજ્ઞાનાવરણ આદિ ચાર આવરણોના ક્ષયથી કેવલીમાં મતિ આદિ ચાર જ્ઞાન પણ કેમ ન માનવાં ? આ પ્રશ્નના જવાબમાં, કોઈ એક પક્ષ કહે છે કે કેવલીમાં મતિ આદિ ચાર જ્ઞાન ઉત્પન્ન તો થાય છે પરંતુ તેઓ કેવલજ્ઞાનથી અભિભૂત હોવાના કારણે કાર્યકારી નથી. આ ચિરપ્રચિલત પક્ષને નિર્યુક્તિક સિદ્ધ કરવા માટે ઉપાધ્યાયજીએ એક નવી યુક્તિ ઉપસ્થિત કરી છે, તે એ કે અપૂર્ણ જ્ઞાન તો કેવલજ્ઞાનાવરણનું જ કાર્ય છે, પછી ભલે ને તે અપૂર્ણ જ્ઞાનનું તારતમ્ય ચા વૈવિધ્ય મતિજ્ઞાનાવરણ આદિ રોષ ચાર આવરણોના ક્ષયોપરામવૈવિધ્યનું કાર્ય કેમ ન હોય, પરંતુ અપૂર્ણ જ્ઞાનાવસ્થા માત્ર પૂર્ણ જ્ઞાનાવસ્થાના પ્રતિબન્ધક કેવલજ્ઞાનાવરણના સિવાય ક્યારેય સંભવતી જ નથી. તેથી જ કેવલીમાં જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org