________________
ગ્રન્થનું બાહ્ય સ્વરૂપ—વિષય
૬૩
આર્ય લોકોની પરંપરામાં, જીવનને સંસ્કૃત બનાવનાર જે સંસ્કારો મનાય છે તેમનામાં એક નામકરણ સંસ્કાર પણ છે. જો કે આ સંસ્કાર સામાન્યપણે માનવવ્યક્તિસ્પર્શી જ છે તેમ છતાં તે સંસ્કારની મહત્તા અને અન્યર્થતાનો વિચાર આર્ય પરંપરામાં બહુ વ્યાપક રહ્યો છે જેના ફલસ્વરૂપે આર્યગણ નામકરણ કરતી વખતે બહુ જ વિચાર કરતો આવ્યો છે. તેની વ્યાપ્તિ એટલી બધી વિસ્તરી કે પછી તો કોઈ પણ વસ્તુનું જ્યારે નામ રાખવાનું હોય ત્યારે તેના ઉપર ખાસ વિચાર કરી લેવામાં આવે છે. ગ્રન્થોનાં નામકરણો તો રચયિતા વિદ્વાનો દ્વારા જ થાય છે, તેથી તેઓ અન્યર્થતાની સાથે સાથે પોતાના નામકરણમાં નવીનતા અને પૂર્વ પરંપરાનો પણ યથાસંભવ સુયોગ સાધે છે. ‘જ્ઞાનબિન્દુ’ નામ અન્તર્થ તો છે જ, પરંતુ તેમાં નવીનતા તથા પૂર્વ પરંપરાનો મેળ પણ છે. પૂર્વ પરંપરા તેમાં અનેકમુખી વ્યક્ત થઈ છે. બૌદ્ધ, બ્રાહ્મણ અને જૈન પરંપરાના અનેક વિષયોના એવા પ્રાચીન ગ્રન્થો આજ પણ જાણીતા છે જેમનાં નામના અન્તે ‘બિન્દુ’ શબ્દ આવે છે. બૌદ્ધ ધર્મકીર્તિના ‘હેતુબિન્દુ’ અને ‘ન્યાયબિન્દુ' જેવા ગ્રન્થ ઉપાધ્યાયજીએ કેવળ નામથી જ જાણ્યા ન હતા પરંતુ તે ગ્રન્થોનું પરિશીલન પણ કર્યું હતું. વાચસ્પતિ મિશ્રનો ‘તત્ત્વબિન્દુ' ગ્રન્થ અને મધુસૂદન સરસ્વતીનો ‘સિદ્ધાન્તબિન્દુ’ ગ્રન્થ સુવિશ્રુત છે, જેમાંથી ‘સિદ્ધાન્તબિન્દુ’નો તો ઉપયોગ પ્રસ્તુત ‘જ્ઞાનબિન્દુ’માં ઉપાધ્યાયજીએર્યો પણ છે.॰ આચાર્ય હરિભદ્રના ‘બિન્દુ’અન્તવાળા ‘યોગબિન્દુ’ અને ‘ધર્મબિન્દુ’ ગ્રન્થો પ્રસિદ્ધ છે. આ ‘બિન્દુ’અન્તવાળાંનામોની સુંદર અને સાર્થક પૂર્વ પરંપરાને ઉપાધ્યાયજીએ પ્રસ્તુત ગ્રન્થમાં વ્યક્ત કરીને ‘જ્ઞાનાર્ણવ’ અને ‘જ્ઞાનબિન્દુ’ની નવીન જોડી દ્વારા નવીનતા પણ અર્પિત કરી છે. 2. વિષય :
ગ્રન્થકારે પ્રતિપાદ્યરૂપે જે વિષયને પસંદ કર્યો છે તે તો ગ્રન્થના નામથી જ બરાબર જણાઈ જાય છે. એમ તો જ્ઞાનનો મહિમા માનવવંશ માત્રમાં પ્રસિદ્ધ છે, તેમ છતાં આર્ય જાતિનું તે એક માત્ર જીવનસાધ્ય રહ્યું છે. જૈન પરંપરામાં જ્ઞાનની આરાધના અને પૂજાની વિવિધ પ્રણાલીઓ એટલી પ્રચલિત છે કે કંઈ પણ ન જાણનારો જૈન પણ એટલું તો પ્રાયઃ જાણે છે કે જ્ઞાન પાંચ પ્રકારનું હોય છે. કેટલાંય ઐતિહાસિક પ્રમાણો ઉપરથી એવું માનવું પડે છે કે જ્ઞાનના પાંચ પ્રકાર, જે જૈનોમાં પ્રસિદ્ધ છે તે, ભગવાન મહાવીરના પહેલાંથી પ્રચલિત હોવા જોઈએ. પૂર્વશ્રુત જે ભગવાન મહાવીર પહેલાંનું મનાય છે અને જે બહુ પહેલેથી નારા પામેલું સમજવામાં આવે છે તેમાં એક ‘જ્ઞાનપ્રવાદ’ નામનું પૂર્વ હતું જેમાં શ્વેતામ્બર-દિગમ્બર બંને પરંપરા અનુસાર પંચવિધ જ્ઞાનનું વર્ણન હતું.
ઉપલબ્ધ શ્રુતમાં પ્રાચીન સમજવામાં આવતાં કેટલાંક અંગોમાં પણ તેમની સ્પષ્ટ ચર્ચા છે. ‘ઉત્તરાધ્યયન’” જેવા પ્રાચીન મૂલ સૂત્રમાં પણ તેમનું વર્ણન છે. નન્તિસૂત્રમાં તો કેવળ પાંચ જ્ઞાનોનું જ વર્ણન છે. ‘આવયકનિર્યુક્તિ’ જેવા પ્રાચીન વ્યાખ્યાગ્રન્થમાં પાંચ જ્ઞાનોને જ મંગલ માનીને પ્રારંભમાં તેમનું વર્ણન કરવામાં આવ્યું છે.8 કર્મવિષયક સાહિત્યના 6. ‘અત ડ્વ સ્વયમુવાં તપસ્વિના સિદ્ધાન્તવિન્દ્રૌ।' - પૃ. 24.
7. અધ્યયન 28, ગાયા 45.
8. આવશ્યકનિર્યુક્તિ, ગાયા 1 થી આગળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org