________________
ત્રિકણ૭
૪૯ પુરાણા મતોની સમીક્ષા કરે છે. ઉદાહરણાર્થ, બ્રાહ્મણ અને યજ્ઞ જેવા શબ્દો વૈદિક પરંપરામાં અમુક ભાવો સાથે જોડાયેલા પ્રસિદ્ધ છે. જ્યારે બૌદ્ધ, જૈન આદિ શ્રમણ પરંપરાઓએ પોતાનો સુધારો સ્થાપિત કર્યો ત્યારે તેમને બ્રાહ્મણ અને યજ્ઞ જેવા શબ્દોને સ્વીકારીને પણ તેમનો ભાવ તો પોતાના સિદ્ધાન્ત અનુસાર બદલવો પડ્યો. આથી ઐતિહાસિક તથ્ય એટલું તો નિર્વિવાદપણે ફલિત થાય છે કે જે પરિભાષાઓ અને મન્તવ્યોની સમાલોચના નવો સુધારક કે વિચાર કરે છે તે પરિભાષાઓ અને તે મન્તવ્યો જનતામાં પ્રતિષ્ઠિત અને ઊંડા મૂળ જમાવી રહેલાં હોય છે; આવું ન હોત તો નવા સુધારક યા વિચારકને તે પુરાણી પરિભાષાઓનો આશ્રય લેવાની કે તેમની અંદર રહેલા પુરાણા રૂઢ ભાવોની સમાલોચના કરવાની કોઈ જરૂરત જ ન પડત.
જો આ વિચારસરણી બરાબર હોય તો આપણે એટલું અવશ્ય કહી રાખીએ કે કાયદંડ આદિ ત્રિવિધ દંડોની, મહાન પ્રાણાતિપાત આદિ દોષોના કારણે દુર્ગતિરૂપફળ પામવાની તથા તે દોષોની વિરતિથી સુફળ પામવાની અને તપ દ્વારા નિર્જરા થતી હોવાની તથા સંવર દ્વારા નવા કર્મો ન આવવાની માન્યતાઓ નિર્ઝન્ય પરંપરામાં બહુ જ રૂઢ થઈ ગઈ હતી જેમનો બૌદ્ધ ભિક્ષુઓ સાચો જૂઠો પ્રતિવાદ કરે છે.
નિર્ઝન્ય પરંપરાની ઉપર્યુક્ત પરિભાષાઓ અને માન્યતાઓ માત્ર મહાવીર દ્વારા પહેલવહેલી શરૂ કરાઈ કે સ્થાપિત કરાઈ હોત તો બૌદ્ધોએ આટલો પ્રબળ સાચો જૂઠો પ્રતિવાદ કરવો ન પડત. સ્પષ્ટ છે કે ત્રિદંડની પરિભાષા અને સંવર-નિર્જરા આદિ મંતવ્ય પૂર્વકાલીન નિર્ઝન્ય પરંપરામાંથી જ મહાવીરને વારસામાં મળ્યાં હતાં.
અમે બૌદ્ધ ગ્રન્થો સાથે જેન આગમોની તુલનાત્મક ચર્ચા દ્વારા અહીં એટલું જ કહેવા માગીએ છીએ કે જૈન આગમોમાં જે કાયદંડ આદિ ત્રણ દંડોનાં નામો આવે છે અને ત્રણ દંડોની નિવૃત્તિ અનુક્રમે કાયગુપ્તિ, વચનગુપ્તિ અને મનોગુપ્તિ દ્વારા કરવાનું વિધાન આવે છે તથા નવતત્ત્વોમાં સંવર-નિર્જરાનું જે વર્ણન છે તથા તપને નિર્જરાનું સાધન માનવામાં આવ્યું છે અને મહાપ્રાણાતિપાત, મૃષાવાદ આદિ દોષોથી થતા મોટા અપાયનું કથન આવે છે - આ બધું નિર્ઝન્યપરંપરાની પરિભાષા અને વિચાર વિષયક પ્રાચીન સંપત્તિ છે.
બૌદ્ધ પિટકો તથા જૈન ગ્રન્યોનાવાચક સામાન્ય અભ્યાસીકેવળ એ જ જાણી શકે છે કે નિર્ઝન્ય પરંપરા જ તપને નિર્જરાનું સાધન માનનારી છે પરંતુ વાસ્તવમાં એવું નથી. જ્યારે આપણે સાંખ્યયોગ પરંપરાને જોઈએ છીએ ત્યારે ખબર પડે છે કે યોગપરંપરા પણ નિર્જરાના સાધન તરીકે તપ ઉપર એટલો જ ભાર આપતી આવી છે જેટલો ભાર નિર્ઝન્ય પરંપરા તેના ઉપર આપે છે. આ જ કારણે ઉપલબ્ધ યોગસૂત્રના રચયિતા પતંજલિએ અન્ય સાધનોની સાથે તપને પણ ક્રિયાયોગરૂપે ગણાવેલ છે (2.1); એટલું જ નહિ પણ પતંજલિએ ક્રિયાયોગમાં તપને જ પ્રથમ સ્થાન આપ્યું છે.
આ સૂત્ર ઉપર ભાષ્ય લખતાં વ્યાસે સાંખ્યયોગ પરંપરાનો પૂરો અભિપ્રાય પ્રગટ કરી દીધો છે. વ્યાસ કહે છે કે જે યોગી તપસ્વી નથી હોતો તે પુરાણી ચિત્ર-વિચિત્ર 1. ઉત્તરાધ્યયન, અ. 25, અ. 12.41, 42, 44; ધમ્મપદ વર્ગ 26.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org