SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોસથ-પૌષધ ૪૫ થયેલો જણાય છે. એ પણ હોઈ શકે કે ગોપાલકના શિષ્યો તરફથી પણ શ્રાવકોના સામાયિકાદિ વ્રત ઉપર આક્ષેપો થતા રહ્યા હોય અને એનો ઉત્તર ભગવતીમાં મહાવીર દ્વારા અપાવવામાં આવ્યો હોય. આજ આપણી સામે ગોશાલકની આજીવક પરંપરાનું સાહિત્ય નથી પરંતુ તે એક શ્રમણ પરંપરા હતી અને પોતાના સમયમાં પ્રબળ પણ હતી અને આ પરંપરાઓના આચારવિચારોમાં અનેક વાતો બિલકુલ એકસરખી હતી. આ બધું જોતાં એવું પણ માનવાનું મન થઈ જાય છે કે ગોપાલકની પરંપરામાં પણ સામાયિક-ઉપોસાથ આદિ વ્રત પ્રચલિત રહ્યાં હશે. તેથી ગોશાલકે યાતેના અનુયાયીઓએ બુદ્ધના અનુયાયીઓની જેમ નિર્ઝન્ય પરંપરાના સામાયિક-પૌષધ આદિ વ્રતોને નિઃસાર બતાવવાની દષ્ટિએ તેમની હાંસી ઉડાવી છે. ગમે તે હો, પરંતુ આપણે જોઈએ છીએ કે મહાવીરના મુખથી જે ઉત્તર દેવડાવવામાં આવ્યો છે તે તદનજેન મન્તવ્યની યથાર્થતાને પ્રગટ કરે છે. આટલી ચર્ચાથી એ વાત સરળતાથી સમજાઈ જાય છે કે શ્રમણ પરંપરાની ત્રણે શાખાઓમાં પૌષધ યા ઉપોસથનું ' સ્થાન અવશ્ય હતું અને તે પરંપરાઓ અંદરોઅંદર એકબીજાની પ્રથાને કટાક્ષદષ્ટિએ જોતી હતી અને પોતાની પ્રથાનું શ્રેષ્ઠત્વ સ્થાપિત કરતી હતી. (3) સંસ્કૃત શબ્દ ઉપવસથ’ છે, તેનું પાલિરૂપ ઉપોય છે અને પ્રાકૃત રૂપ પોસહ તથા પોસધ છે. ઉપોસથ અને પોસહ બને શબ્દોનું મૂળતો ઉપવસથરાદ્ધ જ છે. એકમાં વનો ઉથવાથી ઉપોસથરૂપની નિષ્પત્તિ થઈ છે જ્યારે બીજામાં ઉનો લોપ, વનો ઉ અને થનો હકે ધ થવાથી પોસહ કે પોસધ શબ્દ બન્યો છે. પછીથી પાલિ ઉપરથી અર્ધસંસ્કૃત જેવો ઉપોષણ શબ્દ વ્યવહારમાં આવ્યો જ્યારે પોસહકે પોસધાબ્દ સંસ્કૃતના ઢાંચામાં ઢળાઈને અનુક્રમે પોષધ કે પ્રૌષધના રૂપમાં વ્યવહારમાં આવ્યો. સંસ્કૃતપ્રધાન વૈદિક પરંપરામાં ઉપવસથ’ શબ્દ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ હોવા છતાં પણ પાલિ ઉપોસથ’ શબ્દ ઉપરથી બનેલો ઉપોષથ” શબ્દ પણ વૈદિક લોકવ્યવહારમાં વ્યવહત થાય છે. જેને પરંપરા જ્યાં સુધી પ્રાકૃતનો વ્યવહાર કરતી હતી ત્યાં સુધી પોસહ તથા પોસધ શબ્દ જ વ્યવહારમાં રહ્યા પરંતુ સંસ્કૃતમાં વ્યાખ્યાઓ લખાવા માંડીતે સમયથી શ્વેતામ્બરીય વ્યાખ્યાકારોએ પોસહશબ્દનું મૂળજાણ્યા વિના જ તેને પૌષધ રૂપે સંસ્કૃત બનાવ્યો. જે દિગમ્બર વ્યાખ્યાકારો થયા તેમણે પૌષધ એવું સંસ્કૃત રૂપન અપનાવ્યું પણ પોસધનું પ્રીષધ એવું સંસ્કૃત રૂપ જ વ્યવહત મ્યું. આમ આપણે જોઈએ છીએ કે એક જ ઉપવસથ શબ્દ જુદા જુદા લૌકિક પ્રવાહોમાં પડીને ઉપોષણ, પોસહ, પોસધ, પૌષધ, પ્રાષધ એવાં અનેક રૂપો ધારણ કરવા લાગ્યો. આ બધાં રૂપો એક જ કુટુંબનાં છે. - પોસહ આદિ શબ્દોનું કેવળમુળજ એકનથી પરંતુ તેના વિભિન્ન અર્થોની પાછળ રહેલો ભાવ પણ એક જ છે. આ ભાવમાંથી પોસહ યા ઉપોથ વ્રતની ઉત્પત્તિ થઈ છે. વૈદિક પરંપરા યજ્ઞયાગાદિને માનનારી અને તેથી જ દેવોનું યજન કરનારી છે. આવાં ખાસ ખાસ યજનોમાં તેઉપવાસ વ્રતને સ્થાન આપે છે. અમાવાસ્યા અને પોર્ણમાસીને તે ‘ઉપવસથ’ શબ્દથી વ્યવહત કરે છે કેમકે તે તિથિઓમાં તે દર્શપાર્ણમાસ નામના યજ્ઞોનું વિધાન કરે છે? - 8. કાત્યાયન શ્રોતસૂત્ર, 4.15.35. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy