________________
નિગ્રંન્યસમ્પ્રદાય સામિષ-નિરામિષ આહારનું પરિશિષ્ટ
હીનયાન અને મહાયાન સ્થવિરવાદ અને મહાયાન એ બન્ને એક જ તથાગત બુદ્ધને અને તેમના ઉપદેશોને માનનાર છે તેમ છતાં પણ બન્નેની વચ્ચે એટલો બધો અને તીવ્ર વિરોધ, જેવો બે સપત્નીઓ અર્થાત્ શોકો વચ્ચે હોય છે તેવો, ક્યારેક થયો છે. એવી જ માનસિક કટુતા એક જ ભગવાન મહાવીરને અને તેમના ઉપદેશોને માનનાર શ્વેતામ્બર, દિગમ્બર આદિ ફિરકાઓ વચ્ચે પણ ઇતિહાસમાં મળે છે. એમ તો ભારત ધર્મભૂમિ કહેવાય છે અને વસ્તુતઃ છે પણ તેમ છતાં તે જેવો ધર્મભૂમિ રહ્યો છે તેવો ધર્મયુદ્ધભૂમિ પણ રહ્યો છે. આપણને ઇતિહાસમાં ધર્મકલહ બે પ્રકારનો મળે છે. એક તો તે છે જે ભિન્ન ભિન્ન સંપ્રદાયો વચ્ચે રહ્યો છે, બીજો તે છે જે એક જ સંપ્રદાયના અવાન્તર આન્તરિક ફિરકાઓ વચ્ચે પરસ્પર રહ્યો છે. પહેલાનું ઉદાહરણ છે વૈદિક અને અવૈદિક(શ્રમણ)નો પારસ્પરિક સંઘર્ષ જે બન્નેનાં ધર્મશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રમાં નિર્દિષ્ટ છે. બીજાનું ઉદાહરણ છે એક જ ઔપનિષદ પરંપરાના અવાન્તર ભેદો શાંકર, રામાનુજીય, માધ્વ, વલ્લભીય આદિ ફિરકાઓ વચ્ચેની ઉગ્ર માનસિક કટુતા. આ જ રીતે બૌદ્ધ અને જૈન જેવી શ્રમણ પરંપરાઓ વચ્ચે જે માનસિક કદ્રતા પરસ્પર ઉગ્ર થઈ તેણે છેવટે એક જ સંપ્રદાયના અવાજોર ફિરકાઓમાં પણ પગપેસારો કર્યો. એનું ફળ સ્થવિરવાદ અને મહાયાન વચ્ચેનો તથા શ્વેતામ્બર અને દિગમ્બર વચ્ચેનો ઉગ્ર વિરોધ છે.
બુદ્ધનિર્વાણના સો વર્ષ પછી વૈશાલીમાં જે સંગીતિ થઈ તેમાં સ્થવિરવાદ અને મહાસાંઘિક એવા બે પક્ષ તો પડી જ ગયા હતા. આગળ ઉપર ત્રીજી સંગીતિના સમયે અશોક દ્વારા જ્યારે બન્ને પક્ષો વચ્ચે સમાધાન ન થયું ત્યારે વિરોધની ખાઈ પહોળી થવા લાગી. સ્થવિરવાદીઓએ મહાસાંધિકોને ‘અધર્મવાદી” તથા “પાપભિક્ષુ' કહીને બહિષ્કૃત ર્યા. મહાસાંધિકોએ પણ તેનો બદલો ચૂકવવો શરૂ કર્યો. ક્રમશઃ મહાસાંધિકોમાંથી જ મહાયાનનો વિકાસ થયો. મહાયાનના પ્રબળ પુરસ્કર્તા નાગાર્જુને પોતાના દાભૂમિવિભાષાશાસ્ત્રમાં લખ્યું છે કે જે શ્રાવક્યાન અને પ્રત્યેક્યાનમાં અર્થાત્ સ્થવિરવાદમાં પ્રવેશ કરે છે તે સઘળા લાભને નષ્ટ કરી દે છે, પછી ક્યારેય બોધિસત્ત્વ બની રાકતો નથી. નાગાર્જુનનું કહેવું છે કે નરકમાં જવું ભયપ્રદ નથી પરંતુ હીનયાનમાં પ્રવેશ કરવો અવશ્ય ભયપ્રદ છે. નાગાર્જુનના અનુગામી સ્થિરમતિએ (ઈ.સ. 200-300 વચ્ચે) પોતાના મહાયાનાવતારક શાસ્ત્રમાં લખ્યું છે કે જે મહાયાનની નિંદા કરે છે તે પાપભાષી અને નરકગામી બને છે.
વસુબધુએ (ચોથી રાતાબ્દી) પોતાના બોધિચિત્તોત્પાદનશાસ્ત્રમાં લખ્યું છે કે જે મહાયાનના તત્ત્વમાં દોષ દેખે છે તે ચારમાંથી એક મહાન અપરાધ યા પાપ કરે છે અને જે મહાયાન ઉપર શ્રદ્ધા રાખે છે તે ચારે વિપ્નોને પાર કરે છે. ઉપર જે બૌદ્ધ હીનયાન-મહાયાન જેવા ફિરકાઓ વચ્ચે જન્મેલી માનસિક કટુતાનો ઉલ્લેખ અમેર્યો છે તે જેન ફિરકાઓ વચ્ચે જન્મેલી તેવી જ માનસિક કટુતા સાથે તુલનીય છે. જ્યારે સમય, સ્થાન અને વાતાવરણની સમાનતાનો ઐતિહાસિક દષ્ટિએ આપણે વિચાર કરીએ છીએ ત્યારે જણાય છે કે ધર્મવિષયક માનસિક કટુતા એક ચેપી રોગની જેમ ફેલાયેલી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org