SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સામિષ-નિરામિષઆહાર ૨૫ બુદ્ધના મૃત્યુનું કારણ સમજીને ગણીને કોઈ ચુન્દને અપમાનિતયા તિરસ્કૃતન કરે એ ઉદાત્ત ભાવનાથી ખુદ બુદ્ધ જ ચુન્દનો બચાવ ર્યો છે અને સંઘને કહ્યું છે કે કોઈ ચુન્દને દોષવાળો ન માને. બૌદ્ધ પિટકના આ વર્ણન ઉપરથી એ તો સ્પષ્ટ જ છે કે સૂકરમાંસ જેવી ગરિષ્ઠ વસ્તુની ભિક્ષા દેવાના કારણે બૌદ્ધસંઘ ચુન્દનો તિરસ્કાર કરવા તૈયાર થઈ ગયો હતો એટલે બુદ્ધ બૌદ્ધસંઘને સાવધ કર્યો છે. જો બુદ્ધની હયાતીમાં બૌદ્ધ ભિક્ષુ માંસ જેવી વસ્તુ ગ્રહણ કરતા હતા અને ખુદ બુદ્ધ પણ ચુન્દ ઉપરાંત ઉગ્ર ગૃહપતિએ આપેલી સુકરમાંસની ભિક્ષા ગ્રહણ કરી હોવાનું અંગુત્તરનિકાયના પંચમ નિપાતમાં સાફ કથન છે તો પછી બૌદ્ધ પરંપરામાં આગળ ઉપર સૂકરમાંસ અર્થનાસૂચક સૂત્રના અર્થ ઉપર બૌદ્ધ વિદ્વાનોમાં મતભેદ કેમ થયો? એ ઓછાકુતૂહલનો વિષય નથી. બુદ્ધના નિર્વાણ પછી લગભગ 1000 વર્ષ પછીબુદ્ધઘોષે પિટકો ઉપર વ્યાખ્યાઓ લખી છે. તેમણે દીઘનિકાયની અઠકથામાં પાલિ શબ્દ “સૂકરમદવ’ના જુદાજુદા વ્યાખ્યાકારોએ કરેલા ત્રણ અર્થોનો નિર્દેશ કર્યો છે. ઉદાનની અદ્ધક્યામાં બીજા નવા બે અર્થોનો વધારો જોવામાં આવે છે. એટલું જ નહિ પણ ચીની ભાષામાં ઉપલબ્ધ એક ગ્રન્થમાં સૂકરમદવ’નો તદ્દન નવો જ અર્થ કરાયેલો મળે છે. સૂકરમાંસ એ અર્થ તો પ્રસિદ્ધ જ હતો પરંતુ તેનાથી જુદા પડીને અનેક વ્યાખ્યાકારોએ પોતપોતાની કલ્પનાથી મૂળ સુકરમદ્દવ’ શબ્દના નવાનવા અર્થો ર્યા છે. આ બધા નવાનવા અર્થો કરનારાઓનું તાત્પર્ય એટલું જ છે કે “સૂકરમદવ’ શબ્દ સૂકરમાંસનો બોધક નથી અને ચન્દબુદ્ધને ભિક્ષામાં સૂકરમાંસ આપ્યું ન હતું. 21. સંક્ષેપમાં તે અર્થો આ પ્રમાણે છે : (1) સ્નિગ્ધ અને મૃદુ સૂકરમાંસ. (2) પંચગોરસમાંથી તૈયાર કરવામાં આવેલું એક પ્રકારનું એક કોમળ અન. (3) એક જાતનું રસાયન. આ ત્રણ અર્થે મહાપરિનિર્વાણ સૂત્રની અઠક્યામાં છે. (4) સૂકર દ્વારા મર્દિત વાંસનો અંકુર. (5) વર્ષામાં ઊગતો બિલાડીનો ટોપ - અહિક્ષત્ર. આ બે અર્થ ઉદાનઅઠક્યામાં છે. (6) શર્કરાનું બનાવેલું સૂકરના આકારનું રમકડું. આ અર્થ કોઈ ચીની ગ્રન્થમાં છે જેને મેં જોયો નથી પરંતુ અધ્યાપક ધર્માનન્દ કૌશાંબીજી દ્વારા મને જાણવા મળ્યું છે. વ્યાધિની નિવૃત્તિ માટે ભગવાન મહાવીર વાસ્તે શ્રાવિકા રેવતી દ્વારા અપાયેલી ભિક્ષાનું ભગવતીમાં શતક 15માં વર્ણન છે. તે ભિક્ષાવસ્તુના પણ બે અર્થ પૂર્વકાલથી ચાલતા આવ્યા છે જેમનો નિર્દેશ ટીકાકાર અભયદેવેર્યો છે. એક અર્થ માંસપરક છે જ્યારે બીજો વનસ્પતિપરક છે. પોતપોતાના સંપ્રદાયના નાયક બુદ્ધ અને મહાવીરે લીધેલી ભિક્ષાવસ્તુનાં સૂચક સૂત્રોનો માંસપરક તથા નિમાંસપરક અર્થ બને પરંપરામાં કરવામાં આવેલ છે એ વસ્તુ ઐતિહાસિકોના માટે વિચારપ્રેરક છે. બંનેમાં ફરક એ છે કે એક પરંપરામાં માંસ ઉપરાંત બીજા અનેક અર્થોની સૃષ્ટિ થઈ છે જ્યારે બીજી પરંપરામાં માંસ ઉપરાંત એક માત્ર વનસ્પતિ અર્થ જ કરવામાં આવ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy