________________
ગ્રન્થકારનું તાત્પર્ય તથા તેમની સ્વોપજ્ઞ વિચારણા
૧૨૩
અહીં ઉપાધ્યાયજીએ શાસ્ત્રપ્રસિદ્ધ તે નયાશ્રિત પક્ષભેદોનું સૂચન કર્યું છે જે અજ્ઞાનનાશ અને જ્ઞાનોત્પત્તિનો સમય જુદો જુદો માનીને તેમજ એક માનીને પ્રચલિત છે. એક પક્ષ તો એ જ કહે છે કે આવરણનો નારા અને જ્ઞાનની ઉત્પત્તિ એ બન્ને છે તો ભિન્ન પરંતુ ઉત્પન્ન થાય છે એક જ સમયે, જ્યારે બીજો પક્ષ કહે છે કે બન્નેની ઉત્પત્તિ જુદા જુદા સમયે થાય છે પહેલાં અજ્ઞાનનો નારા થાય છે અને પછી જ જ્ઞાનોત્પત્તિ થાય છે. ત્રીજો પક્ષ કહે છે કે અજ્ઞાનનો નારા અને જ્ઞાનની ઉત્પત્તિ એ કોઈ જુદા જુદા ભાવો નથી પરંતુ એક જ વસ્તુના બોધક અભાવપ્રધાન અને ભાવપ્રધાન બે ભિન્ન રાબ્દમાત્ર છે.
(5) જે જૈનશાસ્ત્ર અનેકાન્તના બળે સત્ત્વ અને અસત્ત્વ જેવા પરસ્પર વિરુદ્ધ ધર્મોનો સમન્વય કર્યો છે અને જેણે વિશેષ્યને ચારેક વિશેષણ અને વિશેષણને ક્યારેક વિરોષ્ય માનવાનો સ્વીકાર કર્યો છે તે જૈન શાસ્ત્ર જ્ઞાનના વિષયમાં પ્રચલિત ત્રણે પક્ષોની ગૌણપ્રધાનભાવથી વ્યવસ્થા કરે તો તે સંગત જ છે.
(6) સ્વસમયમાં પણ જે અનેકાન્ત જ્ઞાન છે તે પ્રમાણ અને નય ઉભય દ્વારા સિદ્ધ છે. અનેકાન્તમાં તે તે નયનો પોતપોતાના વિષયમાં આગ્રહ અવશ્ય હોય છે પરંતુ સાથે સાથે બીજા નયના વિષયમાં તેની તટસ્થતા પણ હોય છે જ. આ જ અનેકાન્તની ખૂબી છે. આવો અનેકાન્ત ક્યારેય સુગુરુઓની પરંપરાને મિથ્યા ઠરાવતો નથી. વિશાલ બુદ્ધિવાળા વિદ્વાન સદર્શન તેને કહે છે જેમાં સામંજસ્યને સ્થાન હોય.
(7) ખલ પુરુષો હતબુદ્ધિ હોવાના કારણે નયોનું રહસ્ય તો જરા પણ જાણતા નથી પરંતુ ઊલટું તેઓ વિદ્વાનોના વિભિન્ન પક્ષોમાં વિરોધ દેખાડે છે. આ ખલો ખરેખર ચન્દ્ર અને સૂર્ય તથા પ્રકૃતિ અને વિકૃતિનો વ્યત્યય કરનારા છે. અર્થાત્ તેઓ રાતને દિવસ તથા દિવસને રાત અને કારણને કાર્ય તથા કાર્યને કારણ કહેતાં પણ ખચકાતા નથી. દુઃખની વાત છે કે ખલ પુરુષો ગુણોને ખોળી રાકતા નથી.
(8) પ્રસ્તુત જ્ઞાનબિન્દુ ગ્રન્થના અસાધારણ સ્વાદ આગળ કલ્પવૃક્ષના ફળનો સ્વાદ શું ચીજ છે તથા આ જ્ઞાનબિન્દુના આસ્વાદ આગળ દ્રાક્ષાસ્વાદ, અમૃતવર્ષા અને સ્ત્રીસંપત્તિ આદિના આનન્દની રમણીયતા પણ શું ચીજ છે ? જ્ઞાનબિન્દુના રસાસ્વાદ આગળ બીજા રસાસ્વાદોની કોઈ વિસાત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org