________________
[૪]
જૈન દષ્ટિએ આત્મા = જસ્થાન વિચાર જગતમાં બે તત્વ છે. જડ અને ચેતન.
આ બે ય ત અંગે વિજ્ઞાન અને તત્વજ્ઞાનનું મન્તવ્ય . કેટલે સમન્વય પ્રાપ્ત કરે છે તેને આપણે વિચાર કરીશું.
પ્રથમ તે આત્મા અંગે વિચાર કરીશું. વર્તમાન વિજ્ઞાન, આત્માનું અસ્તિત્વ સ્વીકારતું જાય છે એ વાત હવે ઘણું વિજ્ઞાનપ્રેમીઓ જાણે છે.
પ્રથમ તે જિનાગમની દષ્ટિએ આત્માનું શું સ્વરૂપ છે તે જોઈએ.
જૈન આગમોમાં આત્માની શાશ્વતતા અંગે જેટલું સ્પષ્ટ વિધાન મળે છે એટલું બીજે ક્યાં ય મળતું નથી. જેન દષ્ટિએ આત્મા નિત્ય છે અને દેહથી ભિન્ન છે. આત્મા પિતાના સ્વરૂપથી નિત્ય હોવા સાથે જુદા જુદા મનુષ્યાદિ સ્વરૂપે તે અનિત્ય પણ છે જ. એટલે કે પિતે નિત્ય હોવા છતાં મનુષ્ય, સ્ત્રી, પશુ, દેવ વગેરે સ્વરૂપે તેનાં જુદાં જુદાં પરિણમે તે થતાં જ રહે છે, આમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org