________________
ભવિષ્યવાણી
[૩૮૭
ઝેરી અસર
એની અસરની તપાસમાં જણાયું છે કે એના સંસર્ગમાં આવનાર માનવીઓમાંથી લગભગ બે ટકાને એની બીમારી જરૂર લાગુ પડે છે. પૂનાના એક પ્રસિદ્ધ ચામડી-નિષ્ણાત ડેકટરના જણાવ્યા પ્રમાણે પારથેનિયમ ઘાસમાં એક ઝેરી રસાયણ છે તે ચામડીને અડતાં ચર્મરોગ થાય છે, જેથી ચહેરે, હાથ અને ગરદન પર મગરની ચામડી જેવાં બરછટ ચકામાં પડી જાય છે, જે જૂની દાદરના જેવા લાગે છે. વળી આ ઘાસથી ચિત્રવિચિત્ર પ્રકારની “એલજી થવાથી કેટલીકવાર દરદીનું મૃત્યુ પણ થાય છે. એ ગીચ ઝાડીની જેમ પથરાય છે અને પુષ્કળ ફૂલ ઝમતાં હોવાથી તેની ઝેરી પરાગની અસર હવાના માધ્યમ દ્વારા પણ ફેલાય છે.
આવા ઘાસને નાશ કેવી રીતે કરે એ પણ મોટી સમસ્યા છે. સારામાં સારો માર્ગ છોડ નાનકડા હોય ત્યારે જ મૂળમાંથી ઉખેડી નાંખવાને છે. સરકારનું કૃષિખાતું એ કામ મશીન વડે કરવામાં માને છે. અત્યારે વરસાદથી જમીન પોચી છે, અને છેડ હજી ઊભા રહ્યા છે ત્યારે તેને જડમાંથી ઉખેડવાની ઝુંબેશ સામૂહિક ધોરણે ઉપડવામાં આવે તે પરિણામ આવે. હાથ વડે ઉખેડીને એક બાજુ ખડકીને સૂકા થતાં સળગાવી મૂકવાથી જેમ તેને નાશ થાય છે, તેમ રસાયણના છંટકારથી પણ તેને ખાતમે થઈ શકે છે. કર્ણાટકમાં “બેમેસલ” નામનું રસાયણ કામિયાબ નીવડ્યું છે. ૨-કડી તથા પેરાકટરનું મિશ્રણ પણું કામ આપે છે. કેપર સ્વફટથી પણ આ છોડની વૃદ્ધિ અટકે છે. [ગુજરાત સમાચાર તા. ૩૧-૮-૭૬ માંથી સાભાર)
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org