________________
વિજ્ઞાનનાં ફરતાં વિધાને
[૨૫
શક્તા નથી. ખેર અહીં તે એટલું જ જણાવવું છે કે, ઉલ્કાને જૈન કુળમાં જન્મ પામેલું નાનું બાળક પણ “જીવવિચાર’ નામનું પ્રકરણ ભણીને બેધડક કહી શકતું કે, “ઉલ્કા એ આકાશમાંથી પડતા અગ્નિ-કણે છે,” તેને દસકાઓના દસકા સુધી એક જમાનાના ધુરંધર વૈજ્ઞાનિકે ન માની શક્યા અને છેવટે એમને એ વાત મંજૂર કરવી પડી. એ તે સુંદર વાત છે કે ઉલકાની વાત અંતે તેમણે મંજૂર કરી પરંતુ જ્યાં સુધી એ જૈનધર્મને જ્ઞાનને પામેલે એક ધાર્મિક માણસ ઉલ્કાને આકાશમાંથી પડતા અગ્નિકશું કહી દેત તે બીજા બધાની જેમ તે અને તેને ધર્મ હાંસીપાત્ર જ બનત ને? જગતમાં પણ એની ક્રર મશ્કરી જ થાત ને ? કેમકે દુનિયા તે વિજ્ઞાન અને વૈજ્ઞાનિકેની પાછળ જ ઘેલી બની છે! આજે પણ આવું બીજી ઘણી બાબતમાં બની જ રહ્યું છે, પણ જેવું ઉલ્કાની બાબતમાં થયું એવું બીજી બધી બાબતોમાં થશે જ. કેમકે જિનાગમ એ સત્યવાદી સર્વજ્ઞભાષિત આગમ છે. * અસ્તુ.
વિજ્ઞાનનાં મન્ત કેવાં કેવાં ફરતાં રહે છે તેને બીજે એક દાખલે લઈએ.
(ર) ગુરુત્વાકર્ષણઃ ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ગુરુત્વાકર્ષણને એક સિદ્ધાંત શોધ્યું હતું. આ સિદ્ધાંત ઉપર તે વૈજ્ઞાનિક જગતે ખૂબ જ નિષ્ઠા મૂકી દીધી હતી. પૃથ્વીના પરિભ્રમણની માન્યતામાં એવા કેટલાય પ્રશ્નો ઉપસ્થિત થયા હતા, જે બધાને ઉકેલ ગુરુત્વાકર્ષણને સિદ્ધાંત સ્વીકારીને વૈજ્ઞાનિકે લાવ્યા હતા. પરંતુ આજે એ બદ્ધભૂલ થઈ ગયેલા સિદ્ધાંતને આઈન્સ્ટાઈને મૂળમાંથી હલાવી નાંખે છે. અદ્યતન વિશ્વમાં ન્યૂટનના એ સિદ્ધાંતનું કોઈ મૂલ્ય એણે રહેવા દીધું નથી.
* इंगल जाल मुम्मुर, उक्कासणि वणग विज्जमाइआ । अगणि जिआण भेया नायव्वा निउणबुद्धिए ।
, (જીવવિચાર પ્રકરણ ગાથા છઠ્ઠી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org