________________
૨૨]
વિજ્ઞાન અને ધમ અહી એવી કેટલીક બાબતે જોઈએ કે જેના વિષયમાં જિનાગમનું વિધાન એક જ અફર રહ્યું હોય અને વિજ્ઞાનનું વિધાન ફરતું ફરતું અંતે જિનાગમના વિધાનની સાથે સાવ જ મળી ગયું હોત. વૈજ્ઞાનિકનાં ફરતાં વિધાને
(૧) ઉલકા શ્રીજિનાગોમાં ઉલ્કાને તેજસ્કાય કહેલ છે. એટલે કે ઉલ્કાને આકાશમાં પડતા અગ્નિના કણિયા કે પથ્થરસ્વરૂપ પદાર્થ કહ્યો છે.
આ વાતને વૈજ્ઞાનિકોએ ઘણા સમય સુધી માન્ય કરી ન હતી. સૌર-પરિવાર પૃ. ૭૦૫ ઉપર ઉલકા-પ્રકરણ આપ્યું છે. ત્યાં “વૈજ્ઞાનિકને અવિશ્રવાસ એ શીર્ષક હેઠળ લખ્યું છે કે કેવળ લેકે જ અન્ધવિશ્રવાસમાં રાચે છે તેવું નથી હોતું કેટલીક વાર વૈજ્ઞાનિકે પણ અન્ધવિશ્વાસુ બની જાય છે, અને લોકો એગ્ય રસ્તે ચાલતા હોય છે. યુરોપમાં મધ્યકાલીન સમયમાં જેમ જેમ વિજ્ઞાનની ઉન્નતિ થતી ચાલી તેમ તેમ વૈજ્ઞાનિકોને આ વાત ઉપર વિશ્વાસ વધતે ચા કે પથ્થર કોઈ દિવસ આકાશમાંથી પડી શકે જ નહિ. આથી તેમણે એમ માની લીધું કે પહેલાં પણ કઈ દિવસ આકાશમાંથી પથ્થર પડ્યા જ નથી. લેકે જ્યારે એમ કહેવા લાગ્યા કે, “અમે જાતે આકાશમાંથી પથ્થર પડતા જોયા છે.” ત્યારે તે વખતના વૈજ્ઞાનિકે એ તેમની વાતને અંધશ્રદ્ધાથી પ્રેરિત માની લીધી, એટલું જ નહિ પણ તેમની મશ્કરી કરવા લાગ્યા, “વાહ રે મેટા સમજદાર માણસે, આકાશમાંથી પથ્થરો પડયાનું આંખે આંખ જોયાનું કહેતા લાજતાં ય નથી !!!”
આ વિષયમાં “આલીબિયર’ નામના વૈજ્ઞાનિકે પોતાના “ઉલ્કાઓ, (Meteors)' નામના પુસ્તકમાં લખ્યું છે કે, “હવે અમે અઢારમી સદીના બીજા ભાગમાં આવીએ છીએ. આની પહેલાંની શતાબ્દીઓમાં કેટલા ય ઉલકા-પ્રસ્તર આકાશમાંથી પડ્યા હતા અને એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org