SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ અગણિત વંદન, જિનાગામોને આલિંગી રહેલું જણાતું હતું. પ્રસન્નતાને તે સાગર એમનાં જ નયનમાં ઊમટ્યો હતે. એ ભીમ પણ જણાતા હતા તે બીજી બાજુથી કાન પણ દેખાતા હતા; એમની બહુમુખી પ્રતિભાને જોઈને - હરિભદ્ર દંગ થઈ ગયા! અભયની સાક્ષાતમૂર્તિને એ મને મન નમી ગયા! પાવિત્ર્યની એ અખંડિત પ્રતિમાને જોતાં જ એમનું શિર ઝૂકી ગયા વિના ન રહી શકયું. પ્રસન્નસ્મિતના ઓઘ વેરતા આચાર્યશ્રીએ કલ્યાણકારિણી આશિષ આપી. વિનીતભાવે બેસીને હરિભદ્રે પેલા લેકનો અર્થ જણાવવા વિનંતિ કરી. પરાર્થમૂતિ આચાર્યશ્રીએ અપૂર્વ વાત્સલ્ય દાખવીને એ લેકનો અર્થ સમજાવ્યું. બ્રાહ્મણ પુહિતને એ વખતે તે એમ જ લાગી ગયું કે પોતે સાચે જ આજે એક વાત્સલ્યમયી માતાની હૂંફ પામી રહ્યો છે. કદાચ આવી હૂફ ક્યારેય ન મળી હોય. અને નાનકડા બાળની અદાથી હરિભદ્રે એ અર્થ સાંભળે. આજે એને અહં ચૂર ચૂર થઈ ગયા હતા. એ સાવ જ બાળ બની ગયું હતું અને તેથી જ લેટી ગયે વાત્સલ્યમયી ગુરુમાતાની ગેદમાં....એના ચરણેમાં! એણે કહ્યું, “ભગવન, મને દીક્ષા આપ આપના શિષ્યત્વની. મને સ્વીકારો આપના બાળ તરીકે! મારી પ્રતિજ્ઞા છે, મને ન સમજાયાને જે બેધ આપે તેને શિષ્ય થાઉં !' અને...કરુણાની ખળ ખળ વહી જતી ગોત્રી સમી વાણીના ગંભીરનાદે કરુણામૂતિ આચાર્યશ્રીએ ભવરાનમાં ભાન ભૂલ્યા એક આત્માને ઉદ્ધાર કર્યો ! અહંની એક મૂતિને ખંડિત કરી નમ્ર તાની નમણી પ્રતિમાનું સર્જન કર્યું. હરિભદ્ર બ્રાહ્મણ પુરોહિત મટીને મુનિવર હરિભદ્ર બન્યા. - આચાર્યશ્રી પાસે શિક્ષા પામીને આચાર્ય હરિભદ્રસૂરિ બન્યા. ભગવાન જિનના પરમભક્ત બન્યા. એમના તત્વજ્ઞાનને પીને પચાવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy