________________
૧૦૦]
વિજ્ઞાન અને ધર્મ
હા જતાં,
એ પાછળ પાછળ દ્ધને
એ ભીડમાંથી એણે એક વૃદ્ધને ઓળખી કાઢ્યા અને શ્રદ્ધાપૂર્વક તેને ચરણને સ્પર્શ કર્યો. શાંતાદેવીએ કહ્યું કે, “આ મારા જેઠ છે.” એ વૃદ્ધ પૂર્વજન્મને જેઠ જ હતો. ભાડૂતી ટાંગામાં સૌથી આગળ શાંતાદેવી દેશબંધુની સાથે બેઠી. ટાંગાવાળાને કહી દેવામાં આવ્યું કે, “શાંતાદેવી કહે તે રસ્તે ટગે ચલાવો. રસ્તામાં જુદાં જુદાં મકાનો અને રસ્તાઓ અંગે શાંતાદેવીને પૂછવામાં આવતાં તેણે બરાબર જવાબ આપ્યા. કેટલાંક મકાન પહેલાં ન હતાં. હોલીગેટ પહોંચતાં પહેલાં જ તેણે હેલીગેટને નિર્દેશ કરી દીધે. સ્ટેશનને રસ્તે પહેલાં ડામરને ન હતો એમ પણ જણાવ્યું. શાંતાદેવી ટાંગાવાળાને બરાબર રસ્તે બતાવતી રહી.
એક ગલ્લીમાં ટાંગો જતાં, ટાંગે ઊભો રખાવીને તે ઊતરી પડી અને ચાલવા માંડયું. સાથેના માણસો પાછળ પાછળ જવા લાગ્યા. અચાનક આશ્ચર્યજનક દશ્ય જોવામાં આવ્યું. તેણે એક વૃદ્ધને દૂરથી ઓળખી કાઢયા અને તે બોલી કે, “આ મારા શ્વસુર છે.” શાંતાદેવીએ એ વૃદ્ધના ચરણેને સ્પર્શ કર્યો. એ બધું નૈસર્ગિક અને અકૃત્રિમ હતું. કાંઈ પણ મુશ્કેલી સિવાય પિતાના મકાનને શેધી કાઢવામાં તે સફળ થઈ. શાંતાદેવીએ મકાન બતાવ્યું. મથુરાના જવાબદાર માણસેએ પૂછયું કે મકાનનું જાજરૂ બતાવી શકશે? શાંતાદેવી તરત નીચે ઊતરી અને એક ક્ષણમાં જાજરૂ બતાવી દીધું! કેમ જાણે ઘરની પરિચિત ન હોય ! સહુ આશ્ચર્ય પામ્યા. શાંતાદેવીએ એક ધર્મશાળામાં પૂર્વજન્મના ૨૫ વર્ષના ભાઈને, કાકાને અને સસરાને ઓળખી કાઢ્યા. તે વારંવાર કહેતી કે મથુરા અને તેનાં મકાનેથી તે પૂર્ણ પરિચિત છે. શાંતાદેવીએ વારંવાર બીજા એક મકાનમાં લઈ જવાને કહ્યું, જેમાં પૂર્વજન્મના કેટલાક રૂપિયા દાટવ્યા હતા. પછી રસ્તો બતાવતી આગળ ચાલી.
થોડીવારમાં તેણે જરા પણ મુશ્કેલી વિના મકાન ઓળખી કાઢયું. તેણે કહ્યું કે, “મારા પૂર્વજન્મને મોટો ભાગ એ મકાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org