________________
પ્રકરણ -૩
વિભાગ -૧
કવિ પરિચય અને ગઝલો ૧. કવિ ખેતાજી
ખરતર ગચ્છના જૈન સાધુ (યતિ) અને ખેમાજીના શિષ્ય. એમનું મૂળવતન વડનગર હતું. તેઓ ૧૮મી સદીના મધ્યકાલીન સમયના કવિ હતા.
ચિતોડ રી ગઝલ' સં. ૧૭૪૮માં ખરતરગચ્છીય કવિ ખેતાએ રચી છે. કોઇની પાસે શ્રવણ કરીને નહીં પણ જાતપરિચય ઉપરથી આ ગઝલ લખી છે. : (“કહિયે સિફત કહો કેસિ કિ, આંખ્યું દેખી ઐસી કિ'). વળી ત્યાં “નવસે ઝિલ્લરુકા નાદ, પરબત ગુંજતે પરસાદ: નીધરસે ઢોલ નગારા કિ, વાજિંત્ર વાજતે સારા કિ’-એમ નગરની આબાદી વર્ણવી છે -
(દુહો) ચરણ ચતુર્ભુજધારિ ચિત, અરુ ઠીક કરી મન ઠોરઃ ચોરાસી ગઢ ચક્કલે, ચાલો ગઢ ચિતોર.”
(ગઝલ) ગઢ ચિતોડ હૈ વંકા કિ, માનું સમંદમેં લંકા કિઃ જૈસી દ્વારિકા, હરિદ્વાર, ગંગા, ગોમતી, ગિરનાર બદરીનાથ, તટ કેદાર, ઇકલિંગ તેતલા અવતાર. કસબા તલહટી ઐસી કિ, દિલ્હી આગર જૈસી કિ : ખરતર જતિ કવિ ખેતા કિ, આંખે મોજશું એતા કિઃ સંવત સતરસૈ અડતાલ, સાવણ માસ રિંતુ વરસાલ વદિ પખવાઈ તેરી કિ, કીની ગજલ પઢિયો ઠીકિ.
[૩૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org