SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ઉર્દૂમાં રેખતામાં લખેલ છે. આ પ્રકારનું ખેડાણ લગભગ હવે થતું નથી.” (૧૩) જૈન કવિઓએ રેખતા'નો પ્રયોગ કરીને આધ્યાત્મિક વિચારો વ્યક્ત કર્યા છે. તેમાં ઉપદેશનું તત્ત્વ પણ રહેલું છે. સૂફી વિચાર ધારાને વ્યક્ત કરતી ગઝલોમાં ઉપદેશ રહેલો છે તે દૃષ્ટિએ જૈન સાહિત્યની ગઝલોમાં આવો ઉપદેશ હોય તો તે ગઝલના વિષય વસ્તુનું એક અંગ છે એમ માનવું જોઇએ. ગઝલમાં સતત પ્રયોગો થયા છે. અને થતા રહેશે. જૈન સાહિત્યની ગઝલોમાં પ્રયોગનું વલણ ઓછું છે છતાં તેમાં શાસ્ત્રીય રાગ અને દેશીઓનું સંયોજન કરીને ગઝલોમાં પ્રયોગશીલતા દર્શાવી છે. સ્થળ વર્ણનની ગઝલોમાં મધ્યકાલીન પરંપરાનું અનુસરણ કરીને કળશ, દુહા, રચના, સંવત વગેરે વિગતો પ્રાપ્ત થાય છે. કવિખેતા'ની ‘ચિતોડરી ગઝલ’નું ઉદા. નીચે પ્રમાણે છે. “ખરતર કવિ તિ ખેતાકિ, આંખ મોજસું એતાકિ, સંવત સત્તરમેં અડતાલ, સાવણમાર રિતુ વરસાલ,” વદિ પખવારઇ તેરી કિ કીની ગઝલ પઢિયો ઠીકિ” (૧૪) કવિરાજ દીપવિજયની ‘‘પાલનપુરની ગઝલ’’માં ‘કળશ’ રચના થયેલી છે તેમાં કવિના નામનો સંદર્ભ છે. “ધરણરાજ પદ્માવતી અહર્નિસ્ પ્રભુ હાજર રહે દીવિજય કવિરાજ બહાદર સકલ સંઘમંગલ કરે" (૧૫) ગઝલની છેલ્લી કડીમાં કવિનું નામ કે ઉપનામનો ઉલ્લેખ થયેલો હોય છે. જૈન સાહિત્યની ગઝલોમાં પણ ઉપનામ કરતાં સીધા નામનો જ સંદર્ભ પ્રાપ્ત થાય છે. અરે આ નાવ જીંદગીનું ધર્યું છે હાથ મેં તારે, ડુબાવે તું ઉગારે તું, શ્રી શુભવીર વીનવે તુજને. અહીં કવિ પંડિત વીરવિજયનો નામોલ્લેખ થયો છે. [૨૮] Jain Education International For Private & Personal Use Only ur www.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy