SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ કઢંગા કુરિવાજો થી, અને આત્મા બહુ ભારી; ગુરુ ઉપદેશ ઉરધારી, લીયો સૌ આત્મ સુધારી. નાગરની અરજ ઉર ધરજો, કુરિવાજોને પરીહરજો; જીનાશાને અનુસરજો, જેથી હો સ્વલ્પ સંસારી. છે ૧૫ પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ - પા. ૩૬૭ + ૧ || ૨ | ૩ | ૧૭. કર્મરાયની વિચિત્રતા અરે કિસ્મત તું ઘેલું, રડાવે તું હસાવે તું; ઘડી ફંદે ફસાવીને, સતાવે તું રીબાવે તું. ઘડી આશામહી વહેતું, ઘડી અંતે નિરાશા છે; વિવિધ રંગો બતાવે તું, હસે તેને રડાવે તું. કેઈની લાખ આશાઓ, ઘડીમાં ધુળધાણી થઈ; પછી પાછી સજીવન થઈ, રડેલાને હસાવે તું. રહી મશગુલ અભિમાને, સદા મોટાઈ મન ધરતા; નિડરને પણ ડરાવે તું, ન ધાર્યું કોઇનું થાતું. વિકટ રસ્તા અરે તારા, અતિ ગંભીર ને ઊંડા; ન મર્મ કોઈ શકે જાણી, અતિ જે ગૂઢ અભિમાની. સદાચારીજ સનતોને, ફસાવે તું રડાવે તું; કરે ધાર્યું અરે તારૂં, બધી આલમ ફના કરતું. અરે આ નાવ જીંદગીનું, ધર્યું છે હાથ મેં તારે; ડુબાવે તું ઉગારે તું, શ્રી શુભવીર વિનવે તુજને. | ૪ | | ૫ | I ૬ ા || ૭ | પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ પા. ૩૬૯ [૧૯૨]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy