________________
||
૨
||
(
૩
)
|
૪ |
|
૫
|
કંઈક નિજ હિત સંભાળી, પકડયને પુન્યની ડાળી, કરી માયાજ તે વાહલી, ગુમાવી જીંદગી ખાલી. વરસ પચાસ તો વિત્યાં, કરી ન આત્મની ચિંતા, ન ગાઈ ધર્મની ગીતા, પકડશે કાળ ઓચિંતા. મળીઓ દેહ બહુ મૂલી, ગયો દેવા વિષે ડુલી, પકડી તે પાપની પુળી, કનક મૂકી ધએ ધુલી. મુસાફર બે દિવસનો તું, મુસાફરી બંગલે આવ્યો, નથી આ બંગલો તારો, વૃથા તું બોલમા મારો. કહું છું પ્રેમથી વાહલા, હવે લે હાથમાં માળા, ઉપાધિના તજી ભાલાં, હૃદયનાં ખોલને તાળાં. ઉમર આ રાખમાં રોળી, ન જોયું ચિત્તમાં ખોળી, ગળી તે પર્વની ગોળી, ઉદકમાં જીંદગી બોળી. નથી ઘરબાર આ તારા, નથી સુત દ્રવ્ય કે સારા, ધરિ લે ધર્મની ધારા, કહ્યું તું માની લે મારા. હવે લે ચિત્તમાં ચેતી, ધરમની ખેડને ખેતી, શીખામણ હું કહું કેતી, વૃથા તું પીલ મા રેતી. વિનય મુનિ વદે ભાવે, ગઝલ એ પ્રેમથી ગાવે, સુબોધે સત્ય સમજાવે, સમય આવો ફરી નાવે.
I
E
!
|
૭ |
૧૦ છે
પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ - પા. ૩૬૬
૧૬. રડવા કુટવા વિષે
(કવાલી) મૃતક માટે રડી કુટી, કર્મથી શું કરી ભારી, હતો તમને બહુ વહાલો, કરો શું તેહની ખુવારી.
[10]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org