________________
પાપના પડછાયા પડે પ્રભુ પુન્યની પાળો તૂટે, જાણીને જોડાયો છું તો, બંધન ક્યાંથી છૂટે, મોહની જાળમાં ફરી રહ્યો છું, આશા નથી મૂકાતી. સુખની. ાપા
દ્વેષ ભર્યા છે આ દિલડામાં રાગમાં છું અનુરાગી,
મારૂં મારૂં કરી વેર વધારું વિસારું વીતરાગી, રાગ રંગમાં ડૂબી રહું પણ, આગ નથી બુઝાતી. સુખની. પ્રદા
દાદાને દરબાર - પા. ૨૮૧
=
૭. ગમે તે સ્વરૂપે
ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન. ભલે ના નિહાળું નજરથી તમોને,
મળ્યા ગુણ તમારા સફળ મારું જીવન. ગમે તે સ્વરૂપે, ૫૧૫
જન્મ જે અસંખ્ય મળ્યા તે ગુમાવ્યા, ના ધર્મ કર્યો કે ના તમો ને સંભાર્યા, હવે આ જનમમાં કરું હું વિનંતી,
સ્વીકારજો તમે તો તૂટે મારા બંધન. ગમે તે સ્વરૂપે. ા૨ા
ભર્યાં આ ભૂમિમાં છલોછલ અંધારા, કદમ ક્યાં ઉપાડે, જીવો આ બિચારા, થતો જાય ઝાખો પ્રતિદિન પ્રભુજી,
બતાવ્યો હતો જે તમે પંથ પાવન. ગમે તે સ્વરૂપે. ઘણા
મને હોંશ એવી ઉજાળ જગતને, કિરણ મળે જો મારા, મનના દીપકને, તમે તેજ આપો, જલે એવી જ્યોતિ, અમરપંથે સૌને, કરાવજે તું દર્શન. ગમે તે સ્વરૂપે. પ્રજા
દાદાને દરબાર
Jain Education International
-
પા. ૨૭૧
[૧૮૪]
For Private & Personal Use Only
www.jainelibrary.org.